Knowledge is important


ઋણ ઉતારવા માટે..

વનવાસ દરમિયાંન માતા સીતા ને પાણી ની તરસ લાગે છે, ત્યારે ભગવાન રામ કુદરત ને કહે છે, કે
આસપાસ માં ક્યાંય પાણી હોય તો ત્યાં સુધી જવાનો રસ્તો સુઝાડો ત્યારે એક મોર રામજી પાસે આવે છે અને કહે છે કે અહીં થી થોડેક દૂર એક જળાશય છે હું તમને ત્યાં સુધી લઈ જાઉં પણ ભુલા પડી જવાનો સંભવ રહે ખરો રામજી કહે છે કે કેમ?

 ત્યારે મોર કહે છે કે હું ઊંડી ને જાવ છું ને તમે મારી પાછળ ચાલતા આવો હું ઉડતા ઉડતા મારુ એક એક પીછું વેરતો જઈશ તમે એ પીંછા ના સથવારે તમે જળાશય સુધી પહોંચી જશો.

     આ વાત આપણે સહુ જાણીએ છીએ કે મોર તેના પીચ્છા ખરવા ની પણ એક ઋતુ હોય છે મોર જો તેની ઋતુ સિવાય પીચ્છા ખેરવે તો તેનું મૃત્યુ થાય છે  મૃત્યુ નીપજે છે અને મોર તેમના અંતિમ શ્વાસ લેતા લેતા રામજી ને એટલુંજ કહે છે કે જે આખા જગત ની તરસ છીપાવે  છે તેની તરસ છીપાવવા નું સદભાગ્ય ( સૌભાગ્ય ) મને આજે મળ્યું એના થી વિશેષ તો મારે શું જોઈએ ?

  ત્યારે ભગવાન શ્રી રામ  મોર ને કહે છે કે તે જે પીચ્છા વેરેલા તે પીચ્છા નું ઋણ હું આવતા જન્મ માં ચકવી ને મારા માથા ઉપર ચડાવીસ બાદ  ત્યાર પછીના બીજા જન્મ માં ભગવાન ક્રિષ્ન  અવતાર માં ભગવાને  મોર પિચ્છ માથા ઉપર ધારણ કરી મોર નું ઋણ ઉતાર્યું છે,

    જો ભગવાન ને ઋણ ઉતારવા માટે બીજો જન્મ લેવો પડતો હોય તો આપણે તો કેટલા જન્મ શુધી કોઈ ના ઋણી હસું ને ક્યારે કોના કોના ઋણ પુરા કરશું તેની ખબર નથી. 🙏🏻

बर्तन निर्माता की श्रेष्ठ पहल


बर्तन निर्माता की श्रेष्ठ पहल

ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ.

મારી સાથે બોલે છે ને..? 
એમ પૂછીને પણ એકબીજા 
સાથે બોલતા,🤫

રીસેસમાં ફક્ત લંચ 
બોક્સના નહિ, 
આપણે લાગણીઓના 
ઢાંકણાં પણ ખોલતા.😉

કિટ્ટા કર્યા પછી ફરી પાછા 
બોલી જતા, :🤫

એમ ફરી એક વાર 
બોલીએ, 
ચાલ ને યાર, 
એક જૂની નોટબુક ખોલીએ.😉

ચાલુ ક્લાસે 
એકબીજાની સામે જોઈને 
હસતા’તા,😊

કોઈપણ જાતના 
એગ્રીમેન્ટ વગર, 
આપણે એકબીજામાં 
વસતા’તા...🤫

એક વાર મારું હોમવર્ક 
તેં કરી આપ્યું’તું, 🥰

નોટબુકના એ પાનાને મેં 
વાળીને રાખ્યું’તું.🥰

હાંસિયામાં જે દોરેલા, 
એવા સપનાઓના ઘર હશે,

દોસ્ત, 
મારી નોટબુકમાં આજે પણ 
તારા અક્ષર હશે ..🥰

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર 
જ્યાં આપણા આંસુઓ 
કોઈ લૂછતું’તું, 🥰

