કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો?

*મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ*

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ?
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

~ *મૌલિક જગદીશ ત્રિવેદી*

જિંદગી જીવતા શીખ્યો છું

એક ડોક્ટર હતા..
હંમેશાં ખુશ રહે..

એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે
તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?

ડોક્ટરે જવાબ આપ્યો કે, મારી દવા ઉપરથી હું
જિંદગી જીવતા શીખ્યો છું !

દવા ખાઈને નહીં પણ
દવા પાછળનું તાત્પર્ય સમજીને!

ડોક્ટરે મતલબ સમજાવ્યો કે, આપણા મોઢામાં ચોકલેટ
હોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને
દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે
ઉતારી દઈએ છીએ..

બસ આવું જ જિંદગીનું છે !

ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે
ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને
ચગળ્યા રાખવાનુ...!!!

📢 Superb Attitude for Life!
👌👌👌👌

प्रतिक्रिया करना जरूरी है?

વાંચવા યોગ્ય.....

एक बार एक इंटरव्यू में *नसीरुद्दीन शाह* ने कहा कि *अमिताभ बच्चन* का सार्थक सिनेमा में खास योगदान नहीं रहा क्योंकि वो विशुद्ध *व्यावसायिक अभिनेता* हैं।

इसके बाद एक पत्रकार ने *अमिताभ बच्चन* को यह बात बताई और उनकी प्रतिक्रिया चाही।

बच्चन ने कहा" जब *नसीरुद्दीन शाह* के जैसा *अंतर राष्ट्रीय अभिनेता कुछ कहता है तो आत्म मंथन करना चाहिये,प्रतिक्रिया नहीं देना चाहिये*"

एक दफा *गुलज़ार* से किसी ने उनके पांच सबसे पसंदीदा गीतकारों के नाम पूछे।

*गुलज़ार* ने पांच गीतकार गिनवा दिये, उसमे *जावेद अख्तर* का नाम नहीं था।

फिर क्या था एक पत्रकार ने ये बात *जावेद अख्तर* को बताई और प्रतिक्रिया चाही।

जावेद अख्तर ने कहा *"इस बात पर बस मैं ये कह सकता हूँ कि गुलज़ार साहब की लिस्ट में जगह पाने के लिए मुझे अभी और मेहनत करना होगा  "*

_*बोलना और प्रतिक्रिया करना जरूरी है लेकिन संयम और सभ्यता का दामन नहीं छूटना चाहिये।*_

ये ही सहिष्णुता है।

😊

"મેં હું ના...

હું સવાર ના છાપું વાંચી રહયો હતો...ત્યાં..રસોડામાંથી મધુર અવાજ પત્નીનો સાંભળ્યો...

એ ય ! સાંભળો છો..
ચ્હા-નાસ્તો તૈયાર છે.

મારા દરેક કામ પડતા મૂકી તેનો સુરીલો અવાજ સાંભળવા નો લ્હાવો હું ચુકતો નથી ...

આ .એજ અવાજ..છે જયારે લગ્ન થયા હતા..

અને આજે ૬૧ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા....

આ એજ ધર્મપત્ની છે...જેની સાથે ૩૨ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો.પણ એ હથિયાર કદી નીચે ના મુકતી...

જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી હું જોઈ રહ્યો છું....તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું..

ઘડપણ..આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય. સમજ શક્તિ ખીલતી જાય  પહેલાં ..નાની.. નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા આજે.. દલીલો..ને હસવામાં કાઢી નાખીએ છીએ..
કારણ ...સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે...

એક કારણ  ઉમરનું પણ છે...સતત એક બીજા ને બીક લાગે છે... કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી..
બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ .

પતિ...પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા કરતા હારવામાં  મજા આવતી જાય...દલીલ કરવા કરતાં..મૌન રહેવામા મજા આવતી જાય... જેમ..જેમ એક બીજા ના શરીર પ્રત્યે ના આકર્ષણ ઓછું થતું જાય અને પ્રભુ પ્રત્યે ..નું આકર્ષણ વધતું જાય...

