કે વરસાદના નામ પર

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી

નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી

એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી

કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી

કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલા થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી

બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી

આ વરસાદમાં જાતનું થવાનું હતું, તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી

પરોઢે કૂણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યું એને મેં ગઝલ સંભળાવી લીધી

–  *ઉદયન ઠક્કર*

નાસ્તો

જરૂર વાંચશો હૃદય ભીનુ થશે....👇👇👇

*" નાસ્તો "*

રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી.

આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી.

નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક
શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.

સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય.

સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય  કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય !

પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઇ જાય, બપોરનું ટિફિન તો અલગ જ હોય..

એક દિવસ નીતાને કીધું : "તું આટલો બધો નાસ્તો લઇ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું " ?

" બસ મજા આવે" !!! નીતા એ સ્મિત કરતાં જવાબ આપેલો...

"તમે આ થોડો નાસ્તો ચાખોને " નીતા કહેતી..
" ના બાબા આદમ ના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે, હવે તો ફોરજી નો જમાનો મેડમ અને તમે હજુ ટુજીમાં જ છો, તને કંટાળો નથી આવતો આવી જિંદગી થી""?

" બસ, મજા આવે છે" નીતા નો એ જ જવાબ.. અને બને હસતા !

એક દિવસ સુકેતુ એ કીધેલું : " હવે શું જરૂર છે આ નોકરીની?? છોડી દે અને ઘરે આરામ કર, આ રોજનું અપડાઉન,અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?"

" બસ, મજા આવે છે" નિતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો... એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું.. પહેલા એ બાપના નામે ઓળખતા હતાં અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે..

સુકેતુ મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. પણ, લગભગ એકલો જ જતો સજોડે જતો નહિ.. નિતાની સાદગી તેને સારી લાગતી નહિ.

"એક કામ કર તું બ્યુટીપાર્લરમાં જા થોડીક હેર સ્ટાઇલ બદલાવ, જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે" જમતાં જમતાં સુકેતુએ કહ્યું

" તે હું તમને નથી ગમતી" નીતા એ પૂછ્યું.

" ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રેટીની પત્ની આવી ઓર્થોડોક્સ !!!" સુકેતુએ કહ્યું.

" પણ તે ભલે ને લાગે મારે શું, મને તો બસ, આમાં જ મજા આવે છે...

નિતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં!! પણ મિત્રો આગળ તો સુકેતુ ખુબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો. સમારંભોમાં સુકેતુ જતો, હાઈ હિલ્સ અને અધતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો, એનું મન ખીન્ન થઇ જતું.. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખુબ જ સુંદર..પણ એ આ રીતે તૈયાર થતી જ નથી!! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉજમાં અને પરફયુમ્સ ની સોડમથી મઘમઘી ઉઠેલી સ્ત્રીઓને જોતો.. પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી..

એક વખત સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. કાર્યક્રમ પત્યા પછી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું . સાંજના આઠેક વાગી ગયાં હતાં. પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઇ. પછી યુવાને એ પુસ્તક કાઢ્યું.પુસ્તકના પાના માંથી એક ફોટો કાઢ્યો, ફોટાને બને આંખો એ ભાવ પૂર્વક અડાડીને ને એ વાંચવા લાગ્યો.

સુકેતુ એ પૂછ્યું કે " તમારા માતા પિતા નો ફોટો છે ? "

"ના અમને ભણાવતા એ બહેનનો ફોટો છે"... સુકેતુ એ ફોટો જોયો.. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો. સાવ સાદો ફોટો હતો..

પછી વાત આગળ ચાલી.. પેલો બોલતો ગયો.. " સાહેબ નહિ માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં, હું નહિ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બેનના ફોટા પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમ માં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે!! ઉઠીને એના જ દર્શન થાય!!

બહેન ને જે છોકરા ગરીબ હોય ને તેને ખુબ જ મદદ કરતા. સાડા ત્રણે એક રીશેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો પણ કરાવતા, તમે નહિ માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે," બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો.

પછી તો ઘણી વાતો થઇ, બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેન ને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છે એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો, અને બધાએ એવું જ કર્યું...!

