✏ એક બહેને ત્રણ સંતોને પોતાના ધર સામે બેઠા દીઠા.
બહેન સંતોને જાણતી હતી.
બહેને કહ્યું - સંતો અંદર આવો અને ભોજન કરો.
સંતે - કહ્યું તમારા પતિ ઘરમા છે ?
બહેને કહ્યું – ના ઈ ઘરમા નથી બહાર ગયા છે.
સંતે કહ્યું– અમે ઘરમાં આવશુ જ્યારે તમારા પતિ
હશે ત્યારે.
સાજે જ્યારે બહેન ના પતિ ઘરે આવ્યા ત્યારે
બહેને પતિને કહ્યું .
પતિ કહે – જા જા એમને કહેકે હું ઘરે આવી ગયો છું
અમને આદર સહિત બોલાવ.
બહેન બહાર ગઈ અને સંતોને અંદર આવવાનું કહ્યું.
સંતો કહે – અમે ત્રણે જણ ઘરમાં એક સાથે નથી જતા.
બહેન કહે પણ શા માટે ?
એમાથી એક સંતે કહ્યું – મારું નામ ધન છે .
ત્યારે ઈ સંતે ઈશારો કરીને કહ્યું –
ઈ બે જણ નુ નામ સફળતા અને પ્રેમ છે.
પણ અમારા માથી કોઈ એક જણ અંદર આવી શકે.
બહેન આપે ઘરમાં જઈને બધાને પુછી જુવો કે કોને કોને બોલાવવા છે.
બહેન અંદર જઈને પતિને કહ્યું
બહેનના પતિ બહુજ પ્રસન્ન થઈ ગયા.
અને બોલ્યા તો પછી ધનને જ આમંત્રણ આપવું જોઈએ.
આપણુ ઘર ખુશિયોથી ભરાઈ જશે.
પત્ની કહે – મને લાગે છે કે આપણે સફળતાને જ આમંત્રણ આપવું જોઈએ.
એમની દીકરી બીજા રૂમમાં આ બધુ સાંભળતી હતી.
બહેન એમની પાસે ગઈ અને બોલી.
દીકરી બોલી મને લાગે છે કે પ્રેમને જ આમંત્રણ આપવું જોઈએ.
પ્રેમની બરાબર કોઈ નથી.
બહેન બોલી તુ ઠીક કહે છે. આપણે પ્રેમને જ બોલાવવા જોઈએ.
દીકરીએ માતા અને પિતા ને કહ્યું.
બહેન ઘરની બહાર ગઈ અને સંતોને કહ્યું કે
આપણામાંથી જેનું નામ પ્રેમ હોય તે ઘરમા ભોજન કરવા માટે પધારો.
અને પ્રેમ નામના સંત હતા તે ઘરની અંદર ચાલવા લાગ્યાં.
એમની સાથે સાથે બીજા સંત પણ ચાલવા લાગ્યાં.
બહેનને આશ્ચર્ય થયું અને બેય જણને પુછ્યું અને કહ્યું કે હુતો એક પ્રેમને જ આમંત્રણ આપ્યું છે. તો આપ અંદર ઘરમાં કેમ આવો છો.
એમાંથી એક સંતે કહ્યું કે –
જો આપ ધન અને સફળતા ને જ આમંત્રણ આપ્યું હોત તો એજ અંદર આવત.
આપણે તો પ્રેમને આમંત્રણ આપ્યું છે.
પ્રેમ કદી એકલો જતો નથી
પ્રેમ જીયા જીયા જાય છે, ત્યાં ત્યાં ધન અને સફળતા એમની પાછળ પાછળ જાય છે.
આ વાર્તા એક વખત કે બે વખત નહી પણ વારંવાર વાંચો. અને સમજો.
સારુ લાગે તો પ્રેમની સાથે સાથે રહો.
પ્રેમ બીજાને આપો. પ્રેમ બીજાને દો. અને પ્રેમ બીજા પાસેથી લો.
કેમ કે પ્રેમ એજ સફળ જીવનની સૌથી મોટી વાત છે.
🙏 🙏 🙏 🙏