एक और वर्ष कम हो चला,

जिन्दगी का एक और वर्ष कम हो चला,
कुछ पुरानी यादें पीछे छोड़ चला..

कुछ ख्वाइशें दिल में रह जाती हैं..
कुछ बिन मांगे मिल जाती हैं ..

कुछ छोड़ कर चले गये..
कुछ नये जुड़ेंगे इस सफर में ..

कुछ मुझसे बहुत खफा हैं..
कुछ मुझसे बहुत खुश हैं..

कुछ मुझे मिल के भूल गये..
कुछ मुझे आज भी याद करते हैं..

कुछ शायद अनजान हैं..
कुछ बहुत परेशान हैं..

कुछ को मेरा इंतजार हैं ..
कुछ का मुझे इंतजार है..

कुछ सही है
कुछ गलत भी है.
कोई गलती तो माफ कीजिये और
कुछ अच्छा लगे तो याद कीजिये।

💕💕 Happy Last Month of Year  🙏🙏

વર્તુળનાં કેન્દ્રમાં હો છો,..

તમે એમના વર્તુળનાં કેન્દ્રમાં હો છો, પછી ભલે તમે ૪ વર્ષના હો કે ૪૦ના. તમારી તમામ પ્રવૃત્તિઓ પર એમની બાજ નજર હોય છે, તમને પડોશીના કયા છોકરાએ માર્યું ને કોણે તમને દિવાળીમાં પગે લાગવાના કેટલા રૂપિયા આપ્યા એ બધી જાણ એમને હોય. નૈતિક મૂલ્યો પણ એ લોકો જ શીખવાડે ને માર ખાઈને નહિ, મારીને આવવાનું એ પણ એ જ કહે. ભાઈબંધની લખોટી છૂપાઈને ઘરે લઇ આવવા આ લોકો જ લડે ને કોઈ તમને દગો  દઈ જાય તો એને માફ કરતાં પણ એ જ શીખવે. તમારા ભાઈબંધ દોસ્તારો સાથે તમારાથી ય વધુ વાતો કરે ને તમારી બેનપણીના લગ્ન નક્કી થાય તો એને સાસરે કેટલા લોકો છે એની એમને બધી ખબર હોય. તમારા પહેલા બોલાયેલા શબ્દો, તમારા પહેલા ડગલાં, તમારી પહેલી કમાણી કે તમારો પહેલો ક્રશ - બધું એ લોકોને ખબર હોય છે કારણ કે તમે જ એમનાં વર્તુળનાં કેન્દ્રમાં  હો છો. કદાચ એમનું વર્તુળ પણ તમે જ હો છો, તમારા મા બાપનું.....

એ વૃદ્ધ થવા માંડે છે, તમે એમનું કેન્દ્ર જરૂર હો છો પણ તમે એમને વર્તુળની બહાર મોકલી દો છો. હવે એમની બહેરાશ તમને અકળાવી મૂકે છે, એમને સંભળાતું નથી એમ કહીને વાતો કરતી વખતે તમારી વાતોમાં ગુસ્સાનો સૂર ભળવા માંડે છે. એમને બધું ભૂલાવા લાગે છે ને તમે એની ક્યારેક ક્યારેક હાંસી ઊડાવી લો છો, મહેમાનો આગળ એ એકની એક વાત કરે એની તમને શરમ આવવા માંડે છે, એમના કમરામાંથી આવતી આયોડેક્સ ને વિકસની વાસની તમને સૂગ ચડવા માંડે છે, એમને ચાલવામાં વાર થાય છે કહીને તમે એમને બહાર લઇ જવાનું માંડી વાળો છો,  જમતી વખતે થતી વાર કે ધ્રૂજતા હાથોએ ખાવાનું ઢોળાય એને તમે અવગણવાનો પ્રયત્ન કરો છો, તમે સંપૂર્ણપણે કંટાળી જાઓ ત્યાં સુધી વૃદ્ધ માબાપ માંદગીની ફરિયાદો કરવા માંડે છે ને તમે આ બધું ચાલ્યા કરે એમ કહીને ટાળવાની કોશિશ કરો છો. તમે મા બાપની  પાસે જરૂર હો છો પણ એના સ્પર્શથી દૂર....