ઘણી બધી વાતો થઇ... છેલ્લે મયુરે એ પણ કીધું કે એ આવતા અઠવાડિયે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે . અને આજે તે બહેન ને મળવા જઈ રહ્યો છે. બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેન ને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી... પછી શાંતિ છવાઈ ગઈ .

સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિકકો જ લાગે છે!! પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી, કે ઉઠીને એના દર્શન કરતાં નથી... ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો.. એ ઓગળી ગયો હતો..

અમદાવાદ આવ્યું.. સુકેતુ એ મયૂરને કહ્યું "ચાલ, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ"

સુકેતુની ઓડી કાર માં બંને ગોઠવાયાં. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઉભી રહી. મયુર નો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઇ ગયો. અને બુમ પાડી..

"નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે" સાંભળીને નીતુ ને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી.. પછી એ નીતા થઇ ગઈ હતી!! તે આજ ઘણા વરસે પાછું "નીતુ" સાંભળવા મળ્યું..

"અરે મયુર તું?, આવ બેટા આવ!! મયુરે નિતાના ચરણ સ્પર્શ કર્યા.

સામે ની દીવાલ પર સુકેતુ અને નિતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું..." સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારાં બેન ના તમે પતિ છો?? ખરા છો સાહેબ તમે અને પુરા ભાગ્યશાળી પણ છો સાહેબ"!!

"બેટા અમુક સમયે બોલવા કરતાં સંભળવામાં જ આનદ આવે!! બસ મજા આવે!! " સુકેતુ ભીની આંખે બોલ્યો.

બધા ફ્રેશ થયા.. બેઠા.. ચા પીધી..

મયુર જવા રવાના થયો.. નીતા એ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને..
" હા બેન એક મદદની જરૂર છે.. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને સાડા ત્રણ ની રીશેષમાં મળતો!!"

" હા જરૂર " નિતાની આંખમાં પણ પણ ભીની થઇ ચુકી હતી.. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જુના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો, શક્કરપારા, સેવ મમરા, શીંગ પાક વગરે!! એક મોટી ડીશમાં મયુર ને નાસ્તો અપાયો..

" મને પણ આ નાસ્તો મળી શકે?? સુકેતુ એ કહ્યું અને નિતાને નવાઈ લાગી એ બોલી : "તમને આ ભાવશે?  ફાવશે ???

" હા, અને મજા પણ આવશે " સુકેતુ બોલ્યો અને નિતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા!!

તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!!

નીતા બેય ને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો..

આજે તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડી વાળો એક ફોટો છે અને એનું સ્ટેટ્સ આ પ્રમાણે છે : "માય ડીવાઈન ડ્રીમ, માય સાઉલ્સ ક્રીમ, માય નીતુ ". જીંદગી જીવવા માટે એક સાથ હમસફરનો...
🙏🏻

જવબદારી તારી છે...


ગાડી ને વરસાદી વાતવરણ મા પાર્કિંગ માંથી મેં બહાર કાઢી...

અમારા વર્કશોપ સુપરવાઇઝર
દવે સાહેબ ને...જેને હું પ્રેમ થી દવે કાકા કેહતો

ધીમા પગે...વરસાદ મા તેમની જાત ને બચવતા તે ચાલતા હતા...

મેં કાર ને બ્રેક મારી.. દવે સાહેબ ને કિધુ..કાકા...ગાડી મા બેસી જાવ...તમે કહેશો ત્યાં ઉતારી દઇશ...

કાર..રસ્તા વચ્ચે દોડતી હતી...

મેં કીધું...કાકા..ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉમ્મર
હવે  આરામ કરવા ની નથી..?

કાકા ધીરૂ  પણ માર્મિક કાર ની બારી બહાર વરસાદ જોતા..ધીરે થી બોલ્યા....

બેટા જરૂરિયાત વ્યક્તી ને કા તો લાચાર બનાવે છે..
અથવા..આત્મનિર્ભર થતા શીખવાડે છે...
જીવવું છે..તો રડી..રડી...યાચના..અને યાતના ભોગવી ને જીવવું તેના કરતાં સંઘર્ષ કરી લેવો...

મતલબ હું સમજ્યો નહીં...દવે કાકા આપની ઉમ્મર...?