સમજી જાવ..કે.ઘડપણ બારણે આવી ગયુ છે....

જે લોકો ઘડપણમા ફક્ત રૂપિયાનુંજ આયોજન કરે છે....તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજા ને કરે છે...
તેઓ ઘડપણ મા મંદિર કે બાગ બગીચા મા જવાનુ આયોજન નથી કરતા ..પણ બેંક મા પાસ બુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે...
તેમની જીંદગી બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે...

રૂપિયા એકલા માનસિક શાંતિનું કારણ નથી....ઘણી વાર રૂપિયા પણ અશાંતિ નું કારણ બનતું હોય છે..

ઘડપણમાં લેવા કરતા છોડવાની ભાવના ,કટાક્ષ કરવા  કરતા પ્રેમ ની ભાષા... સંતાન હોય કે સમાજ ..પૂછે એટલા નો જ જવાબ.. આપતા થશો ત્યારે ઘડપણ ની શોભા વધી જશે..

તમારી નિખાલસતા ,આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય..એ તમારી ઘડપણ ની પહેચાન છે...

મેં છાપામા ધ્યાન કેન્દ્રિત કર્યું..ત્યાં જ દીકરીનો ફોન આવ્યો.....સેવા પુરી થઈ ગઇ હતી....પત્નીએ પોતે બનાવેલ  સિદ્ધાંતો મુજબ હસી -ખુશી..ની વાતો.. કરવાની
કોઈ ની પંચાત સાંભળવાની નહીં ..કે પોતે કરવાની નહી..તબિયતની પુછા કરી...પછી..ફોન મને આપ્યો.

મે સ્વભાવ મુજબ સહેલી શિખામણ આપી..કીધુ બેટા ઘણા દિવસથી તુંનથી આવી ..તારો ઘરે કયારે આવવાનો પ્રોગ્રામ છે...?

દીકરી કહે ...તમારા જમાઈને પૂછીને કહીશ...સારું બેટા.... જય શ્રી ક્રિષ્ના... કહી મે ફોન મૂકી દીધો....

પત્ની કહે... તમે પણ શું ?એને આવવું હશે ત્યારે  આવશે... હવે પૂછવાનું બંધ કરી દો... એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તી માં જીવે છે તો આપણે.. તે લોકોને યાદ કરી આપણો વર્તમાન શું કામ બગાડવો  ?...
લાગણી માટે યાચક ના થવાય..સમજ્યા...

પત્ની હસતા હસતા બોલી..મારા જેવું રાખો..
"આવો તો પણ સારું..ના આવો  તો પણ સારું..
તમારું સ્મરણ તે તમારા થી પ્યારું.."...

પંખી ને પાંખો આવે એટલે ઉડે ...ઉડવા દો ...કોઈ દિવસ માળો યાદ આવશે ત્યારે આવશે...
પણ ત્યારે માળો ખાલી હશે...
પત્નીની આંખમા પાણી હતા...પણ જીંદગી જીવવાની જડ્ડી બુટ્ટી તેણે શોધી લીધી હતી...

તરત જ મન મક્કમ કરી બોલી લો ચા પીવો..અને નાહી લો...આજે શ્રાવણ મહિના નો સોમવાર  છે...મંદિરે જવાનું છે..

પાંચ મિનિટ બેસ ..ને
મેં હસતા.. હસતા કીધું ,
માલિકી હક્કની અસર છે આ બધી..
પત્ની કહે કંઈ સમજાયું નહીં..
મેં કીધું..તું પહેલા મને કહે... દીકરી ના લગ્ન થાય એટલે માલિકી હક્ક કોનો..માં બાપ નો કે જમાઈનો ?

પત્ની કહે...હસતા..હસતા બોલી..આમ વિક્રમ.. વેતાલ  જેવા સવાલ ના કરો..જે હોય તે સીધે સીધું કહો..