એકલા ઉભા રહીને 
શું વાત કરો છો..? 
એવું ત્યારે ક્યાં કોઈ 
પૂછતું’તું..? 🥰

ખાનગી વાત કરવા માટે 
સાવ નજીક આવી, 
એક બીજાના કાનમાં 
કશુંક કહેતા’તા ..🥰

ત્યારે ખાનગી કશું જ નહોતું 
અને છતાં ખાનગીમાં 
કહેતા’તા.🥰

હવે, બધું જ ખાનગી છે 
પણ કોની સાથે શેર કરું..? 
નજીકમાં કોઈ કાન નથી ..🥰

દોસ્ત, તું કયા દેશમાં છે..? 
કયા શહેરમાં છે..? 
મને તો એનું પણ ભાન નથી ..🥰

બાકસના ખોખાને 
દોરી બાંધીને 
ટેલીફોનમાં બોલતા, 
એમ ફરી એક વાર 
બોલીએ ..🥰

ચાલ ને યાર, 
એક જૂની નોટબુક ખોલીએ..!!🥰

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?

એક સાયકલમાં
ત્રણ સવારી જતાં,
એક ધક્કો મારે
ને બે બેસતાં,
આજે બધા પાસે
બે બે કાર છે,
પણ
સાથે બેસનાર એ દોસ્ત
કોને ખબર ક્યાં છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

એકનાં ઘરેથી બીજાનાં ઘરે
બોલાવા જતાં,
સાથે મળીને રખડતાં
ભટકતાં નિશાળે જતાં,
આજે
ફેસબુક વોટ્સએપ પર
મિત્રો હજાર છે,
પણ
કોને કોના ઘરનાં
સરનામાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🤥🤥🤥🤥🤥🤥🤥🤥

રમતાં, લડતાં, ઝઘડતાં,
ને સાથે ઘરે જતાં,
કોનો નાસ્તો કોણ કરે
ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવ સ્ટારમાં
જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાનાં કાઢી કહે છે કે
મને તારીખ ક્યાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
😦😦😦😦😦😦😦😦

રોજ સાથે રમતાં વાતો કરતાં,
સમય પ્રત્યે સૌ અજાણ હતાં,
આજે રસ્તામાં,
હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ
તારૂં એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🤫🤫🤫🤫🤫🤫🤫🤫

ત્રણ દિવસ
પતંગને કાના બાંધતાં,
દિવાળી જનમાષ્ટમીની
રાહ જોતાં,
આજે રજાઓમાં
ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે
તહેવારો માણવાનો
ક્યાં ટાઈમ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
😇😇😇😇😇😇😇😇

આઠ આનાની પેપ્સીકોલામાં
અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં
પાંચ જણા દાંત ખાટાં કરતાં,
આજે સુપ સલાડ ને
છપ્પન ભોગ છે,
પણ
ભાગ પડાવનાર
ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🤣🤣🤣🤣🤣🤣🤣🤣

ભેરૂનાં જન્મદિવસનાં
જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં
સમાચારે પણ,
વોટ્સએપમાં
આર.આઈ.પી.
લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા...

ભારતીય ભાષાઓની વર્ણમાળા ..ક ખ ગ ઘ

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ :

ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમુહને કંઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.

ચ છ જ ઝ ઞ - આ પાંચેય તાલવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

ત થ દ ધ ન - આ પાંચના સમુહને દંતવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.

પ ફ બ ભ મ - આ પાંચના સમુહને ઔષ્ઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.

આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ

ઘર વાપસી..

જાગ્યાં અમે ચારેય.. આખી રાત...
ઘડિયાળ, છત, પંખો અને હું...

Facebook ના વળગણમાં..!
Whats App ની પળોજણમાં...!!

Internet ની માયાજાળમાં
ને hardware/software ની ઝંઝાળમાં.

ખોવાઇ છે માણસ જાત તમને મારે શું કરવી એની વાત?

એ Whats App ના ‘Last seen…’માં જોવા મળે છે...
Twitter પર પણ ટોળે વળે છે.
ને Facebook પર on-line મળે છે.
એ જે ખાય, પીયે એ બધું જ સ્ટેટસમાં લખે છે,
ને થોડીક likes, થોડીક comments માટે વલખે છે.
Facebook પર feeling share કરે છે,

એકલો એકલો લીલા-લહેર કરે છે.
એ શ્વાસ પણ Chat box માં લે છે.
ને કપડાં બદલે એમ DP બદલે છે.
પતિ-પત્ની એકબીજાના ચહેરા જોયા કરે છે,
ને એક બીજાના mobile માં કશુંક ફંફોસ્યા કરે છે.

