*What is spiritual maturity?

*What is spiritual maturity?*
1. Spiritual Maturity is when you *stop trying to change others, ...instead focus on changing yourself.*

2. Spiritual Maturity is when you *accept people as they are.*

3. Spiritual Maturity is when you *understand everyone is right in their own perspective.*

4. Spiritual Maturity is when you *learn to "let go".*

5. Spiritual Maturity is when you are able to *drop "expectations" from a relationship and give for the sake of giving.*

6. Spiritual Maturity is when you *understand whatever you do, you do for your own peace.*

7. Spiritual Maturity is when you *stop proving to the world, how intelligent you are.*

8. Spiritual Maturity is when you *don't seek approval from others.*

9. Spiritual Maturity is when you *stop comparing with others.*

10. Spiritual Maturity is when you *are at peace with yourself.*

11. Spiritual Maturity is when you *are able to differentiate between "need" and "want" and are able to let go of your wants.*

& last but most meaningful !

12. You gain Spiritual Maturity when you *stop attaching "happiness" to material things !!*

"Wishing all a happy Spiritually matured life.

ધક્કો વાગે ત્યારે શું છલકાશે?

આપણા હાથમાં ગરમ કૉફીનો છલોછલ ફીણમઢેલો કપ હોય અને પીવાની તૈયારી કરતા જ હોઈએ ત્યાં પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો
હાથને વાગે અને છલોછલ ભરેલા કપમાંથી ચારે તરફ કૉફી ઢોળાઈ જાય.

બરાબર આવું જ થાય. શા માટે કૉફી ઢોળાય?

અરે, તમે જવાબ આપશો કે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જ ને!

ના, આ જવાબ પૂરો સાચો નથી. તમારા હાથમાંના કપમાંથી કૉફી ઢોળાય, કારણ કે કપ કૉફીથી ભરેલો હતો. જો કપ ચાથી ભરેલો હોત તો... ચા ઢોળાત!

જે કપની અંદર હોય એ છલકાઈને બહાર આવી જાય... ઢોળાઈ જાય. પછી એ ચા હોય, કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત.

જે કપની અંદર હોય  એ જ બહાર છલકાય.

આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ છે કે આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ. જ્યારે જીવનમાં આપણને સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે ત્યારે આપણી અંદર જે હોય એ બહાર છલકાય છે. જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ન ગમતું બને, ધક્કો વાગે ત્યારે હકીકતમાં અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણે કપ હોઈએ- ધક્કો વાગે તો બહાર શું છલકાય?

જિંદગીનો ધક્કો વાગે ત્યારે શું છલકાશે? શું ઢોળાશે?

આનંદ, આભાર, શાંતિ, માનવતા, વિનમ્રતા? કે પછી ગુસ્સો, કડવાશ, ખરાબ શબ્દો કે પછી ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે જીવનને ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.

દીકરી ભણાવો

ચૌબેજીનો છોકરો છે અશોક, એમએસસી પાસ. નોકરી માટે ચૌબેજી નિશ્ચિંન્ત હતા, ક્યાંકને ક્યાંક તો મેળ થઇ જ જશે. લગ્ન કરી દેવા જોઈએ. મિશ્રાજીની છોકરી છે મમતા, એ પણ એમએ ફર્સ્ટ ક્લાસ પાસ છે, મિશ્રાજી પણ તેના લગ્ન જલ્દી કરી દેવા માંગે છે.

સમજદાર લોકો પાસેથી પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાનો ભાવ જાણવામાં આવ્યો.
ખબર પડી કે આમ તો પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાનો ભાવ ૫ થી ૬ લાખ ચાલે છે પણ, બેકાર બેઠેલા પોસ્ટ ગ્રેજ્યુએટનો ભાવ ૩ થી ૪ લાખ છે.

સમજદાર લોકોએ સોદો સાડા ત્રણ લાખમાં નક્કી કરાવી દીધો.
વાત નક્કી થયે હજુ એક મહિનો પણ ન્હોતો થયો, અને પબ્લિક સર્વિસ કમિશનથી પત્ર આવ્યોકે અશોકની ડેપ્યુટી કલેક્ટરના પદ પર વર્ણી થઇ ગઈ છે.

