परमात्मा कहा है

एक 6 साल का छोटा सा बच्चा अक्सर परमात्मा से मिलने की जिद किया करता था। उसकी चाहत थी की एक समय की रोटी वो परमात्मा के साथ खाये।

1 दिन उसने 1 थैले में 5, 6 रोटियां रखीं और परमात्मा को ढूंढने निकल पड़ा।
चलते चलते वो बहुत दूर निकल आया संध्या का समय हो गया।

उसने देखा नदी के तट पर 1 बुजुर्ग बूढ़ा बैठा हैं, और ऐसा लग रहा था जैसे उसी के इन्तजार में वहां बैठा उसका रास्ता देख रहा हों।

वो 6 साल का मासूम बालक,बुजुर्ग बूढ़े के पास जा कर बैठ गया,।अपने थैले में से रोटी निकाली और खाने लग गया।और उसने अपना रोटी वाला हाँथ बूढे की ओर बढ़ाया और मुस्कुरा के देखने लगा,बूढे ने रोटी ले ली,। बूढ़े के झुर्रियों वाले चेहरे पर अजीब सी ख़ुशी आ गई आँखों में ख़ुशी के आंसू भी थे,,,,

बच्चा बुढ़े को देखे जा रहा था, जब बुढ़े ने रोटी खा ली बच्चे ने एक और रोटी बूढ़े को दी।

बूढ़ा अब बहुत खुश था। बच्चा भी बहुत खुश था। दोनों ने आपस में बहुत प्यार और स्नेह केे पल बिताये।
जब रात घिरने लगी तो बच्चा इजाज़त ले घर की ओर चलने लगा।

वो बार बार पीछे मुड़ कर देखता , तो पाता बुजुर्ग बूढ़ा उसी की ओर देख रहा था।
बच्चा घर पहुंचा तो माँ ने अपने बेटे को आया देख जोर से गले से लगा लिया और चूमने लगी,बच्चा बहूत खुश था।

माँ ने अपने बच्चे को इतना खुश पहली बार देखा तो ख़ुशी का कारण पूछा, तो बच्चे ने बताया !
माँ,....आज मैंने परमात्मा के सांथ बैठ कर रोटी खाई,आपको पता है उन्होंने भी मेरी रोटी खाई,,,माँ परमात्मा् बहुत बूढ़े हो गये हैं,,,मैं आज बहुत खुश हूँ माँ

उस तरफ बुजुर्ग बूढ़ा भी जब अपने गाँव पहूँचा तो गाव वालों ने देखा बूढ़ा बहुत खुश हैं,तो किसी ने उनके इतने खुश होने का कारण पूछा????
बूढ़ा बोलां,,,,मैं 2 दिन से नदी के तट पर अकेला भूखा बैठा था,,मुझे पता था परमात्मा आएंगे और मुझे खाना खिलाएंगे।

आज भगवान् आए थे, उन्होंने मेरे साथ बैठ कर रोटी खाई मुझे भी बहुत प्यार से खिलाई,बहुत प्यार से मेरी और देखते थे, जाते समय मुझे गले भी लगाया,,परमात्मा बहुत ही मासूम हैं बच्चे की तरह दिखते हैं।

✔ सीख:*

इस कहानी का अर्थ बहुत गहराई वाला है। असल में बात सिर्फ इतनी है की दोनों के दिलों में परमात्मा के लिए प्यार बहुत सच्चा है। और परमात्मा ने दोनों को,दोनों के लिये, दोनों में ही (परमात्मा) खुद को भेज दिया। *जब मन परमात्मा भक्ति में रम जाता है तो हमे हर एक में वो ही नजर आने लग जाते है

હું પણ રિસાયો, અને તું પણ

Husband and wife

હું પણ રિસાયો, અને તું પણ
રિસાયેલી હોઇસ તો મનાવસે કોણ ?

આજે તિરાડ છે,
કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ?

હું પણ ચુપ ને તું પણ ચુપ,
તો આ ખામોશી તોડસે કોણ ?

દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું,
તો આ સબંધ નિભાવશે કોણ ?

દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી,
તો પહેલો હાથ આગળ વધારશે કોણ ?

તું પણ રાજી નથી કે હું પણ નહિ,
તો એક બીજાને માફ કરીને આગળ વધશે કોણ ?

એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં,
તો આ અહંમ ને હરાવશે કોણ ?

કોને જીવન મળ્યું છે સદા માટે, 
તો આ પળમાં એકલા રહેશે કોણ ?

કોઈક દિવસ બેમાં થી એક ની આંખો
હંમેશા માંટે બંધ થઇ ગઈ,
તો પછી પસ્તાવો કરશે કોણ ?

આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ,
ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ ...

એકબીજાની સાથે 
એકબીજાના પ્રેમમાં 
એકબીજાની યાદમાં..

કોણ કહે છે આજે મન મનમાં વેર છે,
સંબંધોની સુવાસ ઠેર ઠેર છે .

સંબંધો તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે.

હાફ સેન્ચુરી

હાફ સેન્ચુરી

——————  

 ડીફેન્સીવ રમી પચાસ પુરા કર્યા,

  હવે ખભા ઉંચકવા છે,

  ચોક્કા છક્કા મારવા છે, 

  હવે જ ખરી મજા છે.

  તનથી થાક્યો છુ જરા,

  મનથી હાર્યો જરાય નથી,

  હવે બમણા ઉમંગથી રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,

  કેટલુ બધુ સહન કર્યુ !

  હવે આ બધુ ગણકારવુ નથી,

  હવે જ ખરી મજા છે.

  આઉઽ થવુ મંજુર છે,

  રીટાર્યડ હર્ટ થવુ નથી,

  ખુમારીથી રમ્યો છુ,ખુમારીથી રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  સેન્ચુરી ભલે ના થાય,

  60,70, કે 80 માં આઉટ ભલે થવાય,

  બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,

  હવે જ ખરી મજા છે.

  ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,

  બાકીનુ હવે ટીમ પર છોડી,

  મારે મારી રીતે રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  સામે ઉભેલો પાર્ટનર,

  છેલ્લે સુધી સાથ આપે.....

  તો એક યાદગાર ઈનીંગ રમવી છે,

  હવે જ ખરી મજા છે.

બરકત નો પૈસો

બરકત💰 ,
નવલભાઈ શાહ

મહેશ બી.કોમ થઈ ગયો તેની ખુશાલી ઘરમાં સૌનાં મોં પર રમતી હતી. મહેશના મનમાં હતું કે હવે શહેરમાં સારી નોકરી મળી જશે; બૅન્કમાં નહિ તો સારી ખાનગી પેઢીમાં. તેને તેના વિષયના જ્ઞાન માટે ગૌરવ હતું. તે આખી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં (economics) સૌથી વધારે ગુણ મેળવી ઉત્તીર્ણ થયો હતો. મહેશના પિતા કાપડના વેપારી હતા. જીનમાં પણ ભાગીદારી હતી. પૈસેટકે સુખી હતા. મહેશ મોહનલાલ શેઠનો એકનો-એક દીકરો હતો, તેમની એવી ઈચ્છા કે મહેશ વેપારનું ભણ્યો છે તો ઘરનો ધંધો વિકસાવે. એ ભાવથી મોહનલાલ મહેશને વેકેશનમાં દુકાને લઈ જતા.

કાપડની જાતો અને ભાવ કેમ કરવો તે પણ સમજાવતા. આવેલ છાપા પર નજર ફેરવી રહ્યો હતો, ત્યાં એક ઘોડાગાડી આવીને ઊભી રહી.
મહેશનું ધ્યાન એ સુંદર શણગારેલી ગાડી ને રુઆબદાર ઘોડામાં રોકાયેલું હતું, ત્યાં જ એને કાને શબ્દ પડ્યો :
‘શેઠ, લ્યો આ વ્યાજ….’
મહેશે બાજુ પર જોયું. આવનારે મોહનલાલના હાથમાં એક પડીકું મૂકયું હતું. ‘વ્યાજ !’ મહેશ ચોંકી ઊઠ્યો.
શેઠ, આ કોણ ? તમારો મહેશ તો નહિ ? ઘણો મોટો થઈ ગયો….’
‘હા, બી.કોમ થઈ ગયો.’
‘ભાઈ, મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે. વાણિયાના દીકરા ભણવામાં પાછા ન પડે. ’ મુસાભાઈ સ્ફૂર્તિથી નીચે ઊતર્યા. ઘોડાગાડીમાં બેસતાં જ લગામ હાથમાં લીધી. ઘોડા પણ જાણે માલિકનો હાથ પારખી ન ગયા હોય એમ હણહણી ઊઠ્યા. આખું બજાર ઘોડા, ગાડી અને હાંકનાર મુસા શેઠનો રુઆબ જોઈ જ રહ્યું.

