ક્યારેય ન ફાવ્યું ...

*હ્રદયમાં..રહેલું જીદંગી નું સૌથી વ્હાલું.. સ્પંદન*

*ભીની આંખોથી રડવાનું મને ક્યારેય ના ફાવ્યું,*
*ઉઘાડા એમ પડવાનું મને ક્યારેય ના ફાવ્યું.*

*સહારો લાગણીનો લઈ અને આગળ વધી જાવું,*
*પછી એને કચડવાનું મને ક્યારેય ન ફાવ્યું.*

*કદી આ આંગળી ઝાલી હતી એને જ તરછોડી,*
*શિખર સિદ્ધિના ચડવાનું મને ક્યારેય ના ફાવ્યું.*

*રહું છું મસ્ત મારામાં, નથી પરવા જમાનાની,*
*કોઈને ક્યાંય નડવાનું મને ક્યારેય ના ફાવ્યું.*

*ભલે હું જાત સાથે કેટલા યુદ્ધો કરી લઉં પણ,*
*બીજા સાથે જ લડવાનું મને ક્યારેય ના ફાવ્યું.*

*સ્મરણના ગાઢ જંગલમાં આ જ્યારે જાત ખોવાણી,*
*ફરી ખુદને જ જડવાનું મને ક્યારેય*
*ના ફાવ્યું..*

🙏🙏🙏

માંબાપની મહાનતા

એક શેવરોલે ક્રુઝ કાર ગામને પાદર આવીને ઉભી રહી, પાછળ બીજી ત્રણ ગાડીઓ પણ આવી. ધૂળની ડમરી ઉડી.
ડમરી શમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ પહેરેલો,
લીનનનો શર્ટ પહેરેલો એક આધેડ ઉમરનો માણસ ઉતર્યો.
એનાં હાથમાં મોબાઈલ હતો. કવરેજ નહોતું તોય ફોન લગાડ્યો, મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાંખ્યો પછી સામે આવેલા પાનના ગલ્લાં પાસે જઈને પૂછ્યું કે

“ભવાન કરમશીનું ઘર ક્યાં આવ્યું”

“ત્રણ ભવાન કરમશી છે આ ગામમાં. તમારે કોનું કામ છે?” માવો ચોળતાં ચોળતાં એક યુવાન બોલ્યો.

“એજ ભવાનભાઈ કે જેનો છોકરો કિશોર ડોકટર છે” પેલાએ ખુલાસો કર્યો, અને પેલો તરત જ બોલ્યો,

“એમ કહોને તમારે ભવાન “ભીંડી”ને ત્યાં જવાનું છે.
એક કામ કરો અહીંથી સીધા જાવ, ડાબી બાજુ એક રસ્તો આવશે એની સામે એક મંદિર છે તે ને ત્યાંથી ઉગમણા વળી જાવ એટલે મઢવાળી શેરી આવશે. એ શેરીમાં છેલ્લે એક મકાન આવશે, કલર કર્યા વગરનો એક ખખડધજ ડેલો આવશે..
એ જ ભવાન ભીંડીનું ઘર છે. ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો પણ ભવાન કરમશીનું કોઈને ના પૂછતા પણ ભવાન “ભીંડી” કહેજો તો તરત જ ઘર બતાવી દેશે”
પેલાંએ માવો નાંખ્યો મોઢામાં અને કીધું.

અને પેલી ચાર ગાડીઓ આગળ ગઈ. જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લાંવાળો બોલ્યો.

“આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન “ભીંડી”ને ત્યાં? કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં, બાકી એને ઘરે ભિખારી પણ ના જાય કોઈ દિવસ,
ભિખારી તો શું, કુતરું પણ એના ઘર આગળ ના નીકળે.” બીજો એક બેઠો બેઠો અઠવાડિયા અગાઉની પૂર્તિ વાંચતો હતો, એ બોલ્યો.

“એનાં છોકરા કિશોરને આજ રૂપિયો નાળીયેર દેવા આવ્યાં છે,
બહું મોટી પાર્ટી છે સુરતની, છોકરીય ડોકટર છે,
ભવાનભાઈને હવે તો બખ્ખા છે,
ઘરે બબ્બે ડોકટર, અને ભવાન ભીંડીની કાપવાવાળા હજુ પણ એક સોડાના બે ભાગ કરીને પીવે છે”
પેલો બોલ્યો કે તરત પાનના ગલ્લાંવાળો બોલ્યો.

