સમય' શીખડાવી દેશે

*'સમય' શીખડાવી દેશે*

એક આખું ગ્રુપ કોલેજ
છોડ્યાના ઘણા વર્ષો પછી
પાછું ભેગું થયું.
બધાજ મિત્રો સેટ હતા અને
ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.
એ લોકો પોતાના ફેવરેટ
પ્રોફેસરના ઘરે ભેગા થયા.

પ્રોફેસર સાહેબે એમના
કરીયર વિષે પૂછ્યું...
ધીરે ધીરે વાત જીવન માં
વધતા સ્ટ્રેસ અને કામ ના
વધતા પ્રેશર પર આવી ગઈ.
આ મુદ્દા પર બધાજ એકમત હતા,
ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા...
*પણ હવે*
*એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી, જે પહેલા હતી..*

પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી
વાત સાંભળી રહ્યા હતા,
એ અચાનક ઉભા થયા અને
કિચનમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા...
'ડીયર સ્ટુડન્ટ'
હું તમારા બધા માટે ગરમા ગરમ 'કોફી' બનાવીને આવ્યો છું, પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે 'કપ' લેતા આવો.

છોકરાઓ ઝડપથી અંદર ગયા
ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,
બધાજ પોતાના માટે સારામાં સારો કપ શોધવા લાગ્યા.
કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ ઉઠાવ્યો...
તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો...
તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો...

બધાના હાથમાં કોફી આવી ગઈ...
પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,
*"જો તમે ધ્યાન આપ્યું હોય તો,*
*જે કપ દેખાવમાં શાનદાર અને*
*મોઘાં હતા તમે એજ કપ લીધા છે,*
*સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી..."*

જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ
વસ્તુની ઝંખના રાખવી,
એક નોર્મલ વાત છે...
ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં
સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે...

ફ્રેન્ડસ,
એતો પાક્કું છે કે કપ...
કોફીની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,
એ તો બસ એક સાધન છે,
જેના માધ્યમથી તમે કોફી પીવો છો.
અસલમાં તમને જે જોઈતું હતું
એ માત્ર કોફી હતી...
કપ નહિ.
છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,
અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને
નિહાળવા લાગ્યા.

હવે એક વાતને દયાનથી સાંભળો,
*"આપણું જીવન કોફી સમાન છે,*
*આપણી*
*નોકરી..*
*પૈસા..*
*પોઝીશન..*
*કપ સમાન છે.*
*_એ બસ જીવન જીવવાના સાધનો છે,_*
*_ખુદ જીવન નહિ..._*    
            અને
*આપણી પાસે કયો કપ છે...*
*એ ના તો આપણા જીવન ને*
*ડીફાઇન કરે છે..*
*ના તો એને ચેન્જ કરે છે..*

*_કોફી ની ચિંતા કરો,_*
*_કપ ની નહિ..._*

*દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી*
*જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,*
*_પણ એ લોકો છે જેની પાસે જે છે,_*
*_એનો સર્વ શ્રેષ્ઠ_*
*_ઉપયોગ કરીને_*
*_જીવન ને રંગીન બનાવે છે__*
*_મોજ માણે છે_*
            અને
*_ભરપુર જીવન જીવે છે._*

મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું

📚 એકવખત કોઇ મોટા રાજ્યનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નિકળ્યો.

શિકારની શોધમાં એ ખુબ જ આગળ નીકળી ગયો અને રસ્તો ભુલી ગયો. આ ગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાન ભરવાડ સાથે થયો.

પેલો યુવાન રાજાને પોતાના નેસમાં લઇ ગયો અને પ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથે આવીને છેક જંગલની બહાર મુકી ગયો.

રાજા આ ભરવાડ પર ખુબ રાજી થયો. એમણે નક્કી કર્યુ કે મારે આ યુવાનને મારા રાજ્યમાં નોકરી પર રાખવો છે.

યુવાનના માતા-પિતા તો ખુબ ખુશ થયા.

ભરવાડ રાજાને ત્યાં નોકરીએ રહી ગયો.

રાજા તેના પર વિશ્વાસ રાખીને જુદા-જુદા કામો સોંપતો જાય અને યુવાન પુરી નિષ્ઠાથી એ કામો કરતો જાય.

બહુ થોડા જ સમયમાં આ યુવાન રાજાનો સૌથી માનિતો પ્રધાન થઇ ગયો આથી બાકીના દરબારીઓ આ યુવાનની ઇર્ષા કરવા લાગ્યા.

યુવાન આખો દિવસ શું કરે છે એ બરાબર ધ્યાનથી જોવા લાગ્યા.

આ નિરિક્ષણ વખતે એક બાબત ધ્યાનમાં આવી કે યુવાન રોજ નગરની બહાર આવેલી એક અવાવરુ ઓરડીમાં એકલો જાય છે અને અડધો કલાક આ ઓરડીમાં રહે છે.

દરબારીઓએ રાજાને આ બાબતે ફરીયાદ કરી.

રાજા એ યુવાન અને બધા દરબારીઓને સાથે લઇને પેલી ઓરડી પર તપાસ કરવા માટે ગયા.

બધાને એમ હતું કે યુવાન આ ઓરડીમાં કોઇ સંપતિ ભેગી કરીને સંતાડતો હશે.

ઓરડી ખોલી તો આખી ખાલી હતી એક ખુણામાં માણસના કદનો એક અરિસો હતો એ સિવાય કંઇજ નહી.

બધા દરબારીઓ ભોંઠા પડી ગયા.

એક દરબારીનું ધ્યાન ગયુ કે અરિસાની પાછળ એક પોટલીમાં કંઇક સંતાડેલું છે.

એ પોટલી બહાર કાઢી એટલે ભરવાડે તે ન ખોલવા રાજાને વિનંતિ કરી પણ રાજાએ બધાની હાજરીમાં એ પોટલી ખોલી તો એમાંથી ભરવાડના જુના કપડા નિકળ્યા.

રાજાએ આ વિષે યુવાનને પુછ્યુ ત્યારે યુવાને સ્પષ્ટતા કરતા કહ્યુ , " રાજાજી આ બધા જ દરબારીઓની વાત સાચી છે હું રોજ આ ઓરડીમાં આવું છું અને પછી આ પ્રધાનના કપડા કાઢીને ભરવાડના કપડા પહેરુ છુ અને પછી અરીસામાં જોઇને મારી જાત સાથે વાત કરુ છું કે તું મૂળભુત રીતે તો આ અરિસામાં દેખાય છે તે ભરવાડ જ છે આ તો માત્ર રાજાની કૃપાથી તું પ્રધાન બન્યો છે અને તું ત્યાં સુધી જ પ્રધાન છે જ્યાં સુધી રાજા ખુશ છે જ્યારે રાજા રુઠશે ત્યારે ફરી ભરવાડ જ થઇ જવાનો છે માટે સત્તાના નશામાં તું તારી જાતને ભુલી ન જતો."

મિત્રો,... આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ.

મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કે भगवान આ બધુ પાછુ પણ લઇ શકે છે. સત્તા અને સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.
🌺जय स्वामीनारायण🌺