હું પણ રિસાયો, અને તું પણ

Husband and wife

હું પણ રિસાયો, અને તું પણ
રિસાયેલી હોઇસ તો મનાવસે કોણ ?

આજે તિરાડ છે,
કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ?

હું પણ ચુપ ને તું પણ ચુપ,
તો આ ખામોશી તોડસે કોણ ?

દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું,
તો આ સબંધ નિભાવશે કોણ ?

દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી,
તો પહેલો હાથ આગળ વધારશે કોણ ?

તું પણ રાજી નથી કે હું પણ નહિ,
તો એક બીજાને માફ કરીને આગળ વધશે કોણ ?

એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં,
તો આ અહંમ ને હરાવશે કોણ ?

કોને જીવન મળ્યું છે સદા માટે, 
તો આ પળમાં એકલા રહેશે કોણ ?

કોઈક દિવસ બેમાં થી એક ની આંખો
હંમેશા માંટે બંધ થઇ ગઈ,
તો પછી પસ્તાવો કરશે કોણ ?

આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ,
ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ ...

એકબીજાની સાથે 
એકબીજાના પ્રેમમાં 
એકબીજાની યાદમાં..

કોણ કહે છે આજે મન મનમાં વેર છે,
સંબંધોની સુવાસ ઠેર ઠેર છે .

સંબંધો તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે.

હાફ સેન્ચુરી

હાફ સેન્ચુરી

——————  

 ડીફેન્સીવ રમી પચાસ પુરા કર્યા,

  હવે ખભા ઉંચકવા છે,

  ચોક્કા છક્કા મારવા છે, 

  હવે જ ખરી મજા છે.

  તનથી થાક્યો છુ જરા,

  મનથી હાર્યો જરાય નથી,

  હવે બમણા ઉમંગથી રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,

  કેટલુ બધુ સહન કર્યુ !

  હવે આ બધુ ગણકારવુ નથી,

  હવે જ ખરી મજા છે.

  આઉઽ થવુ મંજુર છે,

  રીટાર્યડ હર્ટ થવુ નથી,

  ખુમારીથી રમ્યો છુ,ખુમારીથી રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  સેન્ચુરી ભલે ના થાય,

  60,70, કે 80 માં આઉટ ભલે થવાય,

  બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,

  હવે જ ખરી મજા છે.

  ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,

  બાકીનુ હવે ટીમ પર છોડી,

  મારે મારી રીતે રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  સામે ઉભેલો પાર્ટનર,

  છેલ્લે સુધી સાથ આપે.....

  તો એક યાદગાર ઈનીંગ રમવી છે,

  હવે જ ખરી મજા છે.