“ઈ બધુંય આ છોકરો ડોકટર થયોને એનાં પ્રતાપે,
બાકી ભવાન “ભીંડી” ને ત્યાં કોઈ દીકરી દે એ વાતમાં માલ નહિ, ગામમાં એની વેલ્યુ જ નથી.
કોઈને કોઈ દી ચાની રકાબી પાઈ છે??
કોઈ દી સત્યનારાયણની કથા કરી છે?
કોઈ દી દસ રૂપરડીય ફાળામાં લખાવી છે?
આ તો સારા પ્રતાપ એનાં દીકરાના કે એ ડોકટર થઇ ગયો ને સંબંધ થઇ જાશે, બાકી વાતમાં માલ નહિ!!..

અને પેલાં એ પાછો તરત જ જવાબ આપ્યો.
“ છોકરો તો વરસ દિવસ પહેલાં ડોકટર થયો,
એની પહેલાં એણે ત્રણ દીકરીયું પરણાવી એ કોની શાખાથી ??
અરે ભાઈ
એની રહેણીકરણી એવી હોય એમાં ગામ શું કામ બળતરા કરે છે??
એ કોઈને ચા પાતો નથી એમ કોઈની પીતો પણ નથી ને ?
એણે કોઈના પૈસા ખોટા કર્યા ?
એણે કોઈને બુચ માર્યું ક્યારેય ?
બાકી આપણા ગામમાં એક આખી શેરી “બુચ” શેરી છે,
ઈ બધાય જેની જેટલી કેપેસીટી એટલું બુચ મારીમારીને સુરતથી આવતાં રહ્યા છે અને
આહી આવીને જલસા કરે છે અને બધાને ચા પાય..
એને તમે વેલ્યુ કહો છો ?
મને એ નથી સમજાતું કે ગામને ભવાન”ભીંડી’ પર આટલી દાઝ શું કામ છે?”

“ઈ તો અત્યારે છોકરીઓની તાણને એટલે એનાં સંબંધ તો થઇ જાય,
બાપ ગમે એવો ચીકણો હોય તોય દીકરીયુંના સંબંધ તો થઇ જાય,
બાકી, છોકરો પરણાવવો હોય ને તો ગામમાં આબરૂ જોઈએ
બાકી સીતારામની આરતી મારા ભાઈ.
પણ હશે ભાગ્ય ભવાન ભીંડીના કે હવે
“થોરે કેળાં લાગ્યાં છે થોરે કેળા”..  પાનના ગલ્લાંવાળો પણ ગાંજ્યો જાય તેમ નહોતો.
આ પાનનો ગલ્લો એટલે એક જાતની વિશ્વવિદ્યાલય જોઈ લો!!
અહી આખા ગામની વાતું અને અલકમલકના વાવડ તમને સાંભળવા મળે.
અને કાઠીયાવાડમાં જેટલા પાનના ગલ્લાં હશે એટલાં બીજે ક્યાંય નહિ હોય.

‘ભવાન કરમશી’ આ ગામનું એક અફલાતુન પાત્ર!!
જીવન જીવવામાં એટલો ચીકણો કે લોકો એને “ભીંડી” જ કહેતાં અને ભીંડી હોય પણ ચીકણી જ ને!!
એકદમ કટ ગુંદીના ઠળિયા જેવો ચીકણો!!
નાનપણમાં ગરીબી બહુ જોયેલી અને બાપા મર્યા ત્યારે પાંચ વીઘા જમીન જ મૂકી ગયાં હતાં.
અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો,
મોટી ત્રણ દીકરીઓ અને ચોથા ખોળાનો દીકરો કિશોર અને એ પણ હવે ડોકટર હતો.
કિશોરનો સ્વભાવ અને ભવાનનો સ્વભાવ એટલે ઓતર દખણ નો ફેર!!
છોકરો હવે તો મોજ શોખથી રહે અને ભવાન “ભીંડી” એની રીતે જ રહે.
દીકરીઓ પણ એવી જ હતી. સાત સાત ધોરણ ભણીને બધી દીકરીયું ઉઠી ગયેલ અને પછી હીરા ઘસવા બેસી ગયેલ અને એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈની વાત હતી.
ભવાન પાછો હીરાનો કારીગર પણ ખરો.
વીસ વરસની ઉંમરે સુરત ગયેલો. બે વરસ રોકાયેલો. ઘાટ, તળિયા, મથાળા, પેલ વગેરે શીખી ગયેલો પણ
એને સુરતની મોંઘવારી નડી ગયેલ.
પહેલેથી જ કરકસરવાળું જીવન જીવેલો એટલે સુરત ના ફાવ્યું અને આવ્યો પાછો અને સંભાળી ખેતી.
વરસ દિવસમાં મા અને બાપ બેય ગુજરી ગયેલાં અને ઘરમાં એ સાવ એકલો!!
બંને ફઈને સારું હતું પણ એનાં બાપાનો સ્વભાવ પણ ચીકણો જ હતો એટલે એ દાઝ બને ફઈએ રાખી અને કાઈ મદદ ના કરી.
અને ભવાને ક્યારેય સગાસંબંધીને કાંઈ કીધેલું પણ નહિ કે મને મદદ કરો.
બધાં વાટ જોઈને જ બેઠેલા કે
સગપણ વખતે તો ભવાન કયાં જાવાનો!!??
અમારી પાસે તો આવવું જ પડશે ને ?
ત્યારે બધું સંભળાવવું છે!!
પગે લાગે પછી જ એનાં સગપણની વાત આગળ વધારવાની છે!!

