Showing posts with label Gazal. Show all posts
Showing posts with label Gazal. Show all posts

તમે જો ના રહો તો પણ

*ગઝલ*

હ્રદય આખું નીચોવી આંખને ભરતો જ રહેવાનો,
તમે શું એમ માનો છો ! સમય સખણો જ રહેવાનો !

તમે માણો,વખોડો કે વખાણો ! ક્યાં ફરક એને,
તમે જો ના રહો તો પણ દિવસ ઉગતો જ રહેવાનો !

ઉંમર વધતાં બીજું લગભગ બધું ઘટશે જીવનમાં, પણ-
અનુભવ એક છે જે કાયમી વધતો જ રહેવાનો.

તમે જોયું નહીં ! એ લાગણી બેફામ ઉડાવે છે !
પછી શું થાય ? એ માણસ સદા કડકો જ રહેવાનો.

તમે,તું,આપણે,સૌ ને અમે... ભળશે બધે જગમાં;
ફકત એક 'હું' જ છે જે વિશ્વમાં અળગો જ રહેવાનો.

   ~ ડૉ.મનોજ જોશી 'મન'
          ( જામનગર )

નથી મળતો...

'પુરાવો' કોઈ પણ 'નક્કર' નથી મળતો,
મળે છે 'નાગ'.. પણ 'શંકર' નથી મળતો.

નકામો શોધશો ના.. બંધ છે પડદા,
પતે 'સર્કસ' પછી.. 'જોકર' નથી મળતો.

પ્રભુને માત્ર મારે એટલું પુછવું છે..
ગરીબોને કાં કદી 'ઈશ્વર' નથી મળતો.?

હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ એવો 'શાયર' નથી મળતો.

'અરીસા'માં નહીં શોધો તમે 'માણસ',
'બહાર' હોય છે એવો.. એ 'અંદર' નથી મળતો.

જિંદગી બસ જીવવાની..

*ગઝલ*

ગાઢ આલિંગનમાં લઈને ચૂમવાની હોય છે,
કોણ ક્હે છે જિંદગી બસ જીવવાની હોય છે !

જેની કિસ્મતમાં નથી છત કે દિવાલો એમણે,
એક બારી ખાસ અંદર ખોલવાની હોય છે.

સ્હેજ પણ ચચરે નહીં કે ડાઘ સુધ્ધા ના રહે,
ક્યાંક ઈચ્છા એ રીતે પણ બાળવાની હોય છે.

હોઠ,શબ્દો,મૌન,વર્તન,આંખ, કાગળ કે કલમ !
વાત પહેલાં ત્યાં સુધી પ્હોંચાડવાની હોય છે.

આ સફરમાં કૈં જ ઉંચકીને જવાનું છે જ ક્યાં ?
જાત જેવી જાત પણ ઓગાળવાની હોય છે.

દિલ પૂછે છે મારુ ..

દિલ   પૂછે   છે   મારું ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

જરાક   તો   નજર   નાખ   સામે
કબર   દેખાય   છે .

ના   વ્યવહાર   સચવાય   છે ,
ના   તહેવાર   સચવાય   છે ;

દિવાળી   હોય   ક   હોળી   બધુ
ઓફિસ   માં   જ   ઉજવાય   છે .


આ   બધુ   તો   ઠીક   હતું   પણ   હદ   તો   ત્યાં   થાય   છે ;

લગ્નની   મળે   કંકોત્રી
ત્યાં   સીમંતમાં   માંડ   જવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

પાંચ   આંકડા   ના   પગાર   છે ,

પણ   પોતાના   માટે   પાંચ
મિનિટ   પણ   ક્યાં   વપરાય   છે .

પત્નીનો   ફૉન
 ૨  મિનીટ
માં   કાપીયે   પણ   કસ્ટમર
નો   કોલ   ક્યાં   કપાય   છે .


ફોનબુક   ભરી   છે   મીત્રોથી   પણ   કોઈનાય   ઘરે   ક્યાં   જવાય   છે ,


હવે   તો   ઘરના   પ્રસંગો   પણ
હાફ – ડેમાં   ઉજવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?


