*વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે...*
1 - વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ઉપીયોગી મેસેજ કરવા માટે જ કરો, અમુક ફ્રી ડેટા ફ્રી મોબાઈલ, ફ્રી વાઇફાઇ, ના મેસેજ ફોરવર્ડ કરશો નહી... આ જગતમાં કશુંજ ફ્રી નથી મળતું... મલ્ટીનેશનલ કંપની અને માર્કેટિંગ કંપનીઓ તમને ગાજર બતાવીને મફતમાં મેસેજ ફોરવર્ડ કરાવવાની કોશિશ કરશે, પણ તમે જાતે મૂરખના સરદાર છો એવું સાબિત કરશો નહી...
2 - આ મેસેજ બીજા ગ્રુપમાં મોકલો અને જાદુ જુઓ... આવા મેસેજ ગ્રૂપોમાં ફોરવર્ડ કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરશો નહીં... તમારા મિત્રોને ખબર પડી જશે કે તમારા માં કેટલી બુદ્ધિ છે !
3 - ધર્મ, સમાજ કે જ્ઞાતિ ને લગતા નકારાત્મક કે ટીકાત્મક મુદ્દાઓ તેમજ તમને ખબર ના હોય એવા ઐતિહાસિક મુદ્દાઓને લગતી પોસ્ટ ફોરવર્ડ કરશો નહી કારણકે સમાજ માં વૈમનસ્ય ફેલાવવું એ ગુનો છે....
4 - બીભત્સ ફોટો, વિડિઓ કે સાહિત્યને લગતી પોસ્ટ ગ્રુપમાં શેઅર કરશો નહીં... કારણકે આવી પોસ્ટ થી તમારું માનસિક સ્તર અને માનસિકતા છતી થાય છે, અને ગ્રુપ મેમ્બર ના પરિવારના લોકો ના હાથમાં મોબાઈલ જતો હોય, તમારા કારણે કોઈનું સાંસારિક જીવન બગડી શકે છે.....
5 - પોતાની જ્ઞાતિનું સૌને અભિમાન હોય છે, તમે પણ રાખો પણ બીજાની જ્ઞાતિને હલકી ચીતરતી પોસ્ટ ક્યારેય શેઅર કરશો નહી...
6 - સાવ નવરી બજારની જેમ વોટ્સએપ પર મથ્યા કરશો નહીં... તમારા પોસ્ટિંગ થી વિનાકારણ મિત્રોને નોટિફિકેશન મળે છે... એમની રસ, રુચિ, માનસિક વિકાસ અને પસંદગી અલગ હોય શકે છે ... જરૂરી નથી કે તમે જે પોસ્ટ કરો છો એ એમને ગમે જ માટે લોકોની મનમાં ગાળો ખાવાનો શોખ પાળશો નહીં ...
7 - હમણાં જ આ મેસેજ 11- કે 21- જણને મોકલો અને ચમત્કાર જુઓ, અથવા પોસ્ટ ડીલીટ કરશો તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડશે... આવા વાહિયાત અને અંધશ્રદ્ધા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરશો નહીં... યાદ રાખો સંસાર કર્મને આધીન છે... જેવું કર્મ કરશો તેવું ફળ મળશે.. મેસેજ ફોરવર્ડ કરવાથી બાબાજી નો ઠુંલ્લું મળે છે....
8 - વોટ્સએપ પર ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ ના ફોટો શૅર કરીને તમે તમારો અને તમારા મિત્રોના મોબાઈલ ડેટા પ્લાન ઓછા કરી રહ્યા છો... ફોટા મોકલવા કરતા શબ્દોમાં 'ગુડ મોર્નિંગ' લખો વિડિઓ કે જીઆઇએફ ફાઈલ પણ ઝડપી ડેટા વપરાવી નાખવાનું મોબાઈલ કંપનીનું કાવતરું જ છે...