અમારા કાઠીયાવાડની એક ખાસિયત છે કે
જેમ લોકો ધન સંઘરે એમ પેઢી દર પેઢી દાઝ પણ સંઘરી રાખવાની
અને પછી જયારે મોકો આવે ને
ત્યારે એક પેઢીથી સાચવી રાખેલી દાઝ બીજી પેઢી પર ઉતારવાની અને એ પણ આ રીતે!!

“તારો બાપ પરણ્યોને ત્યારે એણે અમારું નામ કંકોતરીમાં નહોતું લખ્યું એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું અમને સોખમણ ના થાય?”
અથવા તો

“તારી ફઈ પરણીને ત્યારે હું બે બળદ ગાડા લઈને સરંભડાથી આવ્યો હતો અને ત્રણ દિવસ રોકાયો હતો.
અને તારો બાપ અમારી હંસાના લગ્નમાં સવારે જ આવ્યો અને બપોરે ખાઈને સીધો વેતો પડી ગયો.
આમ વેવાર હાલે ?
જાવ અમે તમારા સીમંતમાં નથી આવવાના,
અમારે પણ આબરૂ હોય કે નહિ.?”

પણ ભવાન કરમશીએ જાતેજ લગ્ન કરી નાંખેલા.  પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતેજ પરણી ગયો. ગામમાં જયારે કંકોતરી વહેંચાઇ ત્યારે જ ખબર પડી કે લે, ભવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે!!
આમ તો એ આખા ગામનાં પ્રસંગમાં જતો,
તનતોડ કામ કરતો એટલે લોકો તો એનાં પ્રસંગમાં આવેલા!!
કોઈક સંબંધી આવેલ કોઈક ના આવેલ,
આવ્યાં એનું સ્વાગત,
ના આવ્યાં એને બીજી વાર કીધેલું પણ નહિ કે કેમ ના આવ્યાં!!??
અને વહુ પણ એને એનાં સ્વભાવ રોખી મળેલી.
એ પણ ગણીગણીને જ ડગલા ભરે!!
કોઈ જાતનું વેરેનટાઈઝ (wear & tare) જ નહિ!!
કોઈ વધારાનો ખર્ચ જ નહિ!! જીવન જ સાદું અને ખેતી કરવાની!!
ઘરે એક ઘંટી રાખેલી હીરાની તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે!!
એની વહુ વસનને પણ હીરા શીખવાડી દીધેલા!!
અને પોતે ઓલરાઉન્ડર ખરોને એટલે ભાવનગર જઈ આવે કાચી રફ લઇ આવે ને પછી પોતેજ ઘાટ કરે, મથાળા મારે, પેલ કાપે, તરખુણીયા કાપે, તળિયા મારે અને એ માલ વેચી આવે!!
ગામની બધી બાયું નવરાત્રીમાં રાસ લે, માતાજીના ગરબા લે ત્યારે વસન અને ભવાન રાતે હીરાની ઘંટી પર પેલ કાપતા હોય!!
ગામમાં કોઈની પાસે ક્યારેય એક રૂપિયો ઉછીનો લીધેલો નહિ કે ક્યારેય કોઈને રૂપિયો દીધેલો નહિ.