મહેશના મનમાં એક જ વિચાર ઘોળાતો હતો. આટલો સુખી માણસ પણ વ્યાજ ભરે ! મોહનલાલ મહેશના મનની મૂંઝવણ કળી ગયા હોય તેમ કહ્યું :
‘મહેશ, આ મુસા શેઠ અને આપણે ત્રણ પેઢીનો નાતો છે. એનો પણ ઈતિહાસ છે. આપણું મૂળ વતન ચાંચવેલ. લગભગ બધી વસ્તી મુસલમાનોની. આપણું એકલું જ વેપારીનું ઘર. ખેતીની સાથે થોડી ધીરધાર પણ કરીએ. મુસાના દાદાનું નામ કરીમ. આમ ગરીબ પણ ખૂબ ખાનદાન અને નેક. સુખી ખેડૂતને ત્યાં સાથી તરીકે રહે. એટલી પ્રમાણિકતાથી મજૂરી કરે કે કરીમને સાથી રાખવા પડાપડી થાય.

કરીમે મહેનત કરી સાદું જીવન જીવી થોડા પૈસા બચાવ્યા. એક દિવસ આપણા દાદા પાસે આવી કહે : ‘શેઠ, આખી જિંદગી પારકા ખેતરમાં મે’નત કરી છે. મારી પાસે થોડા રૂપિયા છે. થોડા તમે ધીરો તો એક ખેતર મળે એમ છે. વ્યાજ જે લેવું હોય તે લેજો પણ આટલો ખપ કાઢો.’ દાદા આમ સ્વભાવે ભલા. કોઈનું કામ હોય તો કાઢે. 
‘કરીમ, તું પહેલી વાર આવ્યો છે. પૈસા તો આપીશ…’
‘શેઠ, વ્યાજ જોઈએ તે લેજો… ખુદાને દેવું હશે તો ખૂણામાં ઢગલો દઈ દેશે.’ કરીમે કહ્યું.
‘જો કરીમ, નવ ટકાથી વધારે વ્યાજ લઈએ તો ભગવાન પૂછે. માંદેસાજે પાંચ-પચ્ચીસ લઈ જાય તો તેનું વ્યાજ ના હોય. પણ ધંધો કરવા લઈ જાય ત્યારે તો વહેવારે જે લેવાતું હોય તે જ લેવાય. આ વ્યાજનો પૈસો તો કાચો પારો. કોઈનો નિસાસાનો પૈસો આવે તો આપણને ખેદાનમેદાન કરી નાખે.’