આનો મતલબ...પોતાની રીતે નિર્ણય લેવા પૂરતો પણ  સક્ષમ નથી....બધું પત્ની ને પૂછી ને...

એક માઁ બાપ જ  દુનિયા મા એવા છે..કે તે કદી પોતાના સંતાન ની ખોડ..ખાપણ..ને નજર અંદાજ કરી અવિરત પ્રેમ કરે છે...

અરે , તમોને સવાર..સવારમાં થઈ શુ ગયું છે..? પત્ની બોલી..

પત્ની તેં તારી લાગણીઓને દબાવી દીધી છે...અને હું વ્યક્ત કરું છું...ફરક એટલો જ છે..
બાકી બન્ને ની વેદના એક સરખી જ છે..

જો ...અપેક્ષા દુઃખો ની જનેતા છે....છોડ ને ..આ બધું...સવાર..સવાર માં
મારા તરફ થી ફરિયાદ હોય તો કહે...પત્ની બોલી

તારી વાત તો  સાચી છે..એકલા..છીએ  એટલે જ શાંતિ છે....રોજ.. રોજ.. દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતાં એકલા રેહવું સારું...આપણી જરૂરિયાત પણ કેટલી.... રોજ કિલો શાક સમારી ને આપો ,તો પણ વહુ તો એમજ કે ..ઘરડા માણસથી કામ શું થાય ?

ગઈ કાલે દીકરીનો પણ ફોન હતો..તે પણ રજાની મુશ્કેલી છે...જમાઇ રાજ પણ આવું જ  કેહતા હતા...

પત્ની કહે ..બધાય  પ્રવૃતિશીલ છે અને આપણે બન્ને જ નવરા... છીયે...
દીકરાને વહુ લઈ ગઈ...
અને દીકરી ને જમાઇ રાજ...
આપણે તો હતા ત્યાં ને ત્યાં..

ચલ આજે.. મૂડ નથી પિકચર જોવા જઈએ...
કયું પિકચર જોવું છે...પત્ની બોલી.

ચલ હવે ટેકો કર.. તો ઉભો થઇ શકીશ.... આ પગ પણ..

પત્ની ભેટી પડી...એટલું જ બોલી"
"મેં હું ના"
હું ફરીથી જાણે ૨૫ વર્ષ નો નવ જુવાન થઈ ગયો... તેવી તાકાત તેના શબ્દોએ મને આપી દીધી..

इक मन था मेरे पास वो, अब खोने लगा है पाकर तुझे ...
तुम हो जहाँ, साजन, मेरी दुनिया है वहीं पे दिन रात ... मेरे प्यार भरे सपने, कहीं कोई न छीन ले...

બધા વડીલમિત્રોને સમર્પિત..

સસરા એ શું જવાબ આપ્યો

સસરા એ શું જવાબ આપ્યો
જરૂર વાંચજો ....
એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.
યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, " હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ? "
પત્નિએ કહ્યુ, " તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે.
બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું"
પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, " તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? " છોકરાની મમ્મી બોલી, " ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે."
છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ,
" ગાંડી કોઇ બીજાની દિકરી
"પુરેપુરી આપણી થઇ જતી હોય" તો પછી "આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો" થાય
એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય ?"
મિત્રો,
એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી,
માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય.
ગમે તો શેર જરૂર કરજો !