ત્રણ છોકરીઓનો જન્મ થયો, ત્રણેય મોટી થઇ. કિશોરનો જન્મ થયો એ મોટો થયો અને પછી કિશોર આગળ ભણતો ગયો.
અને છોકરીઓ સાત પાસ કરીને હીરામાં ઘરે બીજી ઘંટી મૂકી દીધેલી અને આવક વધતી ગયેલી પણ શરીર પર સારું લૂગડું ના પહેરે!!
કથામાં જાય પણ ઘરે કથા નહિ!!
છોકરીઓ પરણાવી!!
સારો એવો કરિયાવર કર્યો!!

બીજી છોકરીનાં લગ્ન થયા ત્યારે આખા ગામે નક્કી કર્યું કે આપણે કામ કરવા નથી જાવું!!
બધાયે બહાના કાઢવા કે અમારે અમુક જગ્યાએ જાવાનું છે.
આ વખતે ગમે એ થાય પણ ભવાનને પછાડી તો દેવાનો છે !!
એ આપણે પગે પડવો જોઈએ અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવમંદિર છે ત્યાં શિવમહાપુરાણ થવાનું છે તે એક દિવસની રસોઈ આપ તો જ અમે કામ કરીશું.
આમ ગામલોકોએ એની પાસે પરાણે દાન કરાવવાનું નક્કી કરેલ.
પણ કોણ જાણે ભવાનને એની ખબર પડી ગયેલી એટલે
આખું રસોડું એણે એક રાંધવાવાળી ગેંગને આપી દીધેલું!!
આ કેટરર્સ શબ્દ તો ગામડામાં પછી આવેલો.
શરૂઆતમાં સુરતથી ગેંગ આવતી ઈ બધું જ કરે!!
તે ગામ જોઈ જ રહેલું!!
જાન આવી, વરઘોડો ચડ્યો,  જાન જમી ગઈ પછી
ગામ જમવાના આવ્યું.
એને એમ કે ભવાન આવીને બધાને વિનવણી કરશે.  બપોરના બે થવા આવ્યા પણ તોય ભવાન ના આવ્યો કે ના સમાચાર આવ્યા.
અને બધાને લાગી હતી ભૂખ એટલે પછી ગામ જાય ક્યાં ??
દિવેલ પીધેલ મોઢે જમવા આવ્યાં.
ભૂખ થોડી સગી થાય!!
બધાં મને કમને જમ્યા પણ ખરા!!
પણ મનની મનમાં રહી ગઈ!!

ત્રીજી છોકરી પણ પરણાવી. એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું!! કંકોતરીમાં લખ્યું કે
“ચાંદલાપ્રથા બંધ છે”..
ગામ પાછું સમસમીને જોઈ રહ્યું અને પછી બધાએ નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ. પણ આવા ચીકણા ભીંડા ને ત્યાં કોણ દીકરી દેશે!!??
ગમે એમ થાય પણ સંબંધ થવા દેવો જ નથી!!

કાઠીયાવાડની બીજી ખાસિયત કે
કોઈ છોકરાનો સંબંધ થાય ને તોય અમુકને પેટમાં દુખે.

ગામને પાદર કોઈ પરગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે!

“કયું ગામ??
ઓહ માલપરા?
એમને ?
તે, મગન આતાને ત્યાં આવ્યા હતાં એમને ?
સાચું ભાઈ સાચું.
એના દીકરાના દીકરાનો સંબંધ જોવા આવ્યા હતાં નહિ?..
કરો કરો સંબંધ.
માણસ અને ખોરડું સારું જ છે.
એનો દીકરો લગભગ વરસ દિવસ પહેલા ઉધનામાંથી પકડાયો હતો.
કઈક લફરું હતું પણ પછી તો બે મહિના જેલમાં રહીને છૂટી ગયો.
પૈસા ખરાને ?
એટલે ઘર અને છોકરો વરી જાય !!
આમ માણસ અને ખોરડું સારું!!
તમતમારે વેવિશાળ કરો?”..
આવું કહીને થયેલાં સંબંધ તોડાવી નાંખનાર સ્પેશ્યલ માણસો ગામેગામ હોય છે.

કિશોર ભણ્યે હોંશિયાર.
દસ ભણીને એણે સાયંસ રાખ્યું અને વલ્લભવિદ્યાનગર મુક્યો અને સાયન્સમાં થયો પાસ!!
પણ સરકારી મેડીકલ કોલેજમાં ચાર ગુણ ઘટ્યા અને હવે ખાનગી મેડીકલમાં તો ઘણાં બધાં ડોનેશનમાં દેવા પડે અને ઈ પણ
મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં જાવું પડે.
ભવાને હિસાબ માંડ્યો, વરસોની બચત કાઢી પણ તોય ચારેક લાખ ઘટતા હતાં!!
ક્યાંથી લાવવા!!?
જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો નહોતો કે નહોતી કરી કોઈને મદદ!!
હવે શું કરવું??
સાંજે બેઠા બેઠા વાત કરી કિશોરે.