બેટા.... મજબૂરી માણસ ને વગર ઉમ્મરે ઘરડું કરી નાખે છે...
પણ હું ઉમ્મર લાયક હોવા છતાં...યુવાન જેવું કામ કરૂં છું...
કારણ.. કે લાચારી સામે ફકત તમારી લાયકાત જ લડી શકે છે...અથવા તમારૂ મનોબળ
અને જે મારી પાસે છે..
મારે 72 પુરા થયા...દવે સાહેબ મીઠું સ્માઈલ સાથે બોલ્યા...

મારાથી બોલાઈ ગયું સાહેબ...દીકરા પાસે અમેરિકા જતા રહો....આ ઉંમરે શાંતી થી જીવો..

દવે સાહેબ થોડા ગંભીર થઈ બોલ્યા...

કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું બેટા....

સંસાર સભર સ્વારથી કેંકે ડિને ડોસ ?
હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ...

અર્થ : સંસાર સ્વાર્થથી ભરપૂર છે. તુ કોને દોષ આપીશ  ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ....

કાકા ની હસ્તી આંખો પાછળ દુઃખ નો દરિયો છલકાતો હતો...

બેટા.. મારે પણ ફેક્ટરી હતી...
ભૂલ માત્ર એટલી કરી...મેં મારા
પુત્ર ને ખોટા સમયે...વહીવટ કરવા સોંપી..હું નિવૃત થઈ ગયો
યુવાની ની ના થનગનાટ મા ખોટા નિર્ણયો લેવાથી...એક દિવસ.. ફેક્ટરી ને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી..અમેરિકા ભેગો થઈ ગયો....

એકાદ વર્ષ પછી અમેરિકા થી ફોન આવ્યો...પપ્પા ઘર કેમ  ચલાવો છો ?  દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું..?

મેં કીધું
બેટા ...હું લપસી ગયો છું ...પણ પડ્યો નથી..
તને એક વર્ષે તારા બાપા ની યાદ આવી... એક વર્ષ તારો બાપ  મંદિરે નથી બેસ્યો સમજ્યો...
ફોન મુક..શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો...

તારા કાકી એ મારી સામે દયા ની નજરે જોયું...

મેં..તારી કાકી ને કિધુ..
અરે ગાંડી મુંઝાાય છે શા માટે ?

લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય..
એને તો ફક્ત બે હાથ જ છે..
દેવા વાળો મારો મહાદેવ છે...
જેને હજારો હાથ છે...

દવે કાકા...તમને તમારા પુત્ર તરફ  કોઈ ફરિયાદ.. ખરી ?

જો બેટા... બધા લેણાદેવી ના ખેલ છે..મારી પાસે.પૂર્વજન્મ નું કંઈક માંગતો હશે...તો...લઇ ગયો..
કેમ લઈ ગયો તેનું દુઃખ નથી... આમે ...તે હક્કદાર અને મારો વારસદાર હતો...પણ લેવા ની રીત , સમય અને વર્તન યોગ્ય ન હતું....

બસ બેટા ગાડી આ મંદિર પાસે ઉભી રાખ...ભોળે ભંડારી ને સવાર..અને સાંજે..મળ્યા વગર ઘરે નથી જતો...

હવે...બોલતા સંબધો સાથે નફરત થઈ ગઈ છે...તેના કરતાં વગર બોલે કામ કરતો..મારો ભોળો ભંડારી સારો...

દવે..કાકા ને  ગાડી બંધ કરી..મેં
હાથ પકડી..મંદિર સુધી લઇ જવા પ્રયતન કર્યો..
પણ દવે કાકા બોલ્યા.. બેટા... હું ઘણા વખત થી કોઈ નો હાથ પકડતો નથી....
કારણ કે ....પકડેલો હાથ કોઈ પણ વ્યક્તી...વગર કારણે જયારે છોડી દે છે..એ સહન નથી થતું....
તેના કરતાં ધીરૂ  અને સંભાળી ને પણ આપણા પગે ચાલવું...

એ ફરીથી હસ્તા..હસ્તા બોલ્યા
બેટા.. હું લપસી ગયો છું ..પણ હજુ પડ્યો નથી....
મારો....મહાદેવ છે ને...નહીં પડવા દે...

ચલ બેટા...હર.. હર મહાદેવ...

પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ.અને પોતાની મક્કમ પણ ધીરી ગતિ થી ચાલતા.. દવે કાકા ને હું જોઈ રહ્યો....