*જીવનના સાત પગલા

*જીવનના સાત પગલા*
"""""""""""""""""""""""""""""
🎯
(૧) *જન્મ....*
      એક અણમોલ સોગાદ છે,
      જે ભગવાનની ભેટ છે...
🎯
(૨) બચપણ
      મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
     જે ડુબી શક્યો તે તરી ગયો છે...
🎯
(૩) *તરુણાવસ્થા...*
     કાંઇ વિચારો, કાંઇ આશાઓનો પહાડ છે
     મેળવવાની અનહદ આશા અને
     લુટવાની તમન્ના છે.
     તરુણાવસ્થા એટલે તરવરાટ,
     થનગનાટ...
     અને અનેક નવી મૂંઝવણો...
🎯
(૪) *યુવાવસ્થા...*
      બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...
      તેમા જોશ છે, ઝનુન છે,
      ફના થવાની
      ઉમ્મીદો ..અને કુરબાન
      થવાની આશા છે.
🎯
(૫) *પ્રૌઢાવસ્થા...*
       ખુદને માટે કશુ ન વિચારતા...
       બીજા માટે કરી છુટવાની ખુશી છે.
       કુટુંબ માટે કંઇ કરી છુટવાની
      જીજીવિશા છે.
🎯
  (૬) *ઘડપણ...*   
        વિતેલા જીવનના સરવાળા
        બાદબાકી છે,
        જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...
🎯
૭) *મરણ...*
     જીદગીની કિતાબના પાના ખુલ્લા
     થશે...
     નાડીએ નાડીએ કર્મ તૂટશે..
     પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...
     ધર્મ-કર્મનો હિસાબ થશે...
     સ્વર્ગ-નરકનો માર્ગ થશે....
     પોતાનાનો પ્યાર છુટશે....
                અને... 
     સાત પગલા પુરા થશે.....
               
    *માટે.. સાત પગલાની...*
    *પાણી પહેલા પાળ બાંધો...*
🎯
(૧) જીદગીને કોઇપણ જાતની શરત
       વગર પ્રેમ કરો.
🎯
(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે
      ચોકીદાર  છો,  
      માલીક નથી!
🎯
(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...
      તે ..  પોતે જ... ચાલાક છે...!
      પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે
       ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ
       આવી જાય
       છે! માટે તમારી હોશીયારી તમારી
       પાસે રાખો!
🎯
(૪) જો તમને...
      પહેરવા કપડા, રહેવા ઘર અને..
      બે ટાઇમ અન્ન મળતું હોય તો...
      ઉપરવાળાનો આભાર માનજો..
      તમારાથી બીજા કેટલા સુખી છે..
      તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
      તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં
      જ છે!
🎯
(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..
      બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
      મુખ્ય વાત તો એ જ છે કે..
      તમારી ખોટ કેટલાને પડી?
      તમારી યાદમા કેટલી આંખો ભીની
      થઇ!...મુંજાય છે શું મનમાં,
******     
*સમય જતાં વાર નથી લાગતી,*
*કાંકરાને રેતીમાં બદલાતા*
*વાર નથી લાગતી,*
******
*પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો*,
*હ્રદયને બંધ થવામાં વાર*
*નથી લાગતી*
       🌟🌟🌟🌟🌟
          *સમજે એને વંદન*
    *ના સમજે એને અભિનંદન*
★★★★★★★★★★

*બેસણું*

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

*બેસણું*

સવારના આઠ થયા પણ બેસણાંના હોલનો દરવાજો બંધ હતો.
કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડીયાળ જોઇ રહ્યાં હતા. જો કે તેમના ચહેરા પર બેસણાં પછીના બીજા શિડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરુ થાય તો થોડીવાર બેસીને નીકળી જઇશું તેવી ઉતાવળ લઇને ઘણાં આવ્યાં હતા.

તેમના કેટલાક લોકોના એક હાથમાં ‘શોક સંદેશા’નું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઇલ સ્ક્રિન પર ફરી રહી હતી.

‘કેટલીવાર...?!’ બહાર ઉભેલા પચ્ચીસેકના ટોળાંમાંથી જેને ઉતાવળ હતી તેને બાજુવાળાને ધીરેથી કહ્યું.

‘લાગે છે અંદર હજુ તૈયારી ચાલે છે...!’ બાજુવાળાએ પણ હળવેથી તેના કાનમાં કહ્યું.