“બાપા એમ કરોને,
જમીન વેચી નાંખો અને આમેય હું ડોકટર થયા પછી તમારે તો જલસા જ છે ને”?

“શું બોલ્યો ? જમીન વેચવી એમ?, પછી મારે ખાવું શું??
કાલ ઉઠીને તું તારૂ કરી ખા તો મારે ને તારી બાને જવું ક્યાં??
એટલે એ વાત તો કરતો જ નહિ.
તું આયુર્વેદિકમાં જતો રહે.  એમાં તો તને મળી જ જાય છે.
ને, ખર્ચો પણ ઓછો”
ભવાને વાત કરી,
અને કિશોર ઉકળી ગયો.

“થાવું તો એમબીબીએસ જ બાકી તમે કહો તો હીરા ઘસવા છે.
મારે ભણવું જ નથી.
ચાલો વાત પૂરી”
કિશોરે મોઢું બગાડીને કહ્યું.

“આટલું બધું ભણાવ્યો અને હવે કહે નથી ભણવું..
તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું કામ??
પૈસા ઝાડ પર ઉગે છે?
હજુ તો કમાતા નથી શીખ્યા અને સામું બોલો છો?
પૈસા કેમ પેદા થાય એ બેટા માર્કેટમાં આવોને તો ખબર પડે ખબર?”
ભવાન પણ ધગી ગયો અને પછી કિશોર બોલ્યો!!
ઈ જે બોલ્યો એનાથી ભવાન સ્તબ્ધ થઇ ગયો..

“અત્યાર સુધી ગામને હું ગાંડું  ગણતો હતો પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો!!
તમને બધા ભવાન ભીંડી કહે એ બરાબર છે!!
એકદમ ચીકણી ભીંડી જેવા છો.
પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી!!
મરોને ત્યારે બધું સાથે લેતા જજો”. .
બોલી તો ગયો કિશોર પણ પછી પસ્તાણો..
એની બાપની આંખમાં આંસુ હતાં,
જીવનમાં પહેલી વાર આંસુ હતાં!!
વસન પણ સાંભળતી હતી એ કશું બોલી નહિ!!
એ બધું જ દુઃખ પી ગઈ.
થોડીવાર પછી ભવાન બોલ્યો.

“જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે,
હું ક્યાય જાત્રાએ પણ નથી ગયો,
કોઈ દિવસ સારું લૂગડું પણ નથી પહેર્યું અને
બધું છોકરા માટે જ કર્યું છે..
તોય કદાચ ગામ સાચું હોય પણ ખરું કારણ કે
આજ મારું લોહી જ બોલે અને પોતાનું લોહી ખોટું તો બોલે જ નહિ”
સૌ સ્તબ્ધ થઇ ગયાં.

સવારે ભવાન ઉભો થયો કિશોરને કીધું કે

“એક જગ્યાએ જાવ છું. તું ચિંતા કરતો નહિ.
તને મેડીકલમાં એડમીશન મળી જાશે એ પાકું, જા.
પૈસા લઈને જ આવીશ જા. બસ હવે ખુશ ?
ને કદાચ ચારપાંચ દિવસ પછી પણ આવું પણ પૈસા લઈને જ આવીશ”.
કિશોરે માફી માંગી અને કીધું કે મારે આવું ના બોલવું જોઈએ પણ બોલાઇ ગયું.
શું થાય.

ભવાન ગયો. ચાર દિવસ પછી આવ્યો. સાથે ઘટતાં ચાર લાખ રૂપિયા હતાં.
એડમીશન મળી ગયું.
કિશોર ખુશ!!
ગામમાંથી પહેલો ડોકટર બની રહ્યો હતો!!
ગામ પહેલેથી આભું જ હતું!! આજ વધારે આભું બની ગયું!!
આટલા બધાં રૂપિયા કાઢ્યા ક્યાંથી ભવાન “ભીંડી” એ? પાછી વાતો થઇ.

“જીવન આખું ગરીબની જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ ને?

