એક રાજાએ એમના નગરમાં વસતા નગરજનો માટે એક જાહેરાત કરાવી. આવતીકાલે સવારે રાજમહેલનોદરવાજો નગરના તમામ લોકો ખોલવામાં આવશે.મહેલમાં પ્રવેશીને લોકો જે વસ્તુ પર પોતાનો હાથ મુકશેએ વસ્તુ એને ભેટ તરીકે આપી દેવામાં આવશે.લોકોએ જાહેરાત સાંભળી એટલે સવાર પડે એ પહેલા જ મહેલના દરવાજા સામે આવીને બેસી ગયા. દરેક વ્યક્તિ પોતાને મનગમતી વસ્તુ મેળવવા ઇચ્છતા હતા. પોતાનેગમતી વસ્તુ પર બીજો કોઇ માણસ પહેલા હાથ મુકી દેશે તો પોતે એ વસ્તુથી વંચીત રહી જશે એવો છુપો ડર પણ હતો.સવારે દરવાજો ખોલતાની સાથે જ લોકોએ દોટ મુકી.પોતાની પસંદગીની વસ્તુને પામવા માટે લોકો દોડાદોડી કરવા લાગ્યા. પોતાને મનગમતી વસ્તુ મેળવવા માટે પરિવારના સભ્યો કે મિત્રોને પણ પછાડી દઇને લોકો પોતાની પ્રિય વસ્તુ સુધી પહોંચી રહ્યા હતા. રાજા સિંહાસન પર બેઠા બેઠા આ ખેલ જોઇ રહ્યા હતા અને હસી રહ્યા હતા.એક નાનુ બાળક ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા પાસે આવ્યુ. રાજાએ એને પુછ્યુ, “ બેટા તારે કંઇ નથી જોઇતું ?“ બાળક જવાબ આપવાને બદલે છેક રાજા સુધી પહોંચી ગયો અને રાજાના માથા પર પોતાનો હાથ મુકીને કહ્યુ, “ મારે તો તમે જોઇએ છીએ.” રાજાએ આનંદથી બાળકને તેડી લીધો અને કહ્યુ, “ બેટા, શરત પ્રમાણે હું હવે તારો થયો અને એ સાથે આ આખુ રાજ્ય પણ હવેથી તારુ થયુ.
”મિત્રો, જેવી રીતે રાજાએ નગરજનોને એક તક આપી એવી રીતે ભગવાન પણ આપણને તક આપે છે. નગરજનો એ રાજાને પસંદ કરવાને બદલે રાજાની વસ્તુઓને પસંદ કરી એમ આપણે બધા ભગવાનને પસંદ કરવાને બદલે ભગવાનની બનાવેલી વસ્તુને પસંદ કરીએ છીએ પણ એ વિચારતા જ નથી કે એક વખત ભગવાનને આપણા કરી લઇએ તો પછી એની બનાવેલી બધી વસ્તુઓ તો આપણી જ છે.કેમ સાચું કહું છું ને .....કે વાત સાવ ખોટી તો નથી કરી ને કયારેક આપણે આપણા દિલને પણ પૂછી લઈ...