‘અમારા સમાજમાં તો જો કોઇનું બેસણું હોય તો અત્યાર સુધીમાં તો અડધા લોકો આવીને પાછા ઘરે પણ પહોંચી ગયા હોય....!’ પેલાએ ફરી પોતાની વાત કરી.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું જમા થઇ બેસણા માટે રાખેલા હોલનો દરવાજો ખુલે તેની રાહ જોઇ રહ્યા હતા.

થોડીવારમાં દરવાજો ખુલ્યો અને તે ઘરના એક વડીલ બહાર આવ્યાં અને તેને સૌની સામે હાથ જોડી ક્ષમાયાચના કરતાં હોય તે મુદ્રામાં ઉભા રહીને ધીરેથી બોલ્યા, ‘તમને સૌને તકલીફ પડી રહી છે તે બદલ માફ કરશો.... અમારે તૈયારી કરવામાં મોડું થયું છે...’ તેમના શબ્દોમાં સરળતા હતી.

‘અરે, વડીલ.. કોઇ વાંધો નહી... કોઇ કામમાં અમારી જરુર હોય તો પણ કહેજો…!’ જેને ખૂબ ઉતાવળ હતી તેને જ અચાનક પોતાનો શબ્દ વ્યવહાર ફેરવીને લાગણી પ્રદર્શીત કરી.

‘અરે... ના.. ના.. આ તો જ્વલંતની દિકરી જીદે ચડી છે... મારે પપ્પા જોઇએ જોઇએ ને જોઇએ જ...!  તમે બધા જ બે દિવસ પહેલા મારા પપ્પાને બાંધીને ઉપાડીને લઇ ગયા હતા.. બસ હવે તમે બધા જ મારા પપ્પાને પાછા લઇ આવો....! જો કે તે છ વર્ષની.. તેને શું ખબર કે મોતના દરવાજે  ગયા પછી ક્યાં કોઇ પાછું આવે છે...! તેને કેવી રીતે સમજાવવી.. અમારે તેને અહીંથી દુર લઇ જવી છે.. પણ તે તેના પપ્પાના ફોટા પાસે જ જીદ કરીને બેઠી છે.. હું અહીં જ બેસીસ અને બધાને કહીશ કે મારા પપ્પાને પાછા લઇ આવો....! આજે મારા પપ્પાનો  જન્મ દિવસ છે…. મારે કેક કાપવી છે.. તેમને ખવડાવવી છે...!’ અને પેલા વડીલ પોક મુકીને રડી પડ્યાં.

એક બીજા વડીલ તેમની પાસે પહોંચી ગયા અને તેમની પીઠ પર હાથ ફેરવીને દિલાસો આપ્યો.

‘જ્વલંત તો લાખોમાં એક હતો... પણ આ તો અણધારી આફત.. કુદરતની પણ કેવી ક્રુરતા કે ભરજુવાનીમાં બોલાવી લીધો... અરે.. દરેક લોકોના હૃદયમાં તે પોતાની છાપ મુકીને ચાલ્યો ગયો.. દુ:ખ તો અમને સૌને છે... તમે પણ હિંમત રાખો સૌ સારા વાનાં થશે...!’ પેલા વ્યક્તિના દિલાસાથી વડીલને હૈયાધારણાં મળી.

પેલા વડિલ અંદર ગયા અને બધા ફરી પોતપોતાના પરિચિત ચહેરા પાસે ટોળે વળ્યાં.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું વધવા લાગ્યું... સૌ કોઇ દરવાજો ખુલે તેની રાહ જોઇને મીટ માંડી રહ્યા હતા... અને ઘણાંને બેસણાંનો રિવાજ પતાવી નીકળવાની પણ ઉતાવળ હતી. 

