હા હા ..આ છે 21મી સદીની વહુરાણી! (Funny)

એક નવી પરણેલ કન્યાને એના વરના ઘરે પરંપરા પ્રમાણે આવકારવામાં આવી..

પરિવારના સભ્યોએ એને બે શબ્દ કહેવા માટે આમંત્રી..


એણે સ્પીચ આ પ્રમાણે આપી:

"મારા પ્રિય પરિવારજનો, હું તમારો આભાર માનું છું, 

કે આપે મને કુટુંબમાં અને નવા ઘરમાં આવકાર આપ્યો..

સૌથી પહેલા, મારી હાજરીથી કોઈને તકલીફ ના પડવી જોઈએ.. 

મારો કહેવાનો મતલબ એ, 
કે આપની રહેણી-કરણીમાં કોઈ જાતનો બદલાવ મારે લીધે ના લઇ આવતા.. 
નિયમિત જિંદગી જેમ જીવતા હતા તેમજ રાખજો.."

"તું શું કહેવા માંગે છે, બેટા..?" ઘરના વડીલે પૂછ્યું.

"હું કહેવા માંગું છું પપ્પા, કે..

જેઓ વાસણ ધોતા હતા, 

તેઓએ એ ધોતાજ રહેવું..

જેઓ કપડા ધોતા,
તેઓ એ ધોતાજ રહેવું.

જેઓ રસોઈ કરતા હતા,
તેઓ એ મારે લીધે બંધ કરવાની જરૂર નથી..

જેઓ જાળુંપોતા કરતા,
તેઓ એ ઘર ચોખ્ખું રાખવું જ..

રહી વાત મારી,

તો હું અહીં ફક્ત તમારા દીકરાને કાબુમાં રાખવા જ આવી છું.."

આ છે 21મી સદીની વહુરાણી!