ખેતરમાં પહેલે જ વરસે એટલું પાક્યું કે આખું ગામ બોલી ઊઠ્યું : ‘આ કરીમમિયાં છે નસીબદાર. આ ખેતરમાં કોઈ દી ઘઉંની બે ઝાલ નીકળી નથી. મિયાંને સો મણ ઘઉં પાકશે. ખુદાને દેવું હોય તો પથ્થર ફાડીને પણ આપે…..’ તો બીજાએ કહ્યું : ‘એના જેટલો પ્રમાણિક સાથી તો બતાવો ગામમાં બીજો. ભાઈ, ખુદાને ઘેર પણ ન્યાય છે.’ ખળામાંથી ઘઉંનાં ગાડાં સીધાં આપણે ઘેર આવ્યાં. ત્યારે ઘઉંનો ભાવ મણનો રૂપિયો સવા રૂપિયો. દાદાએ વ્યાજના પૈસા ગણ્યા, મૂળ રકમ ઉમેરી. અને બાકીના પાછા આપ્યા : ‘કરીમ, ઘઉં જોઈએ તો ઘઉં ને પૈસા જોઈએ તો પૈસા લઈ જા.’
‘શેઠ ! હમણાં તમારી પાસે જ રાખો. પણ તમારે મારું ખાતું ઊભું રાખવાનું છે. જિંદગીમાં પહેલી વાર શેઠ કર્યા છે.’
‘કરીમ, તું માગીશ તેટલા આપીશ.’
‘બધુંય સમજું છું. ખેતર ખરીદવા તમે જે રૂપિયા આપ્યા છે તે મારે ત્યાં રહેશે. ઘઉંના મારા પૈસા ભલે તમારે ત્યાં પડ્યા.’ કરીમે કહ્યું. જે પૈસા બચ્યા તેમાંથી બીજે વરસે બીજું ખેતર ખરીદ્યું અને સાત વરસમાં તો તે
વરસેમજૂરમાંથી ખેડૂત થઈ ગયો. એક સાંતીની જમીન; બે બળદ; ઘરનું ગાડું…. ઘર પણ સારાં કર્યાં. કરીમ માંદો પડ્યો. મૃત્યુ નજીક દેખાયું. તેનો દીકરો અનવર અને તેની પત્ની ખાટલા પાસે જ ઊભાં હતાં.
‘બેટા, શેઠને બોલાવ.’
અનવર દોડ્યો. શેઠ આવ્યા. ‘કરીમમિયાં તમે તો ખુદાને ઘેર જવાના. જિંદગીમાં કશું ખોટું કર્યું નથી. બાવડાંને બળે જીવી દીકરા માટે ખેતર મૂકતા જાવ છો…. હવે શાની ચિંતા ?’
‘શેઠ ! તમારા જેવા માથે શેઠ છે, પછી મને શી ચિંતા. આ અનવરને તમારો દીકરો જ માનજો. જો બેટા ! આજે આપણે જે કંઈ છીએ તે આ શેઠનાં બરકતવાળાં નાણાંનો પરતાપ. પૂછા આ તારી દાદીને. શેઠનાં નાણાં આવ્યાં ને દી ફર્યો. જો બેટા ! શેઠને ચોપડે ખાતું બંધ ન કરતો. દર અખાતરીએ સવાશેર ચોખ્ખા ઘીની સુખડી અને વ્યાજ આપ્યા પછી જ સાંતી જોડજે.’

આપણે તો મહેશ, વતન છોડી અહીં શહેરમાં આવ્યા, પણ મુસાશેઠ સાથેનો સંબંધ ઘર જેવો જ રહ્યો છે. પ્રસંગે એમને ત્યાં જઈએ ત્યારે પૂરા ભાવથી બ્રાહ્મણને બોલાવી રસોઈ કરાવે. મુસાની વહુ પણ એવી. એને હું ભાભી કહું… આ મુસો અનવરનો દીકરો. હવે તો એ લક્ષાધિપતિ થઈ ગયો છે. રૂના આપણા વેપારમાં પચીસ હજાર તો કાયમના જમાજ છે, પણ જ્યારે જોઈએ ત્યારે જોઈએ એટલા મોકલી આપે. કહે :
‘શેઠ, અહીં પડ્યા જ રહ્યા છે ને… આ બધું તમારું જ છે ને…’
‘પણ આટલી રકમ જમા હોય તો પછી આ વ્યાજ શા માટે…..’ મહેશે પૂછ્યું.
‘મને પણ એવો જ પ્રશ્ન થયેલો. એક દિવસ હું તેમને ત્યાં ગયો. જમ્યો. રાતે વાત કરતાં મેં પૂછ્યું
‘મુસાભાઈ, હવે આ વ્યાજ ભરવાની શી જરૂર છે ?’
ત્યાં તો મુસાની વહુ બોલી ઊઠી : ‘મોહનશેઠ, આજે તો આ વેણ કાઢ્યું તે કાઢ્યું. પણ હવે ફરીથી ન કાઢશો… દાદા કહેતા ગયાં છે કે આ શેઠના રૂપિયાને ચાંદીના રૂપિયા ન ગણશો. એ તો બરકત છે. એ રૂપિયા તમારા દાદાએ એટલા ભાવથી આપ્યા કે ઉભડ મજૂરમાંથી અમે ખેડૂત થયા. જુઓ શેઠ ! આ રૂપિયાનો કે વ્યાજનો પ્રશ્ન નથી. તમારા ચોપડેથી જે દિવસે કરીમમિયાંનું ખાતું નીકળી જશે તે દિવસે ઘરમાંથી બરકત જશે…’ બોલતાં બોલતાં ભાભીની આંખ ભીની થઈ.