જ્વલંત, જેનો બે દિવસ પહેલા જ સ્વર્ગવાસ થયો... એક સરળ વ્યક્તિત્વ.. સદાય હસતો ચહેરો અને મદદ માટે તેના હાથ હંમેશા લંબાયેલા જ રહેતા.. સમાજ, સોસાયટી અને સૌ કોઇમાં તે આદર્શ વ્યક્તિ તરીકેની ઓળખ બનાવી ચુક્યો હતો. તેનું અકાળ મૃત્યુ સૌને આંચકો આપી દે તેવું હતું.... જ્વલંત જિંદગીના ઘણા કપરા સંજોગોમાંથી સંઘર્ષ કરીને આગળ વધ્યો હતો.. જો કે તેને પોતાની લીલી વાડી બનાવી પણ નહોતી.. ઘરની કોઇ આર્થિક સધ્ધરતા પણ નહોતી આવી....! હવે બધુ એકાએક છોડીને ચાલ્યા જવું... ઘર- પરિવાર જાણે હવે થોડા દિવસોમાં જ પડી ભાંગશે તેવી સ્થિતિએ પણ પહોંચી જાય...! જ્વલંત પાસે કોઇ સરકારી નોકરી નહોતી કે કોઇ બેઠી આવક પણ નહી.. એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો.. અને અચાનક જ વિદાય લઇ લીધી... ઘરનો મોભી કે કમાઉ દિકરો બધુ એક જ હતો જ્વલંત...!

જ્વલંતના બેસણાં માટે હોલની બહાર લોકોની ભીડ વધી રહી હતી.

પેલા દિલાસો આપનાર માણસને કંઇક સુઝ્યું હોય તેમ તેને સૌની સામે જોઈને કહ્યું, ‘ આમ તો હું પણ તમારી જેમ એક રિવાજ નિભાવવા જ આવેલો વ્યક્તિ છું.. આપણે સૌ એ આમ જ અનેક બેસણાંમાં હાજરી આપી છે, સફેદ કપડાં.. સહેજ દયામણું મહોરું.. હાર ચઢાવેલા ફોટાના દર્શન...  શોકના શબ્દો... બે ઘડીનો દિલાસો.... થોડીવારની હાજરી....  અને પછી પોત પોતાના ઘરે...! જો કે હું તમને કોઇને સલાહ કે સુફિયાણી વાતો કરવા નથી આવ્યો.. પણ આજે મને એમ લાગે છે કે આ બેસણું એટલે શું ? તે આપણે વિચારવું પડશે.. જ્વલંત તો ગયો પણ આવતીકાલથી તેના પર નભી રહેલા પરિવારનું શું ?.. બેસણું આપણે એક રિવાજ ન બનાવતા તે પરિવાર માટેનો સાચા અર્થમાં આધાર બનાવી દેવો જોઇએ.. આપણો બે મિનિટનો દિલાસો એ માત્ર બેસણું નથી... અને તેનાથી જ્વલંતના પરિવારને આવનારા સમયમાં કોઇ ફર્ક નહી પડે. આ દરવાજો ખુલશે એટલે એ જ કાયમી જુની પ્રથા શરુ થશે.. સામે જ્વલંતની દિકરી તેના પપ્પાની રાહ જોઇને બેઠી છે.... તેને તેના પપ્પાનો જન્મદિવસ મનાવવો છે.. આજ દિન સુધી તેના પપ્પાએ તેમાં હાજરી આપી છે.. જ્યારે આજે નથી, તો આ બેસણાંમાં તેના પપ્પાનો જન્મદિવસ ઉજવીએ... મારો મતલબ કોઇ પાર્ટી કરવાનો નથી.. પણ જ્વલંતની તસ્વીર પર ફુલ ચઢાવવાની સાથે તેના પરિવારને આવતીકાલના ભવિષ્ય માટે થોડી મદદ કરીએ..’ પેલા ભાઇ થોડીવાર ચુપ થઇ ગયા..

‘તો શું કરવું જોઇએ..?’ એક વ્યક્તિએ પુછ્યું.