મિત્રો....
દુઃખ એ અંદર ની વાત છે..સમાજ ને તેનાથી મતલબ નથી....સમાજ ને હંમેશા હસ્તો ચેહરો ગમે છે.
ગમે તેટલું દુઃખ પડે...અંદર થી તૂટી જશો તો ચાલશે....પણ બહાર થી તો વાઘ જેવું વ્યક્તીત્વ રાખજો.
સમાજ નીચોવી નાખવા બેઠો છે....

તૂટેલી ભગવાન ની મૂર્તિ ને તો લોકો ઘરમા પણ નથી રાખતા..તો આપણી તો શું હેસિયત છે....

રડવું હોય તો ભગવાન સામે  રડી.લેજો..બધા ના ખભા એટલા મજબૂત નથી હોતા...
જેમ સિંહણ નું દૂધ ઝીલવા સુવર્ણ  નું પાત્ર જોવે.. તેમ...આપણી આંખ ના આશું ઝીલવા..સજ્જન માણસ નો ખભો જોવે.....
સમાજ અને કુટુંબ મા મંથરા..અને સકુની મામા ઘણા ફરે છે....ત્યા હળવા થવા ની કોશિશ ના કરતા...

મેં ગાડી ચાલુ કરી....થોડો ફ્રેશ થવા
FM રેડિયો ચાલુ કર્યો....
કિશોરકુમાર નું ગીત......વાગતું હતું..

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये
पतझड जो बाग़ उजाड़े, वो बाग़ बहार खिलाये
जो बाग़ बहार में उजड़े, उसे कौन खिलाये..

આપણી વ્યક્તિ જ જીંદગી ઉજ્જડ કરે તો..
દોષ કોને દેવો....

એક પિતા એ તેના પુત્ર ના નામે દોલત લખતા પેહલા કીધેલા શબ્દો..યાદ આવ્યા..
બેટા....હું તારા ઉપર આંધળો વિશ્વાશ મુકું છું
જવબદારી તારી છે...મને આંધળો સાબિત ન કરવાની..

જીંદગી માં બધી ચાલ..ચાલજો..પણ કોઈ નો વિશ્વાશ
તોડતા નહીં....કારણ કે એ વ્યક્તિ માટે તો તમારા ઉપર મુકેલ વિશ્વાશ જ તેની મરણ મૂડી હોય છે....
અને એ ગુમાવ્યા પછી  ...
મોત ની રાહ જોવા સિવાય...તેની પાસે કશુ બચતુ નથી....

પાર્થિવ
જય શ્રી કૃષ્ણ
હર. હર. મહાદેવ

બેડપેન કોણ આપશે ?

બેડપેન કોણ આપશે ?

અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. ત્યારે ફક્ત આંખો જ નહિ, ચાદર પણ ભીની થાય છે. ઓશિકા, ગાદલા, કપડા બધું જ પલળે અને છતાં એક વસ્તુ કોરી કટ્ટ રહી જાય અને એ આપણો વટ. કેટલાક વર્ષો પહેલા ડાયપરમાંથી માંડ નીકળેલા આપણે ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ. ફરી પાછું આપણી પાસે કોઈ આવે અને ડાયપર બદલી દે, એની રાહ જોવાની. ડાયપરની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી.

એ તબક્કે કબાટમાં પડેલા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ અને ચેકબુક, ઈચ્છે તો પણ આપણી મદદ નહિ કરી શકે. વોશરૂમમાં નખાવેલા મોંઘાદાટ કમોડ અને બાથરૂમ ફીટીંગ્સ, ચાલીને આપણા સુધી આવી પણ નહિ શકે. મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લાચાર થઈને આપણને જોયા કરશે અને આપણને વોશરૂમ સુધી જવાની લક્ઝરી પણ નહિ મળે.
ત્યારે જિંદગી આપણા વશમાં નહિ હોય અને આપણે પોતે પથારીવશ હોઈશું.

જીવતરના બોર્ડની પરીક્ષાનું સાચું રીઝલ્ટ ત્યારે ખબર પડશે. ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘરના કોઈપણ ખૂણેથી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડપેન લઈને હાજર થઈ જાય, તો સમજવું કે આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું.

જુવાનીના દિવસોમાં જે સંબંધ હાથમાં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી તરફ દોડતો, એ જ સંબંધ જો હાથમાં બેડપેન અને ચહેરા પર વ્હાલ લઈને આપણી તરફ દોડતો હોય તો બેંકના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે સમૃદ્ધ છીએ.