મિત્રોને શેરી નાકે મળવાનું ભુલી ગયો છે.
કોઇક કહે છે કે એને ફેસબુક-વા થયો છે!
એ બસ દર કલાકે selfie પાડી લે છે
એ ઘરમાં નહીં virtual world માં રહે છે.
ક્યાંય અસલ સ્વરૂપે એ જોવા મળે તો કહેજો
એના જ હિતની થોડીક વાતો એને કહેજો

એને કહેજો

સાંજ પડે સમયસર ધરે આવે
થોડોક સમય બાળકો સાથે પણ વિતાવે
Chat box માં ગપ્પાં મારવાનું ટાળે,

થોડોક સમય મા-બાપ સાથે પણ ગાળે.
Facebook ની બધી પોસ્ટ ભલે like કરે,
પત્નીના પણ કોઇક્વાર વખાણ કરે.

એના વિષે કોઇને કશુંજ કહ્યું નથી,
‘ઘર વાપસી’ કરો, હજું મોડું થયું નથી.

આવો ગયું, પધારો ગયું ને નમસ્તે ગયું,

આવો ગયું, પધારો ગયું ને નમસ્તે ગયું,
"હાય" અને "હેલ્લો"ના હાહાકારમા સ્નેહ ભીના શબ્દો ગયા.

મહેમાન ગયા, પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા,
"વેલ કમ" અને "બાય બાય"મા લાગણીઓ તણાઈ ગઈ.

કાકા ગયા, મામા ગયા, માસા અને ફુવા ગયા,
એક અંકલના પેટમાં એ બધા ગરકાવ થયા.

કાકી, મામી, માસી, ફોઈ ને સ્વજનો વિસ્તાર ગયા,
આંટીમા બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો, પંખી વેરવિખેર થયા,
હું ને મારામા બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા, લગ્નના ફટાણા ગયા,
ડીજે ને ડિસ્કોના તાનમાં બધા ગરકાઈ ગયા.

આઈસ્ક્રીમના આડંબરમાં મીઠા ગોળ ને ધાણા ગયા.



લાપસી ગયા, કંસાર ગયા, ખીર અને ખાજા ગયા,
કેકના ચક્કરમાં બધા ફસાઈ ગયા.

 માણસ માંથી માણસાઇ ને સંબંધ ગયા ને કામપૂરતા માત્ર મોબાઈલ નંબર રહી ગયા......🙏

પરિશ્રમ અને સંઘર્ષ...

એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે

"અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ છે. કેમ ? "

બધા વિચારમાં પડી ગયા. કોઇએ એવુ કાંઇ કર્યું નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું. મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે. તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે. 

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘર્ષથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘર્ષ.

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ. યાદ રાખજો, આ વિચાર સંતાન માટે નુકશાનકારક છે .

સંતાન પછી કયાંથી શેકેલો પાપડ પણ ભાંગે !

 સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિમુની ઓ ના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!

આ વિદ્યાર્થીનું લખાણ એના ...

..શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી

 હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ...
 હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

 વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”હીરલ શું થયું? કેમ રડે છે ?”

હીરલ:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે?
“એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું    ગૃહકામ આપ્યું હતું.

વિમલએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

હીરલ:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .
એ વાંચીને મારાથી રડી પડાયું.”

વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :
”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં હીરલએ કહ્યું:

"તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
 એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
 કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
 તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
 ..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

હીરલ નોટમાંથી આ વાંચતી હતી એને વિમલ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે હીરલને પૂછ્યું:
“હીરલ,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?
એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે હીરલએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર કર્તવ્ય... !”

Pray to God..


મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ ..

@ નિરાશાની વાતો કરતી વ્યક્તિ 
     પાસે વધુ વખત ઉભા રહેવું નહિ.

@ તબિયત  ગમે તેટલી ખરાબ  હોય પણ કોઇ પૂછે તો-
પહેલાં કરતાં  ઘણું સારું  છે - તેમ જ કહેવું

@ પાણી પણ લિજ્જતથી પીવું
     જાણે શરબત પીતા હોઇએ

@ ભૂતકાળ ની ભવ્યતાની વાતો
     કોઇને સંભળાવવી  નહિ

@ કોઇ ગપ્પા  મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ.
પણ - મારી સમજણ કંઇક જુદી છે
- તેમ કહેવું

@ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો
ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની  તક આપવી

@ મોડી રાત સુધી કારણ વગર
     ગપ્પાં મારવાથી માનસિક તથા
     આથિઁક દરીદ્રતા આવેછે.

