જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે.

✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો.
તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું,
‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું,
‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું,
‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા.....

પૂછ્યું,
‘પણ શું થયું?’

માણસે કહ્યું,
‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’

ભગવાને કહ્યું,
‘અચ્છા પછી...’

માણસે કહ્યું,
‘પછી મોડું થતું હતું
એમાં સ્કૂટર બગડી ગયું.
માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું,
‘અચ્છા પછી...’

માણસે કહ્યું,
‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી...
એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.....
😄😄😄

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું,
‘અચ્છા પછી...’

માણસે કહ્યું,
‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી.
ભગવાન....
, બધી તકલીફ મને જ.
આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું,
‘જો, મારી વાત શાંતિથી સાંભળ.
આજે તારી ઘાત હતી.
મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી.
અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત.
ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત.
એટલે ફોન બંધ થયો.
તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી !
હું છુંને..... ,
તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું,
‘ભગવાન, મારી ભૂલ થઈ.
મને માફ કરો.
આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા,
‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું.
હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે.
જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે.
મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ.
જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે.

હું છુંને.......

✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼

કેમ આજે નથી જવાનુ?

એક સમજવા જેવુ વૃતાંત..........

બે મિનીટ નો સમય ફાળવી ને જરૂર વાંચજો ....

બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘર માં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી.

જિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોઉ એવું લાગી રહ્યું હતું.

બાપુજીએ મારી સામે જોયું અને મારુ દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે, દીકરા ફિકર ના કર તારો અને જિયા નો નિર્ણય સાચો જ છે. વૃધ્ધાઆશ્રમમાં હું મારી ઉંમરના વૃધ્ધો સાથે રહીશ, ત્યાં મારુ ધ્યાન રાખવા વાળા પણ ઘણા હશે, તારી ચિંતા થોડી ઓછી થશે, તમો બંનેએ મારા માટે ઘણુ કર્યું છે, હવે તમારી જિંદગી જીવો એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા સાથે એક ડૂસકું લેવાઈ ગયું. મારા માટે ત્યાં ઉભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બા નો ફોટો જરા ઉતારી દે ને, હું લઇ જાવા માંગુ છું. ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો નો મેળવી શક્યો.

હું જાણે મારીજ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.કારણકે છેલ્લી ઘડીએ બાએ ફક્ત એટલું માંગેલુ કે બાપુજીનું ધ્યાન રાખજે, અને એમાં હું પાછળ પડી રહ્યો હતો. બાપુજીએ એની જિંદગી દરમ્યાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બાના ઘરેણાં પણ વેંચી નાખ્યા હતા. મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધીજ પ્રોપર્ટી વેંચાવી નાંખી હતી પરંતુ આજે એજ ઘરમાંથી હું એમને બે-દખલ કરી રહ્યો હતો.

જિયા થોડીક મોર્ડન ખ્યાલની હતી. અમારી ઓળખાણ કોલેજ દરમ્યાન થઇ હતી. બા-બાપુજી શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું પડ્યું હતું. બા-બાપુજી થોડા જુનવાણી વિચારોના હોવાથી,અને જિયા મોર્ડન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા જેથી જિયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું.

બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા. હું અને જિયા આ કારણે ક્યાય જઈ શકતા નહતા. ઘણી વાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જિયાને નડતરરૂપ લાગતું. આમાંથી છૂટકારો પામવા જિયાએ જ મારા મનમાં બાપુજીને વૃધ્ધાઆશ્રમમાં મુકવાનો વિચાર ભર્યો હતો અને મને એમ કહી તૈયાર કર્યો હતો કે બાપુજીને નહિ ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું.

હું આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ ફોનની ઘંટડી વાગી. મારા સાળાનો ફોન હતો. મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા,જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માંગે છે.મેં એમને ફોન આપવા કહ્યું. હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહતો એટલે મોટેભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. એમણે વાત શરૂ કરી. કેમ છો દીકરા, સારું છે ને, તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી. તમારા બાપુજીની તબિયત કેમ છે, સારીજ હશે. આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. સારુંજ છે ને, મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી, બોલતા બોલતા એ રડવા લાગ્યા.

મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે!!! પણ હું એમને કોઈ આશ્વાશન આપી શકવાની સ્થિતિમાં જ નહોતો. મેં જિયાને બોલાવીને ફોન આપી દીધો, એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખૂશ હતી પરંતુ બીજીજ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરોબર જોઈ શકતો હતો. છેલ્લે જિયાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલુ કહ્યું કે,આ બાબત હું ભાઈ સાથે કાલે વાત કરીશ.

ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પરજ મૂકીને બાપુજી પાસે ગઈ,હું પણ પાછળ પાછળ ગયો. જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી કહ્યું, બાપુજી રાત્રે રસોઈ માં આપને ગમતી કઈ વાનગી બનાવું? બાપુજીએ આઘાત સાથે જીયા સામે જોયું!!! અને પુછ્યુ કેમ આજે નથી જવાનુ? જિયાએ કહ્યું,ના બાપુજી આજે કે કાલે,ક્યારેય નથી જવાનું.

બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. હુ સમજી ગયો શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવ જિયા, બા હંમેશા સારા પ્રસંગે લાપશી બનાવતી. જિયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કરાટ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે બા નાં ફોટામાં બાની આંખોમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતાં હતા. બાપુજી બમણી ખૂશી સાથે પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા ને જિયાને મનોમન આશિષ આપી રહ્યા હતા.....

જે કોઈને ઊપર નું વૃતાત સારુ લાગ્યુ હોય તો આગળ મોકલવા નમ્ર વિનંતિ... રખે કોઈ માઁ યા બાપ વૃધ્ધાઆશ્રમમાં જતા બચી જાય.

આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે

👌એક નાનકડી વાર્તા :

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?”

બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”

ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા.

બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”

ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”

બાળકે દલીલ કરતા કહ્યુ, “પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.”

ભગવાને કહ્યુ, “ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ તે પણ તને ખબર પડી જશે.”

બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.

બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ, “પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે.

‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને
‘મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે.👏

🌹🌻🌺🌷🌹🌻🌺🌷🌹..🙏🏻
Do this in your life and
      Get " Swarg "

सोच अच्छी रखेंगें तो..

दो भाई थे ।
आपस में बहुत प्यार था।
खेत अलग अलग थे आजु बाजू।
:
बड़ा भाई शादीशुदा था ।

छोटा अकेला ।👭
:
एक बार खेती बहुत अच्छी हुई अनाज
बहुत हुआ ।🌻🌹👌
:
खेत में काम करते करते बड़े भाई ने
बगल के खेत में छोटे भाई को
खेत देखने का कहकर खाना खाने चला गया।♑👈🤓
:
उसके जाते ही छोटा भाई सोचने लगा । खेती
तो अच्छी हुई इस बार अनाज भी बहुत
हुआ। मैं तो अकेला हूँ, बड़े भाई की तो
गृहस्थी है। मेरे लिए तो ये अनाज
जरुरत से ज्यादा है
। भैया के साथ तो भाभी बच्चे है ।
उन्हें जरुरत ज्यादा है।💃🏃🏽
:
ऐसा विचारकर वह 10 बोरे अनाज
बड़े भाई के अनाज में डाल देता
है। बड़ा भाई भोजन करके आता है ।
:
उसके आते ही छोटा भाई भोजन
के लिए चला जाता है।💃🏃🏽
:
भाई के जाते ही वह विचारता है ।
मेरा गृहस्थ जीवन तो अच्छे से चल रहा है...🙏🏽
:
भाई को तो अभी गृहस्थी जमाना है... उसे
अभी जिम्मेदारिया सम्हालना है...
मै इतने अनाज का
क्या करूँगा...🙏🏽
:
ऐसा विचारकर उसने 10 बोरे अनाज
छोटे भाई के खेत में डाल दिया...।
:
दोनों भाईयों के मन में हर्ष था...🙏🏽
अनाज उतना का उतना ही था और
हर्ष स्नेह वात्सल्य बढ़ा हुआ था...।
:
सोच अच्छी रखेंगें तो प्रेम🙏🏽
अपने आप बढेगा ...........
अगर ऐसा प्रेम भाई भाई में हुआ तो दुनिया की कोई भी ताकत आपके परिवार को तोड़ नही सकती...
अगर ये लेख अच्छा लगा हो तो सिर्फ अपने तक ही मत रखिये इसे आगे शेयर करे♑👈👌👌👌👌
🤓💃🤓💃🤓💃🤓💃🤓

નેવું વરસનાં કાકા કાકી વચ્ચેનો સંવાદ .

નેવું વરસનાં  કાકા કાકી વચ્ચેનો સંવાદ .