‘મદદ.. મારો આ એક શબ્દ જ તમે સમજી ગયા હશો.. આપણે દરેક લોકો જો જ્વલંતના પરિવારને થોડીઘણી મદદ કરતા જઇશું તો તેના પરિવારને આવનારા કપરાં સમયનો ટેકો મળી જશે.. પોતાનાથી બનતી મદદ... સમાજ એટલે એકમેકનો સહયોગ.. જો જ્વલંત આજે હાજર હોત તો તેની દિકરીને કોઇક ગિફ્ટ લાવીને આપી હોત.. પણ આજે તે નથી તો આપણે સૌ તેનો ટેકો બનીને ઉભા રહીએ તે જ હકીકતમાં સાચું બેસણું છે.’ અને પેલા ભાઇએ પોતાની વાત પુરી કરી.

થોડીવાર સૌ એકમેકની સાથે ગુસપુસ કરવા લાગ્યા અને સૌએ તેમની વાતને ગંભીરતાથી લીધી. બધાએ પોતાની બનતી મદદ કરવા તૈયારી દર્શાવી અને ઘડીભરમાં તો પચાસેક હજાર જેટલી મોટી રકમ જમા થઇ ગઇ..

અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો.

પેલા વ્યક્તિએ મંગાવેલી કેક જ્વલંતની હાર પહેરાવેલી તસ્વીર સામે મુકી અને તેની દિકરીને બોલાવી અને કહ્યું, ‘ બેટા, તારા પપ્પા લાંબી સફરે ગયા છે, તેમને આવતાં વર્ષો લાગશે, તેમને આ કેક મોકલાવી છે. લે તુ આજે કાપીને બધાને ખવડાવી દે.’
તે અણસમજુ દિકરીએ કેક કાપીને તેના ટુકડા બધાની સામે ધર્યા.. બધાએ વ્હાલથી તે ટુકડો લીધો પણ બધાની આંખોમાં આંસુ હતા..

છેલ્લે તે દિકરી પેલા વ્યક્તિ પાસે આવી અને બોલી, ‘ અંકલ, બધા કહે છે મારા પપ્પા મરી ગયા છે, હવે તે પાછા નહી આવે. પણ મને ખબર છે કે તે મને મુકીને ક્યાંય જાય નહી. તે એકવાર જરુર આવશે અને જ્યારે આવશે ત્યારે ખૂબ મોટી કેક લાવીશું અને હું તમને બધાને બોલાવીશ.. પણ કોઇને સફેદ કપડાં પહેરીને નહી બોલાવું, મારી મમ્મી બહુ રડે છે.. તેને કહી દો કે ભલે તે ભગવાનની પાસે હોય તેમના ધબકારા તો મારા હૃદયમાં મને સંભળાય છે.’ અને તે પેલા વ્યક્તિને વળગી પડી.

પેલા વ્યક્તિએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, ‘ હા દિકરી..! પિતાનું હૃદય તો કાયમ દિકરીના હૃદયમાં જ ધબકતું હોય છે.’ અને એકઠી કરેલી રકમ દિકરીના હાથમાં આપી કહ્યું લે આ તારા પપ્પાએ મોકલ્યા છે મમ્મીને આપજે.

પેલા વડીલે આ દ્રશ્ય જોઇને તેમની નજીક આવ્યાં અને પૈસા ભરેલું કવર જોઇને પરિસ્થિતિને પામી ગયા અને પુછ્યું, ‘તમારો પરિચય..?’

પેલા વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું જ્વલંતની સાથે કામ કરું છું.. મારી દિકરીના લગ્ન સમયે મારી પાસે પૈસા પણ નહોતા…  ત્યારે જ્વલંતે ફેક્ટરીની બહાર ઉભા રહીને મને મદદ કરવા સૌને વિનંતી કરી હતી અને ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ મારી દિકરીનો પ્રસંગ સચવાઇ ગયો હતો.. જ્વલંતે મારી દિકરીને ખુશ કરી હતી તો તેની દિકરીન દુ:ખી થતા હું કેમ જોઇ શકું ?’
અને જ્વલંતની વ્હાલસોયી દીકરીને વળગી પડ્યાં.

*સ્ટેટસ*
*હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,*
*લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો...!*