લાગણીઓને અભણ જ રહેવા દયો.

*અહીં .....*
   *આંખના પલકારામાં*,
   *વિતે છે જીંદગી*
   *તું રાહ જોઇશ રાતની,*  
   *તો સપનાં અધૂરાં રહી જશે...*

   *કેટલાકની સાથે સંબંધ છે*
   *એટલે ચૂપ છું,*
   *કેટલાકની સાથે ચૂપ છું* 
   *એટલે સંબંધ છે...!!!*

   *ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતાં* 
   *તેની સરળતા વધારે સ્પર્શી જાય છે.*

   *ખબર છે કે મારૂં કશું પણ નથી,*
   *છતાં, છોડવાનું ગજું પણ નથી !*

   *જે માંગો એ મળી જાય એ શક્ય નથી,*
   *જિંદગી છે, આ પપ્પા નું ઘર નથી.*

   *આજકાલ તો કપડાં ફાટેને તો,*
   *કોઈ રફુવર્ક કે સીવતું નથી.*
   *બસ નવાં ખરીદી લે...*

   *સબંધોનું પણ આજકાલ એવું જ છે,*
   *કોઈ સુધારતું નથી.*
   *બસ નવા બનાવી લે...*

   *વળાંક આવે તો વળવું પડે*
   *એને રસ્તો બદલ્યો ના કહેવાય...*

   *ક્રોધ ક્ષણજીવી હોય,*
   *પણ........* 
   *તેનાં પરિણામ* 
   *'ચિરંજીવી' હોય...*

   *કાતર વેતરે તો સાંધી શકાય,*
   *પણ*
   *સ્વજન છેતરે , તો ?*

   *લાગણીઓને અભણ જ રહેવા દયો.*
   *એ જો ભણશે તો સંબંધોનું* 
   *નામોનિશાન નહીં રહે!!*

   *સ્વમાન ભુલી ને પણ જ્યારે*
   *સંબંધ સાચવતાં શીખી જશો,*  
   *ખરેખર ત્યારે તમે ખુદની*
   *નજરમાં નિખરી જશો !!*                    

❣️💞💖❤️💖💞❣️