કાકા: હું રસોડામાં જઉં છું. તારે માટે કાંઈક લેતો આવું ?

કાકી: આઈસક્રીમનો કપ લાવજો. લખી લો , નહીં તો ભુલી જશો.

કાકા: ના, ના, યાદ રહેશે.

કાકી: ઉપર સ્ટ્રોબેરી મુકશો?

કાકા: ચોક્કસ.

કાકી: લખી લો ને. ભુલી જશો.

કાકા: અરે, એમ તે હોય?

કાકી: તો એમ કરો, આઈસક્રીમ ઉપર ક્રીમ પણ મુકજો. લો, હવે તો લખી જ લો, ભુલી જવાશે.

કાકા: અરે! લઇ આવીશ..

અડધો કલાક પછી, કાકા  માથું ખંજવાળતાં; ડીશમાં સેવ મમરા લઈને પાછા આવ્યા.

કાકી: જો હું કહેતી હતી ને ? ભુલી જ ગયા ને? મેં જોડે બુંદી લાવવાનું નહોતું કહ્યું?...😟😝😃

HAPPY golden years😜😜😜

May your enemies work

What a nice story...
An American man walked into a restaurant in London. As soon as he entered, he  noticed an Indian sitting in the corner.
So he walked over to the counter, removed his wallet and shouted, "Waiter! I am buying food for everyone in this restaurant, except that Indian guy over there!"
So the waiter collected the money from the man and began serving free food to everyone in the restaurant, except the Indian.
However,insteadof becoming upset, the Indian simply looked up at the American and
shouted, "Thank you!" That infuriated the man. So once again, the American took out his wallet and shouted, "Waiter! This time I am buying bottles of wine and additional food for everyone in this bar, except for that Indian  sitting in the corner over there!" So the waiter collected the money from the man and began serving free food and wine to
everyone in the bar except Indian.
When the waiter finished serving the food and drinks, once again, instead of becoming angry, the Indian simply smiled at the American man and shouted, "Thank you!"
That made the American man furious. So he leaned over on the counter and said to the
waiter, "What is wrong with that Indian man? I have bought food and drinks for everyone in this bar except him, but instead of becoming angry, he just sits there and smiles at me and shouts 'Thank you.' Is he
mad???"
The waiter smiled at the American and said, "No, he is not mad. He is the owner of this
restaurant.
May your enemies work unknowingly in your favour.

💬 Stay away from Anger..It hurts ..Only You!
💬 If you are right then there is no need to get angry,
💬 And if you are wrong then you don't have any right to get angry.
💬 Patience with family is love,
💬 Patience with others is respect.
💬 Patience with self is confidence and Patience with GOD is faith.
💬 Never Think Hard about thePAST, It brings Tears...
💬 Don't think more about the FUTURE, It brings Fear...
💬 Live this Moment with a Smile,It brings Cheer.
💬Every test in our life makes us bitter or better,
💬 Every problem comes to make us or break us,
💬 The choice is ours whether we become victims or victorious.
💬 Beautiful things are not always good but good things are always beautiful
💬 Do you know why God created gaps between fingers?
💬 So that someone who is special to you comes and fills those gaps by holding your hand forever.
💬 Happiness keeps You Sweet..But being sweet brings happiness.

Do Share it with all the Good People In ur Life.

વોટ્સએપ વપરાતા મિત્રો

*વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે...*

1 - વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ઉપીયોગી મેસેજ કરવા માટે જ કરો, અમુક ફ્રી ડેટા ફ્રી મોબાઈલ, ફ્રી વાઇફાઇ, ના મેસેજ ફોરવર્ડ કરશો નહી...  આ જગતમાં કશુંજ ફ્રી નથી મળતું...  મલ્ટીનેશનલ કંપની અને માર્કેટિંગ કંપનીઓ તમને ગાજર બતાવીને મફતમાં મેસેજ ફોરવર્ડ કરાવવાની કોશિશ કરશે, પણ તમે જાતે મૂરખના સરદાર છો એવું સાબિત કરશો નહી...

2 - આ મેસેજ બીજા ગ્રુપમાં મોકલો અને જાદુ જુઓ...   આવા મેસેજ ગ્રૂપોમાં ફોરવર્ડ કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરશો નહીં...  તમારા મિત્રોને ખબર પડી જશે કે તમારા માં કેટલી બુદ્ધિ છે !