-ડૉ. નિમિત્ત ઓઝા

ચાલ્યું આવે મોજું,

મધદરિયેથી શાંત થઈને ચાલ્યું આવે મોજું,

જોઈ કિનારો દોડે ભેટવા,ગાંડું થઈને મોજું.
થનગનતા યૌવન શું મોજું,મનગમતા પ્રિતમ શું મોજું,

અંગ અંગ ભીંજાવી જાણે હાથ ખેંચતું મોજું.
રીઝે તો એ ગેલ કરે,વિફરે તો એ જાન લઈ લે,

મૂંઝાવી માનવના મનને ખુદ મલકાતું મોજું.
ના દીવાદાંડી ની જરુરત,ના હોડી ના નાવિકની,

આંખ્યું મિંચી,ઘુંઘટૉ ખેચી,દોડી આવે મોજું.
સાંજે સોનેરી,રાત્રે રુપેરી રંગ સજીને,

પરોઢીયે આળસ મરડીને રુમઝુમ નાચે મોજું.
કાળમીંઢ પત્થરને ભેટે,રુપેરી રેતીને ભેટે,

સૌને સરખું વહાલ કરતું,ઈશ્વર જેવું મોજું.

*Good Morning*🌻🌹🌻

રોજી ક્યારેય ભાડાની નથી હોતી

*“રોજી ક્યારેય ભાડાની નથી હોતી”- એ રિક્ષાવાળાએ મારું દિલ જીતી લીધું*
.

‘એ…… રિક્ષા….! ‘
‘કિધર જાના હૈ?’
‘કાલા ઘોડા ‘
‘બૈઠો… !’
‘કિતના લોગે?’
‘મીટર જો બતાયેગા વહીં’

અઠવાડિયા પહેલાં વડોદરા જવાનું થયેલું. વડોદરામાં કાલાઘોડા એક જાણીતું સ્થળ છે. યુનિર્વિસટીની બિલકુલ નજીક. રિક્ષામાં બેઠો તો જોયું કે રિક્ષા ફ્લ્લી સજાવેલી હતી. બેસવાનું મન થાય તેવી. રિક્ષામાં એક ગમતી મહેક આવી રહી હતી. ધીમું સંગીત પણ ચાલતું હતું.

‘ઠંડું લેશો કે ગરમ ‘ રિક્ષાવાળાએ પૂછયું.
‘કેમ ?’ મને આશ્ચર્ય  થયું.

રિક્ષામાં ભાઈએ ચા અને લીંબુ શરબતના બે મોટા થરમોસ ભરીને રાખેલા. દરેક પેસેન્જરને ડિસ્પોઝબલ ગ્લાસમાં ઓફર કરે. પીવડાવે ફર્જિયાત. મને આશ્ચર્ય  થયું.

‘આ ચા-શરબતના પૈસા વધારાના આપવાના?’
‘ ના… સાહેબ…. તમારે જે ભાડું થાય તે જ આપવાનું ...આ ફેસિલિટીતો મારા તરફ્થી છે.’

મને આનંદ થયો અને આશ્ચર્ય  પણ.

મેં કહ્યું, ‘ભાઈ, તારી જ રિક્ષામાં બેસવાનું અને ફરવાનંુ ગમે એવું લાગે છે.’
‘એમ જ થાય છે સાહેબ, એકવાર જે બેસે છે પછી તે મને જ યાદ કરે છે.’
‘તને ખોટ નથી જતી?’
‘અરે સાહેબ,જ્યારથી આ ફેસિલિટી શરૂ કરી છે ત્યારથી દર વર્ષે મારી આવક બમણી થાય છે. હું નવરો પડતો જ નથી. પેસેન્જર મને ફેન કરીને બોલાવે છે.’

રિક્ષામાં ડ્રાઈવરનું નામ, ફોટો, સરનામું અને ફેન નંબર લખેલું હતું ત્યાં મારી નજર પડી.
મેં મનોમન વિચાર્યું. આટલી કાળઝાળ ગરમીમાં એક ગ્લાસ લીંબુ શરબત મળે અને દુલ્હન જેવી શણગારેલી રિક્ષામાં બેસવાનું મળે પછી જોઈએ શું?

