*મને સારું લાગે છે*
મને સારું લાગે છે મર્દ સાથે મુકાબલો ના કરવામાં અને એનાથી એક સ્ટેપ કમજોર રહેવામાં
મને સારું લાગે છે જ્યારે ક્યાંક બહાર જતી વખતે એ મને કહે છે "ઉભી રહે! હું તને લઇ જઉં છું કે પછી હું તારી સાથે આવું છું"
મને સારું લાગે છે જ્યારે એ એક કદમ મારાથી આગળ ચાલે છે અસલામત અને ખતરનાક રસ્તા પર એની પાછળ પાછળ એના કદમોના નિશાન પર ચાલતા ચાલતા એ અહેસાસ થાય છે કે એને મારો ખ્યાલ ખુદથી પણ વધુ છે
મને સારું લાગે છે જ્યારે નીચેથી ઉપર તરફ ચઢતા અને ઉપરથી ઢાળવાળા રસ્તા તરફ જતાં એ પાછળ વળી વળીને મને ચઢવા અને ઉતરવામાં મદદ કરવા માટે વારંવાર એનો હાથ આપે છે
મને સારું લાગે છે જ્યારે કોઈ મુસાફરી પર જતી કે આવતી વખતે સામાનનો બધો જ ભાર એ પોતાના બંને ખભા પર કોઈ ખચકાટ વગર ઉઠાવી લે છે અને હંમેશા ભારે વસ્તુ ને ખસેડતા વખતે એ કહે છે કે "તું રહેવા દે. આ મારું કામ છે"
મને સારું લાગે છે જ્યારે મારા દુ:ખને આંસુઓમાં વહાવી દેવા માટે પોતાનો મજબૂત ખભો આપે છે અને દરેક કદમ પર પોતે સાથે હોવાનો વિશ્વાસ અપાવે છે.
મને સારું લાગે છે જ્યારે ખરાબ હાલતમાં મને પોતાની ફરજ માનીને સહારો આપવા માટે મારી આગળ ઢાલ બનીને ઉભો રહી જાય છે અને કહે છે કે "ડરીશ નહીં, હું તને કંઈ જ નહીં થવા દઉં"
મને સારું લાગે છે જ્યારે ઠંડીની મોસમમાં મને એક બાજુ બેસાડીને પોતે સ્ટેશન પર ગાડી ની રાહ જુએ છે
મને સારું લાગે છે જ્યારે જરુરીયાતની દરેક વસ્તુ મને ઘરે જ લાવીને આપી દે છે જેથી મારે ઘરની ફરજોની સાથે સાથે બહાર જવાની તકલીફ ના ઉઠાવવી પડે અને લોકોના ખરાબ હરકતો નો સામનો ના કરવો પડે
મને સારું લાગે છે જ્યારે રાત્રે અગાશી પર મારી સાથે આકાશમાં તારા ગણતી વખતે મને ઠંડી લાગી જશે એ ડરથી પોતાનો કોટ ઉતારીને મારા ખભા પર નાખી દે છે
મને સારું લાગે છે જ્યારે એ પારકી નજરોથી બચવા માટે મને સમજાવ્યા કરે છે અને પોતાનો હક જતાવતા કહે છે કે "તું ફક્ત મારી છે."
પણ અફસોસ આપણામાંથી કેટલીક છોકરીઓ આ તમામ ખુશી આપે એવા અહેસાસ ફક્ત એક મર્દ સાથે બરાબરીનો મુકાબલો કરવાના કારણ થી ખોઇ દે છે
પછી જ્યારે મર્દ એ માની લે છે કે સ્ત્રી એનાથી ઓછી નથી ત્યારે એ મદદ માટે હાથ લંબાવવાનુ છોડી દે છે ત્યારે આવી ખૂબસૂરત પળો એક એક કરીને જિંદગીમાંથી ઓછી થતી જાય છે.
અને પછી જિંદગી બે-રંગ અને બેમતલબી બનીને પોતાની ખુશીઓ ખોઇ દે છે
*Note:-* લગ્ન પછી જિંદગીમાં એકબીજાથી મુકાબલો નહીં પણ એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. એકબીજા પ્રત્યે આદર-ભાવ હોવો જોઈએ..!!