ચૌબે – સાલા, નીચ, કમીના….હરામજાદા છે કમિશન વાળા…!
પત્ની – છોકરાની આટલી સરસ નોકરી લાગી છે નારાજ કેમ થાઓ છો?

ચૌબે – અરે સરકાર નકામી છે, હું તો કહું છું કે આ દેશ માં ક્રાંતિ થઇને રહેશે….આ જ પત્ર થોડા સમય પહેલાં ન્હોતાં મોકલી શકતા, ડેપ્યુટી કલેક્ટરના ૪૦ – ૫૦ લાખ તો એમજ મળી ગયા હોત.

પત્ની -તમારી અક્કલ મરી ગઈ હતી, હું ન્હોતી કહેતી કે એક મહિનો રોકાઈ જાઓ, પણ તમે ન માન્યા…જલ્દીમાં સંબંધ નક્કી કરી નાખ્યો…હું તો કહું છું કે મિશ્રાજીને પત્ર લખો તેઓ સમજદાર વ્યક્તિ છે.

પ્રિય મિશ્રા જી,
अत्रं कुशलं तत्रास्तु !

તમને પ્રસન્નતા થશે કે અશોકની પસંદગી ડેપ્યુટી કલેક્ટર તરીકે થઇ ગઈ છે. વિવાહના મંગળ અવસર પર આ મંગળ થયું. આમાં તમારી સુયોગ્ય પુત્રીના ભાગ્યનું પણ યોગદાન છે.
તમે સ્વયં સમજદાર છો, નીતિ અને મર્યાદા જાણો છો. ધર્મ પર જ આ ધરતી ટકેલી છે. માણસનું શુ છે, જીવે મરે છે. રૂપિયોતો હાથ નો મેલ છે, મનુષ્યની પ્રતિષ્ઠા મોટી વસ્તુ છે.માણસે ફરજ નિભાવવી જોઈએ, ધર્મ ન છોડવો જોઈએ. અને પછી અમને તો કઈ જોઈતું નથી, તમે જે કંઈ આપશો તમારી દીકરીને જ આપશો. વર્તમાન પદના હિસાબ મુજબ જોઈ લજો નહિ તો પછી અમારે કોઈ બીજો બંધ બેસતો સંબંધ શોધવો પડશે.

મિશ્રા પરિવારે આ પત્ર વાંચ્યો, વિચાર કર્યો અને પછી લખ્યું-
તમારો પત્ર મળ્યો, હું સ્વયં તમને લખવાનો હતો. અશોકની સફળતા પર અમે બધા ખુબ ખુશ છીએ. અશોક હવે ડેપ્યુટી કલેક્ટર થઇ ગયો છે. અશોક ચારિત્રવાન, મહેનતુ અને સુયોગ્ય છોકરો છે. તે ચોક્કસ પ્રગતિ કરશે. તમને એ જાણીને પ્રસન્નતા થશે કે મમતાની પસંદગી આઈએએસ માટે થઇ ગઈ છે. કલેક્ટર બનીને તેની ઈચ્છા છે કે તે પોતાની નીચે કામ કરતા અધિકારી સાથે લગ્ન નહિ કરે.

મને આ સંબંધ તોડીને અપાર હર્ષ થઇ રહ્યો છે.

“દીકરી ભણાવો, ”
એક રોટલી ઓછી ખાઓ,
પણ, દીકરી જરૂર ભણાવો...

હજુ એ શબ્દો મને યાદ આવે છે

અમારો...બાજુ નો ફ્લેટ NRI એ વર્ષો થી લીધેલ છે...
છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા....

તેમના બાળકો USA સેટ થઈ  ગયા હીવાથી. હવે ની
બાકી રહેલ જીંદગી... ઇન્ડિયા મા કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ...

મેં પહણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કોઈ કામ કાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં..
કાકા કાકી આનંદી સ્વભાવ ના..હતા..
કોઈ..કોઈ વખત રાત્રે બેશવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમ ની  સંસ્ક્રુતિ વિશે વાતો કરે...

છ મહિના પુરા થયા હશે...એક દિવશ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેશવા આવ્યા....

છ મહિના પહેલા ની વાતો અને આજ ની તેમની વાતો મા તફાવત દેખાતો હતો....