‘રિક્ષા ભાડાની છે કે પોતાની?’
‘તમને શું લાગે છે?’ એણે વળતો સવાલ કર્યો.
‘શણગારેલી રિક્ષા છે. તમારી પોતાની જ હોવી જોઈએ!’
‘ના… સાહેબ, રિક્ષા ભાડાની છે.
આ મારી રોજીરોટી છે, આજીવિકા કયારેય ભાડાની કે પારકી નથી હોતી. એને તો જાતની જેમ જાળવવાની હોય…. આ રિક્ષા મારા પૂરા પરિવારને જાળવે છે. રોજી આપે છે. મારે એને જાળવવાની જ હોય. ન જાળવું તો નગુણો કહેવાઉં.’

મને રિક્ષાવાળા માટે માન ઉપજ્યું. રિક્ષા અને તેના વિચારો બંને ગમી જાય તેવા હતા. *રોજીરોટી મળે તે સ્થાનને પવિત્ર ગણવું પછી ભલે તે ભાડાનું કેમ ન હોય!* *એ રિક્ષા હોય, મકાન હોય કે પછી પોતાનું શરીર હોય!* *બધું જ ભાડાનું છે* *પરંતુ તેને સાચવવું શણગારવું, ગમે તેવું બનાવવું, તેને પ્રેમ કરવો અને છતાં માલિકીપણાનો ભાવ ન આવે તેનું પણ ધ્યાન રાખવું.* વાહ… અદ્ભુત… મજા પડી ગઈ.
મેં કહ્યું ભાઈ….. મને હવે વડોદરાના જોવાલાયક સ્થળો પણ બતાવ… તારી જ રિક્ષામાં ફ્રરવું છે આજે. રિક્ષા આગળ વધી. મેં લીંબુ શરબતનો એક ઘૂંટડો પીધો ને રિક્ષાવાળા ભાઈએ કહ્યું, ‘જુઓ સાહેબ, તમે તમારો વિચાર બદલ્યોને? બસ, આ જ મારું કામ છે. મારા ધંધાની આવક એટલે જ દર વર્ષે વધે છે. ખર્ચ કાઢતાં સોળસો-સત્તરસો રોજ ઘરે લઈ જાઉં છું.’

મેં હકારમાં માથું હલાવ્યું એણે આગળ ચલાવ્યું.

‘હું *M.A.B.Ed.* છું, સાહેબ !
*B.Ed.* માં મારા સાહેબે કીધેલું કે જીવનમાં કોઈ કામ હલકંુ કે નીચું નથી. ભણ્યા પછી નોકરી મળે કે ન મળે નાસીપાસ નહિ થવાનું. બૂટપોલીશ કરો, ડ્રાઈવિંગ કરો કે ચાની કિટલી ચલાવો, પરંતુ પ્રમાણિકતા અને નિષ્ઠા ટકાવી રાખજો. સખત પરિશ્રમ તમારો આત્મવિશ્વાસ વધારશે. સંસારમાં આવતા પરિવર્તનને સહર્ષ સ્વીકારજો. ગ્રાહક અને આવક સતત વધતી જ રહેશે.’
રિક્ષાવાળાના મોઢેથી સાંભળેલા અદ્ભુત વાક્યો મને બ્રહ્મજ્ઞાાનના નીતરતા નીર જેવાં લાગ્યાં. હું આજીવન પેસેન્જર બની ગયો હતો. હું મનોમન રિક્ષાવાળાને વંદી રહ્યો.
.
*મિસરી
.
‘પરિવર્તન કયારેય પણ પીડાદાયક નથી હોતું
માત્ર પરિવર્તનનો વિરોધ પીડાદાયક હોય છે.’
-ભગવાન બુદ્ધ*

Life is a cycle.!

What is Success?

At the age of 1 years ...* *Success is.*
That you can walk without support

*At the age of 4 years ...* *Success is.*
That you do not urinate in your pants,

*At the age of 8 years ...* *Success is..*
To know the way back home.

*At the age of 12 years,* *success is..*
To have friends.

*At the age of 18 years,* *success is.*
To get a driver's license.

*At the age of 23 years,* *success is.*
To graduate from a university.

*At the age of 25 years,* *success is.*
To get an earning.

*At the age of 30 years,* *success is.*
To be a family Man.

*At the age of 35 years,* *success is.*
To make money.

*At the age of 45 years,* *success is.*
To maintain the appearance of a young man.

*At the age of 50 years,* *success is.*
To provide good education for your children.

*At the age of 55 years,* *success is.*
To still be able to perform your duties well.

*At the age of 60 years,* *success.*
To still be able to keep driving license.

*At the age of 65 years,* *success is.*
To live without disease.