ને તોય, ટાણે કટાણે ઊંઘમાંથી ઊઠીને એ તમે ઘરે આવ્યા કે નહિ એમ પૂછે છે, પોતાની થાળીમાં બચાવીને રાખેલી મિઠાઈ તમને ધરે છે, સંભળાતું ન હોવા છતાં તમારી સાથે ફોન પર લાંબી લાંબી વાતો કરે છે, તમારા જન્મદિને પોતાના કરચલીવાળા હાથ તમારે માથે મૂકીને ૧૦૦ વરસ  જીવવાના આશીર્વાદ આપે છે...

ને અચાનક એ ચાલ્યા જાય છે, ઈશ્વરનો નિયમ છે એમ કહીને કે ચાલો છૂટ્યા જેવા વ્યવહારિક આશ્વાસનો તમે લેવા માંડો છો ને તમને ધ્રાસકો પડે છે જયારે તમને ખબર પડે છે કે હવે રાત્રે તમારી રાહ જોઇને કોઈ જાગતું નથી, તમારા જન્મદિને માથે મૂકાતો એ હાથ તમે મિસ કરવા માંડો છો, ખબર હોવા છતાં તમે એમના ફોનની રાહ જોવા માંડો છો, તમને તુંકારો પણ હવે કોઈ કરતું નથી, તમારી જિંદગીમાં જબ્બર શૂન્યાવકાશ સર્જાય છે, તમને કેન્દ્રમાં રાખીને જીવતી વ્યક્તિઓ હવે રહી નથી એ પ્રતિતી તમને ખતમ કરી નાખે છે.....

બરાબર એ જ સમયે તમારા સંતાનોએ તમને એમના વર્તુળથી પણ ધીરે ધીરે દૂર કરવા માંડ્યા હોય છે.......

- આરતી વ્યાસ પટેલ.

પપ્પાને એ પણ આવડતું નથી...

Unfortunately, ઈશ્વરની મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે. મંદિરમાં ઈશ્વરને hug કરવાની પરવાનગી નથી.  Thank god, ઘરમાં પપ્પા છે.
પપ્પાને hug કરવાના કારણો ન હોય. પપ્પાને hug કરવાના પ્રસંગો હોય. પપ્પાને hug કરીએ, એ ઘટના નથી. એ અવસર છે. 

આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને ભેટવું. પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપ મેળે મળી જાય. પપ્પાના શબ્દકોશમાં ' આઈ લવ યુ' શબ્દ ક્યારેય હોતો નથી , એટલે પપ્પાને  એ બોલતા ફાવતું  નથી.  દીકરાના વખાણ કેમ કરવા? એવું  મમ્મીએ પપ્પાને શીખવેલું નથી. પપ્પાને એ પણ આવડતું નથી. 

પપ્પા પાસે આંસુઓ તો  હશે કારણ કે દાદાના મૃત્યુ સમયે,  આંસુઓનું સૌથી વધારે  દાન પપ્પાએ જ કરેલું. પણ Overall, આંસુઓની બાબતમાં પપ્પા કંજૂસ છે. પપ્પા રડતા હશે, પણ કોરે કોરું. 

એક પણ શબ્દ બોલ્યા વગર,  કોઈ આખેઆખી ભગવદ્ ગીતા સાંભળ્યાનો અનુભવ કરાવી શકે તો એ પપ્પાએ કરેલું hug છે.  girl friend ની સાથે પકડાઈ ગયા હોઈએ કે પરીક્ષામાં fail થયા હોઈએ, પપ્પા નું  એક  hug પૂરતું છે એ કહેવા માટે કે ' હું તારી સાથે છું '.  પપ્પાની vocabulary મમ્મી જેટલી સારી નહિ એટલે ' beta, I am proud of you' એવું બોલવું પપ્પાને અઘરું લાગે. એના કરતાં એક hug શું ખોટું ?  

