કાગળની લક્ષ્મી

મિત્રના પુત્રના લગ્નના રિસેપ્શનમાં જવાનું થયું. સ્ટેજ ઉપર ઉભેલા નવયુગલને આશિર્વાદ આપીને નીચે ઉતરી રહ્યો હતો
ત્યાંજ મિત્રે બૂમ પાડીને પાછી બોલાવી અને કહ્યું કે, 'દ્રષ્ટાંત સાથે સલાહ આપવાની તમારી સ્ટાઇલ સાથે નવદંપતિને આશિર્વાદની સાથે સરસ શિખામણ આપતાં જાવ'.
ત્યારે મેં પસૅમાંથી રૂ. 100ની નોટ કાઢી યુવકના હાથમાં આપી અને કહ્યું કે ડૂચો વાળીને ફેંકી દે... યુવકે ખચકાઇને કહ્યું કે,
આવી સલાહ?!
પૈસાને આપણે લક્ષ્મી ગણીએ છીએ ને…

ત્યારે મેં જસ્ટ એટલું કહ્યું કે, જો કાગળની લક્ષ્મીનું આટલું માન જાળવતો હોય તો આજથી તારી બાજુમાં ખભેખભો મિલાવીને આખી જિંદગી સુખ-દુ:ખમાં સાથ આપવા તૈયાર ગૃહલક્ષ્મીનું કેટલું માન જાળવવું તે જાતે નક્કી કરી લેજે…!