*At the age of 70 years,* *success is.*
To not be a burden on any one.

*At the age of 75 years,* *success is.*
To have old friends.

*At the age of 81 years,* *success is.*
To know the way back home.

*At the age of 86 years,* *success is.*
That not to urinate in your pants again.

At the age of 90 years ...* *Success is.*
That you can walk without support again

One of the best messages I have ever read.

Life is a cycle.!

અત્યંત તાર્કિક જવાબ

*એક ઉંદર કિંમતી હીરો ગળી ગયો.
હીરાના માલિકે તે હીરો શોધવા માટે એક શિકારી ભાડે રાખ્યો.
જ્યારે શિકારી બધાં ઉંદરોને મારવા પહોંચ્યો તો હજારો ઉંદરો એક થઈ, એકબીજા પર ચઢી શિકારીનો સામનો કરવા સજ્જ થયાં.

પરંતુ એક ઉંદર એ બધાંથી અલગ બેઠો હતો. શિકારીએ અચાનક તે ઉંદરને ઝડપી લીધો.
શિકારીએ શેઠને કહ્યું કે, આ ઉંદરે જ તમારો કિંમતી હીરો ગળ્યો છે.
શેઠ કહે, પણ તને કેવી રીતે ખબર પડી કે આ જ ઉંદર પાસે હીરો છે?*

*શિકારીએ અત્યંત તાર્કિક જવાબ આપ્યો,
"બહુ જ સિમ્પલ વાત છે, જ્યારે મૂર્ખ ધનવાન બની જાય છે
ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે... "*

Live It your way...

આજે  એક વડીલ સંબંધી અમારા ઘરે તેના દીકરા
ના લગ્નઃ ની કંકોત્રી આપવા આવ્યા....

અમે ખુશ થતા..થતા ..કંકોત્રી હાથ મા લીધી...ખુશી વ્યક્ત કરી...સાથે...તેમને ખરાબ ના લાગે એટલે કંકોત્રી ખોલી પ્રસંગ ના સમય અને તારીખ ઉપર નજર  નાખી...

પણ...પહેલી નજર.. એ  કંકોત્રી ની મથાળા ઉપર પડી...જેમાં એ વડીલે. પોતાનો નો ફોટો...બે હાથ જોડી
વિનંતી કરતો મુક્યો છે..
તેમાં સુંદર પંક્તી લખી હતી....

"આવો તો...પણ સારૂ...
ના આવો તો પણ સારૂ
તમારૂં.. સ્મરણ તે....
તમારા થી પ્યારૂ...."

આમ વડીલ ખરા...પણ મિત્ર જેવા....મેં હસ્તા..હસ્તા કિધુ...
આ તમારા આમંત્રણ ની ભાષા કહી સમજ મા ના આવી....

વડીલ હશી પડ્યા....બેટા....
ઘર .મા જયારે સારા પ્રસંગ લો
ત્યારે ..કુટુંબ..સગા..સંબંધી..મિત્રો..આડોસ પાડોશ... નું લિસ્ટ બનાવો કે નહીં ?

મેં કિધુ... હા કાકા..

મેં ઊંધે થી આવખતે .લિસ્ટ બનાવ્યું...
કુટુંબ, મિત્ર મંડળ, કે સગા સંબંધી મા...
આડાપાંડુ...વિઘ્ન સંતોષી, ઝગડા ખોર, મંથરા, સકુની જેવી વ્યક્તિઓ કોણ..કોણ છે...
જે કોઈ નું સારૂ જોઇ સકતા નથી..અને પ્રસંગ મા સળી કરી ખસી જાય છે....

જો બેટા.. મારો સ્વભાવ મેં  બદલી નાખ્યો છે..
આ 60 વર્ષ લોકો નું સાચવવા મા ને સાચવવા મા મારી જીંદગી પુરી કરી.નાખી..હવે બાકી બચેલ..જીંદગી મારી રીતે જીવવી છે અને આનંદ કરવો  છે....
આવી વ્યક્તિઓ મારી નજીક હોય કે ના હોય મને કોઈ ફેર પડતો નથી....

બેટા. સંબધ એવા હોવા જોઈએ..
જેમા શબ્દ ઓછા ...અને સમજ વધારે હોય..
વિવાદ ઓછા અને ...સ્નેહ વધારે હોય.
શ્વાસ ઓછા અને ...વિશ્વાશ વધારે હોય...
પુરાવા ઓછા અને ...પ્રેમ વધારે હોય...
અહીં તો ઘડીએ ઘડીએ ખુલાસા કરવા પડે ..તેવા સંબધ હોય કે ના હોય શુ ફેર પડે....