નિષ્ફળતાનું girl friend જેવું છે.આપણને એકલા જૂએ ત્યારે જ આવે . અને એ આવશે ત્યારે સાલું કોઈ જોઈ જશે એનો ડર પણ લાગે રાખે . જ્યારથી પપ્પાને regularly hug કર્યું છે,  નિષ્ફળતા આવી પણ નથી અને એનો ડર પણ લાગતો નથી. 

પપ્પાને hug કરવા માટે application નથી આપવી પડતી. મમ્મીના ખભ્ભા પર જેટલી સહજતાથી હાથ જાય, પપ્પાના ખભ્ભા પર એટલી સરળતાથી હાથ જતો નથી. કારણ કે પપ્પાના ખભ્ભા પર જગ્યા જ હોતી નથી. જવાબદારીઓથી ભરચક પપ્પાનો ખભ્ભો, કોની કોની માટે જગ્યા કરે? પણ ultimately, પપ્પાના ખભ્ભાના બે જ ઉપયોગ છે.નાના હોઈએ ત્યારે બાળપણ ટેકવવા અને મોટા થઈએ પછી જીવતર ટેકવવા.

-ડૉ. નિમિત ઓઝા (પુસ્તક 'માટીનો માણસ'માંથી )

સેલોટેપ હોય કે સંબંધ નો છેડો..

👏🏻અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ...👇🏻👏🏻👌🏻

એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ?

શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી.

અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા.

અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ?

દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે ? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં !

બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરેલી.

આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું ! એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિષે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે બીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો.

મહીનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.

ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામની લડાઈમાં માર્યો ગયો. એનું નામ માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. પેલાં શિક્ષિકા બહેન પણ તેમાં સામેલ હતા. જયારે તેમણે અશ્રુભરી આંખે – મારા વ્હાલા વિદ્યાર્થી ! – એમ કહીને કોફીન ઉપર ફૂલો વેર્યા ત્યારે બાજુમાં ઉભેલ એક અન્ય સૈનિક નજીક આવ્યો.

ધીમેથી તેમણે કહ્યું – શું તમે જ માર્કના નવમાં ધોરણના ક્લાસટીચર છો મેડમ ?

હા, કેમ ? – શિક્ષિકા બહેન ને આશ્ચર્ય થયું.

ના, કંઈ નહીં. માર્ક તમારા વિષે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને એ હંમેશા અતિ આદરથી યાદ કરતો.

ત્યારપછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરુ થઇ ગઈ.

અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા. ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા – નમસ્તે ! તમે જ માર્કના નવમાં ધોરણના કલાસ ટીચર છોને ?

જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી અ કાગળ મળેલો. એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે ‘ નવમાં ધોરણના અતિઆદરણીય કલાસ ટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ.’

સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાગળ જોઇને શિક્ષિકા બહેન ગળગળા થઇ ગયા. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલો.

બહેન ! માર્કની જ બેરેકમાં સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો. – માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી.

એ જ સમયે એક અન્ય યુવતી ત્યાં આવી. બોલી. – હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે !

અરે મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો જ કાગળ લગાવ્યો છે !

અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક કિંમતી ભેટ છે !

અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ એક કાગળ કાઢીને બધાને બતાવ્યો.

વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકા બહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યI.

એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ? બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના !

આપણે આપણા મિત્રો, સ્નેહીઓ તેમ જ સગાવહાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહિયે છીએ, આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યાં સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે.

ચાલો, ખૂબ મોડું થાય તે પહેલાં દુનિયાને કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ.

અને છેલ્લે...

સેલોટેપ હોય કે સંબંધ,
કશાનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે
ફરી તેને શોધવા ખોતરવુ પડે.