“આખી જીંદગી બળતરા કરીને પૈસો ભેગો કર્યો છે આવા પૈસાને શું ધોઈ પીવો?”

“પણ જોજો, છોકરો ઉડાડી દેવાનો,
ડોકટર થાશે એટલી વાર છે.
ઈ ભવાનને ભેગા ના રાખે,  અને આ ક્યાય ટકે એવો નથી.
એકદમ ફેવિકોલ!!
ફેવિકોલ તો ઓછો ચીકણો હોય આ તો ફેવીક્વિક છે ફેવીકવિક !!

વસને પણ એક વાર પૂછેલું કે

“આટલા બધાં પૈસા તમે કોની પાસેથી લાવ્યાં છો, મને તો કહો”
અને ભવાને જવાબ આપેલો.
“હવે બેહ છાનીમાની. તને ના ખબર પડે આમાં” ..
અને પછી વસને કોઈ દિવસ પૂછેલું પણ નહિ.
ઈ વખતમાં બાયું પણ એવી કે
તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે…!!! આજના જેવી બાયું તો નહિ જ એ વખતે!!

કિશોર ડોકટર બની ગયો!!

સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ પણ થઇ ગયો!!
અને તમે ભણવા જાવ મેડીકલમાં એટલે તમને પ્રેમ પહેલાં થાય અને પછી ડોકટર થવાય !!
એક કારણ એ પણ ખરું કે
ધોરણ બાર સાયન્સમાં ખુબ ઉંચી ટકાવારી લાવવી પડે. એટલે લગભગ બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ ઈચ્છા દબાવીને બેઠા હોય,  તનતોડ મહેનત કરીને જયારે મેડીકલમાં જાય એટલે વરસોથી દબાવેલી પ્રેમઝંખના તરત જ જાગી ઉઠે ને પછી એ લોકો સીધાજ પ્રેમમાં ઝંપલાવે!!
ઉંધે કાંધ ઝંપલાવે!!!

સંગીતાના પિતા સુરતમાં મોટા વેપારી,
એને પણ કિશોર ગમી ગયો!!
ભવાન પાસે વાત આવી.
એ પણ રાજી થઇ ગયો!!
એ સુરત જઈને નક્કી કરી આવ્યો!!

તે..
આજ ચાર ગાડીઓ આવી હતી રૂપિયો નાળીયેર દેવા!!
આમ તો એની કાઈ જરૂર જ નહોતી ને કારણ કે
વરસ દિવસથી કિશોર અને સંગીતા સાથે દવાખાનું ચલાવતાતા. સંગીતાના પાપાએ સરસ મજાનું દવાખાનું કરી દીધેલું.
એક સરસ મજાનો બંગલો લઇ દીધેલો અને એ પણ વેડરોડ પર.
કિશોરકુમાર માથે સસરાજી ધનપતરાયના ચારેય હાથ હતાં!!
એકની એક દીકરી હતી!!
દીકરો હતો નહિ એને જે જોઈતો હતો એ જમાઈ મળી ગયો હતો.!!
પછી તો સુરત લગ્ન ગોઠવણા ફાર્મ હાઉસમાં.
બધો જ ખર્ચ ધનપતરાય કરવાના હતાં!!
ભવાને આખા ગામમાં કંકોતરી વેચી હતી અને એ પણ સાગમટે!!
ભવાન પણ લાગ જોઇને સોગઠી મારતો હતો
ને અમુકને કહેતો હતો.
“જો સુરત લગ્ન છે.
ફાર્મ હાઉસમાં છે.
બધાએ આવવાનું છે.
સાગમટે આવવાનું છે.
ઈ એટલાં માટે કે
તમને બધાને આવા લગ્ન જોવા મળે ને કે ના મળે !!

જુઓ આ ૫૦૦ રૂપિયાની કંકોતરી છે!!
વેવાઈનો જ ખરચો છે અને વેવાઈએ કીધું છે  કે
આખું ગામ આવવું જોઈએ.
ટિકિટભાડાના પૈસા પણ વેવાઈ આપવાના છે,
જો, કોઈને વેત નો હોય તો કેજો એમ વેવાઈ કહેતા હતાં હતાં,
આવજો જરૂર,
ત્રણ દિવસનો જલસો છે જલસો
અને મારે આ છેલ્લો પ્રસંગ,
અને હા
ચાંદલા પ્રથા તો બંધ છે”

ગામ વળી પાછું આભું બની ગયું!!
ભવાન ભીંડી એક એક પછી એક કુકરી એવી જ રીતે ચાલતો કે ગામને આભું બનવું જ પડતું .
હવે,  ઘણાંએ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે
ડોકટરનું કામ પડે ને ?
એટલે અમુક તો કેમ છો “ભવાનકાકા” એમ પણ કહેવા માંડ્યા!!
પ્રસંગ પતાવ્યો.
ધામધૂમથી પતાવ્યો. અઠવાડિયું ભવાન અને વસન રહ્યા વહુ પાસે!!
સંગીતા એકદમ મોડર્ન અને વસન સાવ દેશી તોય એને તકલીફ ના પડી પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો.

બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે
“આ ચારહજારનું બિલ આ ચાર જણાનું ? આ ના પોસાય, આની કરતાં ઘરે બનાવીને ખવાય. તમે તો બંને ડોકટર. બહારનું ખાવાની દર્દીને ના પાડો છો અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ”

“ઘરમાં એક ટીવી તો છે પછી રૂમે રૂમે શું કામ ટીવી”?

“આ પીઝા અને ઢોસા કરતાં બાજરાના રોટલાં સારા. દેશી ખોરાક ઈ દેશી ખોરાક.. સારો”

શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં ના લીધું પછી એક દિવસ કિશોરે કીધું કે

“બાપુજી તમારે મૂંગા રહેવાનું. જે થાય ઈ જોવાનું,
હવે ઈ જમાના ગયાં, તમે જે રીતે જીવતાં એ રીતે હવે કોઈ ના જીવી શકે”

“પણ હું એમ કહું છું પૈસા બગાડો નહિ, ભેગા કરો.
જરૂર હોય ત્યાં વાપરો એની ના નહિ પણ વેડફો નહિ, આતો પૈસા પણ બગડે અને શરીર પણ બગડે” ભવાને કીધું પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો.
પછી તો ભવાન એકાદ મહીનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં.
પણ પછી તો ગામડામાં જ રહી ગયાં.
ખેતી આપી દીધી હતી ભાગીયાને અને હવે કર રહ્યા નહોતા.
વસન અને ભવાન ઘરે જ હોય.
કિશોરે ઘરે એસી મુકાવેલું, એક ગાડી લઇ દીધેલી પણ વાપરે કોણ ?
પેટ્રોલ બળે ને!! ?
ઉનાળામાં ઘડીક એસી શરુ કરે ને પછી બંધ.
તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું!!
એક મોટું ટીવી અને ડીશ પણ ગોઠવી દીધેલ!!
પણ તોય એ શરુ ના કરે કારણકે પાવર બળેને!!?
આમને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર!!
તાવ આવ્યો ને ચાર દિવસ સુધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ઘરી ગયો મગજ સુધી, તે, રાતોરાત છોકરો આવ્યો.
લઇ ગયાં સુરત અને વસનને ખીજાણો પણ ખરો.

“બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો?
મને પહેલાં વાત કરી હોત તો, હું તરત આવી જાતને?,
હું કાઈ પારકો છું? અને અહી રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યાં સિવાય ચાલે નહિ અને છેક રામાવતારનું કાઢે કે આમ હતું ને તેમ હતું, આમ હોય ને તેમ હોય”.

કિશોરે ભવાનને પોતાની હોસ્પીટલમાં દાખલ કર્યો.
તાવ મગજમાં ઘુસી ગયો હતો.
રીપોર્ટ કરાવ્યા, આખા શરીરનું ચેક અપ કરી નાખ્યું.
સાંજે રીપોર્ટ આવવાના હતાં.
પાંચ વાગ્યા ને ભવાનભાઈએ આંખો ખોલી.

દીકરો બોલ્યો.
“જુઓ પાપા હવે હું હાથ જોડું છું.
કાઈ બોલવાનું નથી અને આહી જ રહેવાનું છે
નહીતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ.
બાકી હવે ખોરાક લેવાનો છે આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે,
એ જમીન છે ને ત્યાં ભાગીયો વાવશે બાકી તમારે ક્યાંય જવાનું નથી”

ભવાન બોલ્યો..
“ઠીક છે પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું અને આમેય મારું બોર્ડ હવે પૂરું થાવામાં છે “
આવી વાત થતી હતી ત્યાં જ રીપોર્ટ લઈને નર્સ આવી.
આખા શરીરના ફોટા અને તમામ રીપોર્ટસ હતાં.
એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ.
એ રાડ પાડીને બોલી.