@ મારું નસીબ હવે જોરદાર
    થવાનું છે- તે આશા હંમેશાં
    જીવંત રાખવી

@ હા કે ના થી પતી શકે તેના
     લાંબા  જવાબ ટાળવા

@ સંબંધો કામમાં આવશે
    તેવો ભરોસો રાખવો નહિ

@ દરેક વ્યક્તિના વખાણ કરવાની
     કોઇપણ તક જતી કરવી નહિં

@ કોઇનું પાણી પીવાનું થાય તો-
     તમારા ઘરનું પાણી  બહુ મીઠું છે-
     તેમ આભારવશ  બોલવું

@  દરેકને અંગત સમજીને
     વ્યવહાર  કરવા નહી

@ નુકશાન સહન કરવાની તથા
    પોતાનાને ખોવાની હંમેશા
   માનસિક  તૈયારી સાથે જીવો

(મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ)

આત્મકલ્યાણને માટે સમય..

સંસારના કામોમાંથી સમય કાઢીને આત્મકલ્યાણ કરી લેવું.

 એક આરબ.ઉંટો સાચવવા એક માણસ રાખ્યો. રાત્રે બધા ઉંટ સુઇ જાય પછી તેને સુવાનું.
 પહેલી જ રાત્રીની નોકરી .ઉભેલા ઉંટને બેસાડવા લાગ્યો.થોડા ઉંટ બેસાડ્યા ત્યાં એક ખુણામાં બેઠેલા બે ઉંટ ઉભા થયા.તેમને બેસાડવા ગયો ત્યાં બીજા ખુણામાં ઉંટ ઉભા થયાં.!
આમ, ઉંટને બેસાડતો ગયો ને સાથે સાથે, બીજા છેડે બીજા ઉંટ ઉભા થતાં ગયાં.આખી રાત પસાર થઇ પણ બધા જ ઉંટ ન જ બેઠાં. સુઇ ન શક્યો.   ઉજાગરો થયો.

      બે- ત્રણ રાત્રીઓ આમ જ,ઉટોને બેસાડવામાં જ અને ઉજાગરો કરવામાં ચાલી ગઇ. કંટાળ્યો.
       પછી એની પહેલાં જે ભાઇ અહીં ઉંટ સાચવતો હતો તેને મળ્યો.ને પૂછ્યું કે તમે આખી રાત ઉંટ કેવી રીતે સાચવતા હતા?  બધા ઉંટ બેસતા જ નથી.!!
પેલો જુનો નોકર કહે-ભાઇ બધા ઉંટ બેસી જાય ને પછી તું નિરાંતે સુઇ જાય તે શક્ય જ નથી બનવાનું.ઉંટ ઉભા થયા જ કરશે.

 તો શું કરવું?

પેલો ભાઇ કહે-આરબ શેઠ સુઇ જાય એટલે ઉંટનો વાડો બંધ કરી દેવો અને શેઠની રુમમાં જ, શેઠની પાસે જઇ  સુઇ જવાનું.    જેથી ઉંટોના ગળે બાંધેલી ઘંટડીઓનો અવાજ સંભળાશે નહીં તેથી ઉંઘ પણ સરસ આવશે અને ઉંટ બંધ વાડામાં હોવાથી ભાગી જશે નહીં!!
જીવનમાં પણ વિવિધ કામો- જવાબદારીઓ રહેવાના જ છે. બધાં જ કામોમાંથી નિવૃત્ત થઇ શાંતિથી ભગવાનનું નામ લઇશું- એ શક્ય નથી.ઉંટ ઉભા થયા જ કરશે!!
  આત્મકલ્યાણ માટે જીવનભર સમય-શાંતિ વ. મળવાની જ નથી.
    સંસારના કામો કરવામાં જીવનનો અમુલ્ય સમય ક્યાં પસાર થઇ જશે તે ખબર જ નહીં પડે!!
    અમુલ્ય માનવજીવન પણ પેલા ભાઇની જેમ સંસારમાં ઉભા થતાં વિવિધ પ્રકારનાં ઉંટોને બેસાડવામાં જ ચાલી જશે!!!
  ત્યારે, પેલા જુના નોકરની જેમ,બધું છોડીને,સમય કાઢીને,પ્રભુની પાસે-સાન્નિધ્યમાં જઇને સુઇ જવાની કળા કેળવી લેવાની.
     આત્મકલ્યાણને માટે સમય કાઢવો જ રહ્યો.