‘મહેશ, આ તને નહિ સમજાય. ત્યારથી હું એ વાત જ નથી કરતો. મુસાને મન આ રૂપિયા નથી. એક દિવસ મુસાએ જ કહ્યું : ‘મોહન શેઠ, રૂપિયા ધીરનાર તો હજાર મળે, પણ બરકતવાળો પૈસો છે ક્યાં ?’ આ વાત કરતાં મોહનલાલ અને મહેશ બંનેની આંખ ભીની થઈ. અર્થશાસ્ત્રમાં તેણે સૌથી વધારે ગુણ મેળવ્યા હતા. કોઈ પુસ્તકમાં આ વાત આવી નો’તી. તે તો એટલું જ સમજતો હતો કે જેનાથી બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકાય તે નાણું. પૈસાને ફરતો રાખો, કમાવ અને ખર્ચો…. ભોગવો એનું નામ વિકાસ.

સમય જતાં મહેશ મોટો થયો. તે આગળ ભણ્યો. પરદેશ જઈને અર્થશાસ્ત્રની ઊંચી ડિગ્રી મેળવી પાછો આવ્યો. તેને રસ હતો અર્થશાસ્ત્રના શિક્ષણમાં. શહેરની એક ઘણી સારી ગણાતી કૉલેજમાં તે પ્રિન્સિપાલ થયો. વર્ષ પૂરું થયું. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગોઠવાયો. વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો કહ્યાં. છેલ્લે પ્રિન્સિપાલ મહેશ ઊભા થયા :
‘તમે ચાર વર્ષ સુધી આ કૉલેજમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ભણ્યા. હું નાણાંને એક શક્તિ માનું છું. જગતના અર્થશાસ્ત્રીઓ પણ એમ જ માને છે. નાણાં જડ છે. એને બુદ્ધિપૂર્વક રોકી અનેકગણા કરી શકાય છે, પણ મારા બાપુની કાપડની દુકાને એક વાત સમજાઈ. મારા હૃદયમાં સોંસરી ઊતરી ગઈ.’ મહેશે મુસાની વાત કરી. એકાગ્ર ચિત્તે સૌ સાંભળી રહ્યા. એ વાત કહેતાં કહેતાં મહેશની આંખ સામે મૃત્યુપથારીએ સૂતેલા કરીમમિયાં આવ્યા. નાણાં પણ બરકતવાળાં હોય છે. એક પૈસો આવે તો કુળ અમે કુટુંબનું ખેદાનમેદાન કરે, જ્યારે બરકતવાળો પૈસો આવે તો કુળ ઉજાળે. અર્થશાસ્ત્રનું ઘણું વાંચ્યું છે; ઘણા યુવાનોને ભણાવ્યું છે. પણ તમે જે કદી સાંભળ્યું નથી; મેં જે કોઈ પુસ્તકમાં વાંચ્યું નથી; તે છે અનુભવ…. નાણાં પણ બરકતવાળાં હોય…

અને છેલ્લે ગળગળે અવાજે કહ્યું : ‘બસ, જીવનમાં જાવ ત્યારે કેટલા પૈસા એકઠા થયા તેનો વિચાર ન કરશો. બરકતવાળા કેટલા આવ્યા  એટલું જ વિચારજો.’

શું તમે એમને ખરેખર ચાહો છો ?

જયારે બહુ નાનાં બાળકોને, માતાપિતા બધું જ શ્રેષ્ઠતમ આપવા મેદાનમાં ઉતારે છે ત્યારે તેઓ ભવિષ્યનો એક એવો માણસ તૈયાર કરે છે જે ભૌતિકવાદી બને છે. આવું બાળક મોટું થઈને ડરપોક,નબળું અને કાયર પૂરવાર થાય છે.

હવે સ્વબચાવ કરવા ન બેસશો. મારી પાસે પૂરતા પુરાવાઓ છે.

હું એક સલાહકાર છું અને મારા એ સ્થાન પર બેસીને હું લગભગ રોજ એક નવી મુશ્કેલી જન્મેલી જોઉં છું. જેને મેં નામ આપ્યું છે- ‘માતાપિતાએ શીખવેલો બગાડ’
થોડા ઉદાહરણો ટાંકુ છું-

* ૨૬ વર્ષીય માનસને પોતાની ઇજનેરની ડિગ્રી મેળવવામાં કોઈ રસ નથી રહ્યો…કારણ માત્ર એટલું જ કે તેને નથી લાગતું કે તેણે ભણવું જોઈએ.
હા, પણ તે માબાપને પૈસા આપવા માટે સતત દબાણ કરતો રહે છે.