“કિશોર આ જુઓ તો“..
કિશોરે એક્ષરે જોયો અને બોલ્યો.

“ બાપુજી તમારે એક જ કિડની છે??
એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે.
કોણે કાઢી લીધી તમને ખબર છે”???  આમ કેમ ?

“ હા બેટા, તારે પૈસા ઘટતા તા ને, ઈ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો કિડની વેચીને ચાર લાખ લાવેલ,
તારી માને મેં વાત નથી કરી અને વાત શું કામ કરવાની!!??
દીકરા માટે માંબાપ કિડની તો શું આખે આખા વેચાય જાય!!
તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા!!
ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતાં પૈસા!!
પછી તો આજ ઉપાય હતો!!
આ તો વળી ફોટા પાડ્યાને તને ખબર પડી બાકી હું નોતો કહેવાનો!!
એટલે જ હું કહું છું કે પૈસા ભેગા કરજો.
ક્યારેક કામ લાગે”
ભવાન કરમશી બોલતો હતો !!
અને વસન,  કિશોર અને સંગીતા સંભાળતા હતાં.

કિશોરના હાથમાંથી રીપોર્ટસ પડી ગયાં હતાં,
આજ બાપને એને એક વખત “ભીંડી” કહ્યો હતો.

અને એ સાંજે ભવાન અવસાન પામ્યો.

કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો.
ભીની આંખે સહુ એની સ્મશાન યાત્રામાં જોડાયા.

અને આ બાજુ
ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે.
ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભડના દીકરાએ કિડની વેચી હતી પણ કોઈની પાસે માંગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહિ ત્યારે
ગામ છેલ્લી વાર આભું બની ગયું હતું!!!
આ વખતે ગામ આભું તો હતું જ પણ
આખા ગામની આંખમાં આંસુ પણ હતાં.
અને
વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું.

ઘણી વખત
*માંબાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જયારે બહુજ મોડું થઇ ગયું હોય છે.*
Courtesy:

Start building your Heavenly account.

A   multi  *millionaire*  was travelling in his car.

On the  way,  he  was  listening  to  a  Satsang of a certain religious Saint.

The  Saint  was  preaching that,  *everyone  in the  world is after  money  only. But they are ignorant  that  they  cannot take their money with them  after  their death.  But Still they  are  after money  only  and  do  whatever  possible  ways  to get the  money*

The millionaire  got annoyed  of  his  statement.

He said to himself  that  since  the  Saint  has  no  money  with  him,  he  is  giving   a Lecture  like  this. 

The next day, the  millionaire  called   all  his  employees  and  advised  them  to  give  him  an  idea  so  that  he  can  take  all  his  wealth  alongwith  him  after his   death. 

Every  one  thought  that their  boss  has  gone mad   and tried to avoid  him. 

Days  passed by. 
Suddenly  one day a stranger  approached  the  millionaire  and  informed  him  that  he had heard about his query & he has  one brilliant idea.

The  millionaire could  not  believe  his  ears  as  everyone  has  declared  him  "Mad".

The  millionaire  was  very  eager  to  hear  his  idea.

The  stranger first  asked  him  whether  he  had  travelled abroad?

The  millionaire  said  that  he  had  visited  almost  all  countries.

Then  the  stranger  asked  him  what  he  had  done  when  he  went  to  *USA*?

The millionaire  said  that  he  had  converted  the  Indian  rupees  into  *American dollars* and went  to  USA. 

The  stranger  again  asked  him,  what  he  had  done  when  he  went  to  *UK* ?

The  millionaire replied that  he  had  converted  Indian  rupees  into  *Pounds Sterling*  and  went  to  England. 

The  stranger  asked  him  why  he  did  all  this?
The  millionaire  laughed  and  told  the  stranger  that  *our  Indian  rupees  have  no  value  in  USA  and  in  England*. 

The  stranger  replied  that  you  are very  correct and  continued. 
Mr. Millionaire,  now *you  want  to  go  to  the  Heaven  world  after  your  death, correct?*. 
Well, in  the  *Heaven*  world,  the  name of  the  currency  is *punnya*
So  you  convert  your  entire  Indian rupees into  the  currency  of  *Punnya*  so  that  you  can  spend  very  happily  there  after  your  death. 
The  rich  man  was   convinced and very happy  to  hear  his  idea and  started  doing  *Dharma* (charity - helping the needy without expecting anything in return😉)🙏🏼

So, *GO FOR IT!  Start building your Heavenly account.
Namh shivay