નથી ક્યાંય તોય બધે વર્તાય છે તું,
ધ્યાન ધરું હું તારું ને સર્જાય છે તું
રોકાઇ જાઉં ઘડીક ને ફરી ફરીને જોઉં,
હર એક ચહેરામાં મને દેખાય છે તું
મનની પાંખોને નડે ના કોઇ અંતર,
દૂર હો કે પાસ મને સ્પર્શાય છે તું
મધુરી યાદોં છે ને ગણતરીની તસવીરો,
યાદોંમાં જ હવે તો અનુભવાય છે તું
ઠાંસીને ભરી છે ભીતર જો ને લાગણીઓ,
વરસું હું મુશળધાર,મને ક્યાં છિપાય છે તું ?!