હું એક પતંગ
સળી અને કાગળ
હતા જુદા જુદા
સળી બનવામા
ઘણા છરીઓના
ઘસરકા ખાધા
કાગળ બનવામા
ઘણા કાતરના
કોતરણા ખાધા
લય ને ગુંદરની દયાથી
ને માણસની મહેનતથી
હું સર્જાયો એક પતંગ!
આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?
એટલે કાણાં પાડી
નાનકડી દોરી બેવડી કરી
શૂન્ય શૂન્ય બેલેન્સ
કર્યો મને મજબૂત ગાંઠ મારી
મા બાપ, ગુરૂ અને સમાજે
અા અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?
એટલે દોરી માંજા વાળી
તૈયાર કરી, ફીરકીમા લપેટી
મારી સાથે મજબૂત
ગઠબંધન કરી દીધું
આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?
હવા આપી, છૂટ આપી
પોતાના કૌશલ્યથી
દોરીથી ઢીલ દઈ
આકાશ મા ઊડાડ્યો મને!
આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?
બહુ પેચ લગાડ્યા
બીજા પતંગો સાથે
કોઈ ખેંચી કોઈ ઢીલ દઈ
કોઈ ને અડ્ડે કાપ્યા
આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?
એટલે છેવટે કપાયો,લૂટાયો
ફરી વેચાયો,ચગાવાયો, કાપ્યા ને કપાયો,
ફાટ્યો ને સંધાયો
આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?
કપાયા પછી કાં તો
ખૂબ ઊંચે અદ્રશ્ય અથવા
ઊંચા ઝાડમા કોઈ ના
હાથમા ના આવું તેમ ભરાયો
આ જ અવસ્થાને
કદાચ અંતિમ વિદાય
કહેવાતી હશે!
મને ગમે કે ના ગમે
આ અવસ્થા
સ્વીકારવી જ પડી!
😍🤝🏻🙏🏻