સમાજ ને બેટા... જેટલું કરો તેટલું ઓછું લાગે...
મને સાડી 500રૂપિયા ની આપી અને પેલી ને રૂપિયા1000 ની આપી.... કેમ અમે તમારા કહી સગા નથી..?
મારા વર ને શર્ટ જ આપ્યો.. ફલાણા ના વર ને પેન્ટ ..શર્ટ બન્ને  આપ્યા..
અમને કોઈ રેલ્વે સ્ટેશન તેડવા કે ..મુકવા પણ ના આવ્યું...
જયારે.. પ્રસંગ પછી...કોઈ ના માધ્યમ થી આ બધી..વાતો સાંભળી..સાંભળી બહુ દુઃખ થાય...છે...

પ્રસંગ..હળવા.. મળવા અને આનંદ કરવા માટે... હોય છે..
લોકો ના મગજ ઓળખી સકાતા નથી..કોઈ ની અંતિમ યાત્રા મા પણ માણસો વધારે જોઈ.. લોકો ને બળતરા થવા લાગે છે..
આવા લોકો આપના પ્રસંગ મા આવે તો શું થાય ?

બેટા.. સમાજ ની માનસીકતા..એવી છે..તેને રૂપિયા 1000 નો વ્યવહાર કર્યો..તમે પણ તેના પ્રસંગ માં વાળી આપો..
નહીંતર તે માનસિક રીતે તમને ફાડી ખાસે..

તમે તમારી મોટાઈ બતાવવા બીજા લોકો નો ભોગ સા માટે લો છો  ?..
એથી જ મેં ઘર માં સ્પષ્ટ શબ્દ મા કહી દીધું છે..કોઈ નો વ્યવહાર હાથ મા. લેતા પેહલા મને પૂછી.લેજો...

નહીંતર એ વ્યવહાર પાછો વાળીશ અને સબંધ બગડે તો તમારા લોકો ની જવબદારી છે..

દેખા દેખી છોડી સ્પષ્ટ થવા નો વખત આવ્યો છે...બેટા
હું તો પ્રેમ નો ભુખો છું...
કોઈ ના લગ્ન મા આપણે બોલાવી...આપણી હાજરી ની નોંધ પણ તે લોકો ના લેતા હોય...એવી જગ્યા એ જવાનું મેં બંધ કરેલ છે.....તેના કરતાં મને ઘર ની સ્વમાન ની ખીચડી વધારે  ભાવે છે....

ચલ બેટા... તારી સાથે વાત કરી હળવો..થયો...આનંદ પણ થયો..
જીંદગી મા ...મોજીલી વ્યક્તિઓ ને મળવું... દિવેલ પીધેલ તો સમાજ બહુ રખડે છે.....તેના થી દુર રહેવુ.....
પ્રસંગ બગાડે તેવી વ્યક્તિઓ આવે કે ના આવે...દિલ કે દીમાંગ ઉપર ના લેવું....ભગવાને આપણે આફત માંથી બચાવ્યા તેવું સમજવું....આનંદ મા રહો..બીજા ને રાખો

મારા  ખભે હાથ મૂકી ..કાકા બોલ્યા..
Life begins with our Cry...
Life Ends with others Cry.
Gap with as much Laugh as Possible ..
Always be Happy and make other too...

બેટા...તમારી.. હાજરી ની નોંધ હું જરૂર થી લઇશ..
માટે સમય કાઢી જરૂર આવજો...

જીંદગી મા એક વાત યાદ રાખજે બેટા..
સારી અને ગુણી વ્યકતી ની  લોકો ..લગ્ન નો માંડવો
હોય કે હોસ્પિટલ નો ખાટલો...આતુરતા થી રાહ જોતા
હોય છે....કારણ.. આવી વ્યક્તીઓ નું વર્તન સુખ હોય
કે દુઃખ એક સરખું જ હોય છે...

લોહી ના સંબધ કુદરત બનાવે છે....પણ દિલ ના  સંબધ આપownણે બનાવા નો હોય છે..

કાકા ને જતા જોઈ મારા થી બોલાઈ ગયુ....
Live It your way...
💐💐💐💐💐💐💐💐💐