3 - ધર્મ, સમાજ કે જ્ઞાતિ ને લગતા નકારાત્મક કે ટીકાત્મક મુદ્દાઓ તેમજ તમને ખબર ના હોય એવા ઐતિહાસિક મુદ્દાઓને લગતી પોસ્ટ ફોરવર્ડ કરશો નહી કારણકે સમાજ માં વૈમનસ્ય ફેલાવવું એ ગુનો છે....

4 - બીભત્સ ફોટો, વિડિઓ કે  સાહિત્યને લગતી પોસ્ટ ગ્રુપમાં શેઅર કરશો નહીં...  કારણકે આવી પોસ્ટ થી તમારું માનસિક સ્તર અને માનસિકતા છતી થાય છે, અને ગ્રુપ મેમ્બર ના પરિવારના લોકો ના હાથમાં મોબાઈલ જતો હોય, તમારા કારણે કોઈનું સાંસારિક જીવન બગડી શકે છે.....

5 - પોતાની જ્ઞાતિનું સૌને અભિમાન હોય છે, તમે પણ રાખો પણ બીજાની જ્ઞાતિને હલકી ચીતરતી પોસ્ટ ક્યારેય શેઅર કરશો નહી...

6 - સાવ નવરી બજારની જેમ વોટ્સએપ પર મથ્યા કરશો નહીં...  તમારા પોસ્ટિંગ થી વિનાકારણ મિત્રોને નોટિફિકેશન મળે છે... એમની રસ, રુચિ, માનસિક વિકાસ અને પસંદગી અલગ હોય શકે છે ...    જરૂરી નથી કે તમે જે પોસ્ટ કરો છો એ એમને ગમે જ માટે લોકોની મનમાં ગાળો ખાવાનો શોખ પાળશો નહીં ...

7 - હમણાં જ આ મેસેજ 11- કે 21- જણને મોકલો અને ચમત્કાર જુઓ, અથવા પોસ્ટ ડીલીટ કરશો તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડશે... આવા વાહિયાત અને અંધશ્રદ્ધા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરશો નહીં...  યાદ રાખો સંસાર કર્મને આધીન છે...  જેવું કર્મ કરશો તેવું ફળ મળશે..   મેસેજ ફોરવર્ડ કરવાથી બાબાજી નો ઠુંલ્લું મળે છે....

8 - વોટ્સએપ પર ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ ના ફોટો શૅર કરીને તમે તમારો અને તમારા મિત્રોના મોબાઈલ ડેટા પ્લાન ઓછા કરી રહ્યા છો...   ફોટા મોકલવા કરતા શબ્દોમાં 'ગુડ મોર્નિંગ' લખો વિડિઓ કે જીઆઇએફ ફાઈલ પણ ઝડપી ડેટા વપરાવી નાખવાનું મોબાઈલ કંપનીનું કાવતરું જ છે...

9 - અમુક ડોક્યુમેન્ટ મળ્યા છે, અમુક છોકરા ખોવાયા છે... અમુક ટ્રક ગૌ-માંસ લઈને નીકળી છે... અમુક જગ્યાએ એક્સીડેન્ટ થયો છે...  અમુક સંસ્થા બહુ સારું સેવા કાર્ય કરે છે....  કોઈ ગરીબની મદદ થશે ! આવા મેસેજ સાવ બોગસ અને ફાલતુ હોય છે, અથવા વર્ષો જુના હોય છે...   માટે ગાંડાની જેમ ફટાફટ ફોરવર્ડ કરશો નહી, તમે જાતે આપેલી લિંક કે ફોન નંબર પર કોલ કરીને ખાતરી કરો પછી જ ગ્રુપમાં મેસેજ પોસ્ટ કરો.....

10- જે વિષય માટે ગ્રુપ બનાવવામાં આવ્યું હોય એને લગતા જ મેસેજ કરો...    ભળતા મેસેજો કરીને તમારી ઓછી અક્કલનું પ્રદર્શન કરશો નહીં ...

11 - ગ્રુપ એડમીનએ કઈંક વિચારીને તમને એ ગ્રુપ માં એડ કર્યા હોય છે...  એમને તકલીફ થાય અથવા બીજા મેમ્બર્સ ને ખરાબ લાગે એવી વાત, વિચાર કે વસ્તુ ક્યારેય ગ્રુપમાં પોસ્ટ કરશો નહીં.......

12 - ભારતમાં ઈન્ટરનેટ લો કાર્યરત છે.... સરકાર, સમાજ, સંસ્થા, કે મહાપુરુષોની ટીકા કરતી પોસ્ટ પર સરકાર કે પોલીસ એક્શન લઇ શકે છે...   તમારી બેવકૂફીને કારણે એડમીનને પણ સજા થઇ શકે છે, એટલું ધ્યાનમાં રાખો ....