બેટા... હવે.. અમે ગમે ત્યરે પાછા USA દીકરા પાસે જવા ની તૈયારી કર્યે છીયે...

મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....?
તમે તો કેહતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીં ના લોકો માયાળુ..છે..
સગા.. સંબંધી... બધા અહીંયા..છે
દીકરી પહણ ગામ મા.. છે..
મારા જેવો પાડોશી છે...તો કહી વાતે તમને તકલીફ પડી...

બેટા.. આ વીતેલા છ મહિના મા... મને બધો અનુભવ
થઇ ગયો....મને એમ હતું...અહીં આવી એક બીજા ને મળશું...
સુખ દુઃખ ની વાતો કરશું...

કોઈ ને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર  મળ્યો...
બીજી વખત જાયે...
એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે થી થોડી વાત કરી લે...આપણે મન મા બેઈજ્જતી થાય..કે આપણે અહીં ક્યાં આવ્યા....

ગામ દીકરી છે.તો અવાર નવાર આવશે..મળશે...તેવા ખ્યાલો મા હતા...પહણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે...
ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યરે..વર્તન બદલાઇ ગયું હોય છે..

બધા પોત પોતાની જીંદગી મા મશગુલ છે..બેટા....
નકામા લાગણીશીલ થઈ ને દુઃખી થવા અહીં આવ્યા..
એવું લાગી રહુ  છે.
તેના કરતાં જેવા છે તેવા દેખાતા...ધોળીયા સારા..બાહ્ય આડંબર તો જરા પહણ નથી...

અરે શુ વાત કરું બેટા... થોડા દિવશ પેહલા....હું ગ્રીન સિગ્નલ થયા પછી...જિબ્રા..રોડ ક્રોસ કરતો હતો... તો પહણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ.. પાછો... બારી માથી યુવાન લાગતો છોકરો બોલ્યો..

"એ..એ...ડોહા..જોતો નથી...મરવા નીકળ્યો છે....."

હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો...આ મારી કલ્પના નો ભારત દેશ...જ્યાં યુવા પેઢી ને બોલવા ની પહણ ભાન નથી...નાના મોટા નું જ્ઞાન નથી....ટ્રાફિક સેન્સ તું નામ જ નહીં....હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો....

ત્યાં ઘરડા કે બાળક ને જોઈ ગમેતે સ્પીડ થી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પેહલા જવા દે...ને અહીં..
મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..
વિચારતો વિચારતો તો જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોત તો હતો...

ત્યાં એક મીઠો આવાજ આવ્યો...
અંકલ .." મેં  આઈ હેલ્પ  યુ ?"

બેટા.. સોગંદ થી કહવ છું...
મને બે મિનિટ તો
રણ મા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...
અહીં છ મહિના થી આવ્યો છું....બેટા
may i help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..
મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષ નું બાળક હતું....અંકલ આ તમારા ચશ્મા....
મેં માથે હાથ ફેરવી thank you કીધું....
બેટા ક્યાં રહે છે ?
અહીં હું મારા દાદા ને ત્યાં
ક્રિસમશ વેકેશન મા આવ્યો...છું.

એટલે ઇન્ડિયા મા નથી રેહતો ?
ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી..બોલ્યા નમસ્તે અંકલ...
એકબીજા એ વાતો...કરી...છેલ્લે ઘર સુધી પહણ મૂકી ગયા...

બેટા હું વિચારતો હતો...નાહક ના પશ્ચિમ ની સંસ્ક્રુતિ ને આપણે વખોડયે છીયે....ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓ ની સારી છે...

આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીયે..
ખરેખર જે શીખવાનું છે.તે શીખતાં નથી...
ધોબી ના કૂતરા જેવી દશા થઈ છે...

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરે આધુનિક નથી થવાતું...
આજના યુવાનો ને કેમ સમજાવું.. કે વાણી ,વર્તન, એતો દેશની પ્રગતિ નો પાયો છે...
જ્યાં વાણી વર્તન ના ઠેકાણા નથી ત્યાં દેશ નો ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...

બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હશવું પહણ આવે છે..અને દુઃખ પહણ થાય છે...

"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી.."