તેણે મને કહ્યું કે જયારે તેને કોઈ કામ નથી ગમતું ત્યારે તેના માતાપિતા તેને એ કામ છોડી દેવા કહે છે.
માતાપિતાએ હંમેશ એમ જ કહ્યું છે કે તેના ઉછેર દરમિયાન તેને ક્યાંય “ભારણ” ન લાગવું જોઈએ.

૩૪ વર્ષનો રાઘવ કે જે વ્યવસાયિક રીતે એન્જીનીયર છે અને બે વર્ષથી પરણેલો પણ છે, તેને તેની પત્ની છોડી જવા માંગે છે. માટે રાઘવ હવે મારી મદદ લેવા આવ્યો છે.
રાઘવ સારું ભણેલો છે, બરાબર છે, પણ તે કોઈ નોકરી સ્થિરતાથી કરી નથી શકતો, કારણ તેને સતત તણાવનો અહેસાસ થાય છે.

દર બે મહિને તે દોડતો માતાપિતા પાસે તેમના ઘરે પહોંચી જાય છે અને ઈચ્છે છે કે જયારે તે બાળક હતો અને સ્કૂલે ન જવા કહેતો ત્યારે તેના પ્રશ્નો માતાપિતા હલ કરતાં..બસ બરાબર એજ રીતે હજુ પણ તેઓ જ બધા હલ લાવે.

૨૮ વર્ષની અંજલિ એક વર્ષથી પરણેલી છે. પણ તે પતિ જોડે રહેવા નથી માંગતી. કેમકે ઓફિસમાં ખૂબ કામ કામ રહે છે અને ઘરનું કામ પણ તેને કરવું પડે છે.
તે ઈચ્છે કે તેની માતા તેની સાથે રહે અને ઘરનું બધું કામ માતા કરી આપે !

આવા તો ઘણા કિસ્સાઓ છે.

આ બધાનું મૂળ માતાપિતા દ્વારા બાળપણમાં લેવાતી અતિ પડતી કાળજી અને શ્રેષ્ઠતમ સગવડો આપવાનો આગ્રહ છે.
બરાબર છે કે તમે તમારાં બાળકોને બહુ ચાહો છો, પણ જયારે તમે તેમને જીવનની સાહજિક વિષમતાઓથી બચાવ્યા કરશો ત્યારે તમે તેમને એક શૂન્યાવકાશમાં ઉછેરશો.

પરિણામે જયારે તેઓ વાસ્તવિક જગતમાં ઊભાં રહેશે ત્યારે તેમની લડવાની શક્તિ હણાઈ ગઈ હશે અને તેમને ગૂંગળામણ થતાં તેઓ તે દરેક વસ્તુ કે પરિસ્થિતિને છોડીને ભાગશે જેમાં તેમને તકલીફ લાગે છે.

તેમણે આ જ દુનિયામાં, તમારાથી અલગ રહેતાં શીખવાનું છે.

શું તમે એમને ખરેખર ચાહો છો ?

કે તમે તમારી જાતને વધુ ચાહો છો ?

જો ખરેખર તમે તમારાં બાળકોને ચાહતા હોવ તો એમને ભવિષ્ય માટે તૈયાર કરો-ભલે તેઓ લડતાં,પડતાં અને શીખતાં. તમે બાળકોને સાથ,સહકાર અને ટેકો અવશ્ય પૂરો પાડજો પણ તેમને જાતે જ કામ, ભણતર અને વિષમતાઓ સામે તૈયાર થવા દેજો.

કહી દો બાળકોને કે અમુકથી વધુ પૈસા તો નહીં જ ખરચવામાં આવે અને તેમણે કરેલી માંગ કે જીદ સામે “ના” સાંભળવાની ટેવ પાડો.

આ જ ખરેખર તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા જરૂરી છે.

ડો.સપના શર્મા : સાયકોથેરાપીસ્ટ, સ્પિરિચુઅલ કાઉન્સેલર.

(અનુવાદ : રૂપલ વસાવડા)

આ લેખ પર તમારા મંતવ્યો આવકાર્ય !!