એક અપંગ અને અણસમજુ દેખાતો
બાળક દવાખાનામાં ઘૂસ્યો.
તેના હાથમાં અગરબત્તી નાં પેકેટ્સ હતાં.
તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે?
બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર
બેઠેલા માણસે રાડ પાડી.
તું પાછો આવી ગયો?
ચાલ બહાર નીકળ.
તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે.
બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.
મેં એ બાળકને પૂછ્યું,
તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
તો પણ તું શા માટે અહીં આવે છે?
અણસમજુ દેખાતા એ બાળકે જવાબ માં
મોટી વાત કરી દીધી.
બાળકે કહ્યું કે,
હું મારું કામ કરું છું ,
અને એ એનું કામ કરે છે !
મારું કામ છે અગરબત્તી વેચવાનું,
એટલે હું અગરબત્તી વેચું છું.
તેનું કામ છે મને કાઢી મૂકવાનું
એટલે એ મને કાઢી મૂકે છે..
હું અપંગ છું.
ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું.
ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી.
મેં તેને પૂછ્યું તો કહ્યું કે,
તારી ચિંતા થતી હતી.
તને કંઈ થઈ જાય તો?
બાળકે તેની માને કહ્યું કે
ચિંતા કરવાનું કામ તારું નથી.
તું ઘરનું ઘ્યાન રાખે છે,
બધા માટે જમવાનું બનાવે છે.
તારા બદલે હું જમવાનું બનાવું
તો તને ગમે?
ના ગમે ને?
મારી ચિંતા કરવાનું કામ
તો ભગવાનનું છે ને ?
ભગવાનના કામમાં તું દખલ કરીશ
તો ભગવાનને પણ નહીં ગમે!
એ બાળક તો
આટલી વાત કરીને ચાલ્યો ગયો
પણ મને આખી જિંદગી કામ લાગે
એવો પાઠ શીખવાડી ગયો.
હું સાવ હળવો થઈ ગયો.
મને વિચાર આવ્યો કે
હું ચિંતા ખોટી કરું છું..
એ મારું કામ નથી.
હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે
તેના ઉપર જ છોડી દઉ.
એ બાળકની વાત
અમને જીવનનાં
ડગલે અને પગલે કામ લાગી છે...
તમે બસ તમારો રોલ ભજવતા રહો.
બસ એટલું તપાસતા રહો કે
મારે જે રોલ ભજવવાનો છે
એ હું સરખી રીતે ભજવું છું કે નહીં ?