9 - અમુક ડોક્યુમેન્ટ મળ્યા છે, અમુક છોકરા ખોવાયા છે... અમુક ટ્રક ગૌ-માંસ લઈને નીકળી છે... અમુક જગ્યાએ એક્સીડેન્ટ થયો છે... અમુક સંસ્થા બહુ સારું સેવા કાર્ય કરે છે.... કોઈ ગરીબની મદદ થશે ! આવા મેસેજ સાવ બોગસ અને ફાલતુ હોય છે, અથવા વર્ષો જુના હોય છે... માટે ગાંડાની જેમ ફટાફટ ફોરવર્ડ કરશો નહી, તમે જાતે આપેલી લિંક કે ફોન નંબર પર કોલ કરીને ખાતરી કરો પછી જ ગ્રુપમાં મેસેજ પોસ્ટ કરો.....
10- જે વિષય માટે ગ્રુપ બનાવવામાં આવ્યું હોય એને લગતા જ મેસેજ કરો... ભળતા મેસેજો કરીને તમારી ઓછી અક્કલનું પ્રદર્શન કરશો નહીં ...
11 - ગ્રુપ એડમીનએ કઈંક વિચારીને તમને એ ગ્રુપ માં એડ કર્યા હોય છે... એમને તકલીફ થાય અથવા બીજા મેમ્બર્સ ને ખરાબ લાગે એવી વાત, વિચાર કે વસ્તુ ક્યારેય ગ્રુપમાં પોસ્ટ કરશો નહીં.......
12 - ભારતમાં ઈન્ટરનેટ લો કાર્યરત છે.... સરકાર, સમાજ, સંસ્થા, કે મહાપુરુષોની ટીકા કરતી પોસ્ટ પર સરકાર કે પોલીસ એક્શન લઇ શકે છે... તમારી બેવકૂફીને કારણે એડમીનને પણ સજા થઇ શકે છે, એટલું ધ્યાનમાં રાખો ....
13 - અવિચારી વાતો, સુવિચારો અને અણઘડ ધાર્મિક ફિલોસોફી ને લગતા ફોટો પોસ્ટ કરશો નહીં... તમે ગમે એટલા હોશિયાર દેખાવાનો દંભ કરો, સામે વાળા તમારા કરતા વધુ હોશિયાર જ હોય છે... અને તમારી માનસિકતા સમજી જાય છે, લોકોની નજર માં થી ઉતારી જવાની કુચેષ્ટા કરશો નહીં...
14- ગીત, ગઝલ, કવિતા કે સાહિત્ય સર્જકના નામ સાથે જ શેઅર કરો, રચયિતાને ક્રેડિટ આપવી એ આપણી ફરજ છે....
15- સુવિચારો બીજાને સારું લગાડવા જ હોય છે એવું નથી, તમારા જીવનમાં જે સુવિચાર નું આચરણ કરતા હો એવા સુવિચારો જ પોસ્ટ કરો, યાદ રાખો દુનિયા ઊંધા ચશ્મા પહેરીને નથી બેઠી, એ બધું જોતી સમજતી હોય છે.....
16- વોટ્સએપ થી કોઈનું ઘર નથી ચાલતું કામધંધા ને પ્રાધાન્ય આપો, વોટ્સએપ માટે એક ટાઈમટેબલ બનાવો, 24-કલાકમાં થી 30- મિનિટ થી વધુ વોટ્સએપ વાપરતા લોકો માનસિક બીમાર અને બેકાર હોવાની છાપ પડે છે, તમારી ઇમેજ તમારે ક્રિએટ કરવાની છે.....
17- ગમતા મેસેજો પર યોગ્ય પ્રતિભાવ આપો, પણ તમારી મર્યાદા કે વિવેક જાળવીને....
18- બધા મુકાભાઈ નું જીઓ નથી વાપરતા માટે જિવો અને જીવવા દો ! બસ આટલી તકેદારી રાખીને વૉટ્સઍપ નો ઉપીયોગ કરો...
જનહિતમાં જારી !