કોઈ   ને   ખબર   નથી   આ   રસ્તો
ક્યાં   જાય   છે ;

થાકેલા   છે   બધા   છતા ,
લોકો   ચાલતા   જ   જાય   છે .

કોઈક   ને   સામે   રૂપિયા   તો
કોઈક   ને   ડોલર   દેખાય   છે ,

તમેજ   કહો   મિત્રો   શું
આનેજ   જિંદગી   કહેવાય   છે ?


દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

બદલાતા   આ   પ્રવાહમા
આપણા   સંસ્કાર   ધોવાય   છે ,

આવનારી   પેઢી   પૂછસે
સંસ્કૃતી   કોને   કહેવાય   છે ?


ઍક   વાર   તો   દિલને   સાંભળો ,
બાકી   મનતો   કાયમ   મુંજાય   છે .

ચાલો   જલ્દી   નિર્ણય   લૈયે
મને   હજુ   સમય   બાકી   દેખાય   છે .


દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

જરાક   તો   નજર   નાખ  , સામે   કબર   દેખાય   છે...

ગઝલ સમર્પિત છે મિત્રો ની દિલદારી

આ ગઝલ સમર્પિત છે મિત્રો ની દિલદારી 
    અને વફાદારી ને .....

ફળે  છે  ઇબાદત  , ને  ખુદા મળે  છે
મિત્રોને   નિહાળીને  ,  ઉર્જા  મળે  છે

નથી જાતો  મંદિર , મસ્જિદ ,ચર્ચમાં
મિત્રોના  ઘરોમાં  જ  દેવતા  મળે  છે

ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે

સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની  હથેળીમાં ,  શાતા  મળે  છે

ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે

ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે 
મિત્રતાના  મજબૂત  તરાપા મળે  છે

દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે

જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
સદ્નસીબે  મિત્રોના ખભ્ભા  મળે  છે

મિત્રો ની દિલદારી અને વફાદારી ને .....

આ ગઝલ સમર્પિત છે મિત્રો ની દિલદારી અને વફાદારી ને .....

ફળે  છે  ઇબાદત  , ને  ખુદા મળે  છે
મિત્રોને   નિહાળીને  ,  ઉર્જા  મળે  છે

નથી જાતો  મંદિર , મસ્જિદ ,ચર્ચમાં
મિત્રોના  ઘરોમાં  જ  દેવતા  મળે  છે

ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે

સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની  હથેળીમાં ,  શાતા  મળે  છે

ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે

ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
મિત્રતાના  મજબૂત  તરાપા મળે  છે

દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે

જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
સદનસીબે  મિત્રોના ખભ્ભા  મળે  છે

किसी रोते हुए बच्चे को हसाया जाये ! -- ग़ज़ल

अपना ग़म लेके कही और न जाया जाये,
घर में बिखरी हुई चीजो को सजाया जाये !

जिन चिरागों को हवाओ का कोई खौफ नहीं,
उन चिरागों को हवाओ से बचाया जाये !

बाग़ में जाने के आदाब हुआ करते थे,
किसी तितली को न फूलो से उड़ाया जाये !

ख़ुदकुशी करने कि हिम्मत नहीं होती सब में,
और कुछ दिन यु ही औरो को सताया जाये !

घर से मस्जिद है बहुत दूर चलो यु कर ले,
किसी रोते हुए बच्चे को हसाया जाये ! 

- निदा फाजली


આદિલ સાહેબે લખેલી ગઝલ...



આદિલ સાહેબે લખેલી ગઝલ...

હાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં
એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં

જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં
ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં

જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા
તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા

ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા

સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા
આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં

અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં

ખખડાટ વાસણોનો વધ્યો જ્યારે ખોરડે
તે છાપરા તળે ન સમાણા જુદા કર્યા

ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી
જ્યારે ફસલ લણાઈ તો દાણા જુદા કર્યા

ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી
મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં

આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

મનસુબા રાતોરાત બધા પાર પાડવા
પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા

યાદીઓ જોતજોતામાં તૈ્યાર થઈ ગઈ
જેના લલાટે લેખ લખાણા જુદા કર્યા

દુર્ભાગી માણસોના મરણના બજારમાં
સૌદાગરોએ વિશ્વમાં નાણાં જુદા કર્યાં

માણસના હાથે જીવતા સળગાવ્યા તેનાથી
ભૂકંપે જીવતા જે દટાણા જુદા કર્યા

બે આંખનીયે કોઈને નડતી નથી શરમ
પાડોશીઓ જે જોઈ લજાણા જુદા કર્યા


કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ
આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યા

લાગ્યો કસુંબીનો રંગ

સ્વાધીનતા કાજે શૂરતા પ્રગટાવતું / 
આઝાદી માટે આહલેક ગજાવતું ગૂર્જરજનોનું જાણીતું ને માનીતું ગીત કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના  હૈયામાં  પોઢંતા  પોઢંતા  પીધો  કસુંબીનો  રંગ;
ધોળાં  ધાવણ કેરી  ધારાએ  ધારાએ  પામ્યો કસુંબીનો  રંગ… રાજ..

બહેનીને  કંઠે  નીતરતાં  હાલરડાંમાં  ઘોળ્યો  કસુંબીનો  રંગ
ભીષણ  રાત્રિ  કેરા  પહાડોની  ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો  કસુંબીનો રંગ… રાજ..

ભક્તોના તંબૂરથી  ટપકેલો મસ્તીભર  ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી  દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..

નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને  ક્યારે  નિજ  રક્તો  રેડણહારે  પાયો  કસુંબીનો રંગ… રાજ..

પીડિતની   આંસુડાધારે  -  હાહાકારે   રેલ્યો   કસુંબીનો  રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..

ધરતીનાં  ભૂખ્યાં  કંગાલોને  ગાલે  છલકાયો  કસુંબીનો  રંગ
બિસ્મિલ  બેટાંઓની  માતાને  ભાલે  મલકાયો  કસુંબીનો રંગ … રાજ ..

ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા  દેખીને  ડરિયાં  :  ટેકીલાં  હો!  લેજો  કસુંબીનો  રંગ … રાજ ..

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ 
લાગ્યો કસુંબીનો રંગ !

-ઝવેરચંદ મેઘાણી

Mitra.. Gazal

આ ગઝલ સમર્પિત છે  તમારા જેવા મિત્રો ની 
દિલદારી અને વફાદારી ને....

ફળે  છે  ઇબાદત, ને  ખુદા મળે  છે
મિત્રોને   નિહાળીને,  ઉર્જા  મળે  છે


નથી જાતો  મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે


ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે


સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની  હથેળીમાં,  શાતા  મળે  છે


ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે


ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે 
મિત્રતાના  મજબૂત  તરાપા મળે  છે


દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે


જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે  છે

હુ તો રહ્યો એકાંત નો માણસ


હુ તો રહ્યો એકાંત નો માણસ
આમ ભીડ મા રહેવુ મને ફાવ્યુ નહી
ટુટતા રહ્યા એક પછી એક સંબંધો
લાગણીઓ ખોટી રાખતા મને ફાવ્યુ નહી
મન મુકીને વરસતો રહ્યો હુ સદા જે લોકો ને માટે
લો
આજે એમણે જ કહ્યુ કે મને વરસતા જ આવડ્યુ નહી..

ગઝલ : ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે


આ ગઝલ સમર્પિત છે  તમારા જેવા મિત્રો ની દિલદારી અને વફાદારી ને....


ફળે  છે  ઇબાદત, ને  ખુદા મળે  છે
મિત્રોને   નિહાળીને,  ઉર્જા  મળે  છે

નથી જાતો  મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે

ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે

સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની  હથેળીમાં,  શાતા  મળે  છે

ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે

ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
મિત્રતાના  મજબૂત  તરાપા મળે  છે

દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે

જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે  છે