13 - અવિચારી વાતો, સુવિચારો અને અણઘડ ધાર્મિક ફિલોસોફી ને લગતા ફોટો પોસ્ટ કરશો નહીં...  તમે ગમે એટલા હોશિયાર દેખાવાનો દંભ કરો, સામે વાળા તમારા કરતા વધુ હોશિયાર જ હોય છે...   અને તમારી માનસિકતા સમજી જાય છે, લોકોની નજર માં થી ઉતારી જવાની કુચેષ્ટા કરશો નહીં...

14- ગીત, ગઝલ, કવિતા કે સાહિત્ય સર્જકના નામ સાથે જ શેઅર કરો, રચયિતાને ક્રેડિટ આપવી એ આપણી ફરજ છે....

15- સુવિચારો બીજાને સારું લગાડવા જ હોય છે એવું નથી, તમારા જીવનમાં જે સુવિચાર નું આચરણ કરતા હો એવા સુવિચારો જ પોસ્ટ કરો, યાદ રાખો દુનિયા ઊંધા ચશ્મા પહેરીને નથી બેઠી, એ બધું જોતી સમજતી હોય છે.....

16- વોટ્સએપ થી કોઈનું ઘર નથી ચાલતું કામધંધા ને પ્રાધાન્ય આપો, વોટ્સએપ માટે એક ટાઈમટેબલ બનાવો, 24-કલાકમાં થી 30- મિનિટ થી વધુ વોટ્સએપ વાપરતા લોકો માનસિક બીમાર અને બેકાર હોવાની છાપ પડે છે, તમારી ઇમેજ તમારે ક્રિએટ કરવાની છે.....

17- ગમતા મેસેજો પર યોગ્ય પ્રતિભાવ આપો, પણ તમારી મર્યાદા કે વિવેક જાળવીને....

18- બધા મુકાભાઈ નું જીઓ નથી વાપરતા માટે જિવો અને જીવવા દો ! બસ આટલી તકેદારી રાખીને વૉટ્સઍપ નો ઉપીયોગ કરો...

જનહિતમાં જારી !

અતિતની અટારીએથી

અતિતની અટારીએથી  !!
-------------------------------

દાદીમા બનાવતા હતા રોટલી,
પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !

રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું, 
ગોળનું ઢેફું ખાવા માટે !

કબુતરોને  ચણ,
           કીડીઓને લોટ !

શનિવારે હનુમાનને સરસવનું તેલ, 
અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!

બધું જ એજ ઘરમાંથી  અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો'તો !!

આજ..

સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !

મને આજે પણ યાદ છે..

મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા...
દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !

ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા !

સોફા અને ડબલ બૅડ શું આવી ગયો,
અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !

ઘરના માથે સૂતા'તા અને વાતો અલકમલકની કરતા'તા !

ઘરના આંગણે ઝાડ હતા,
સૌના સુખ-દુ:ખ ભેળા હતા !

દરવાજા ઘરના ખુલ્લા રહેતા'તા,
રસ્તે જનારા પણ આવી બેસતા'તા !

કાગડા છત પર બોલતા'તા,
મહેમાન પણ આવતા જાતા,તા !

એક સાયકલ જ ખાલી પાસે હતી , 
તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !

સંબંધો સૌ સાચવતા હતા,
રિસાતા હતા અને મનાવતા પણ હતા !

પૈસાનું ભલે છેક હતું,
પણ તેનું દુ:ખ ના એક હતું !

મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા !

હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું છે !!!

જીવન નીકળતું જાય છે.

*જીવન નીકળતું જાય છે..*

આંખ ખોલીને આળસ મરડવામાં..
પુજા-પાઠ ને નાહવા-ધોવામાં..
દિવસભરની ચિંતા કરવામાં..
ચા ઠંઙી થઈ જાય છે..
    *.....જીવન નીકળતું જાય છે.*

ઓફિસની ઉલ્ઝનોમાં..
પેન્ડીંગ પડેલ કામોમાં..
તારાં મારાંની હોડમાં..
રૂપીયા કમાવવાની દોડમાં..
સાચું-ખોટું કરવામાં..
ટીફીન ભરેલ રહી જાય છે..
*.....જીવન નીકળતું જાય છે.*

મેળવ્યું એ ભૂલી જઈ..
ન મળ્યું એની બળતરા થાય છે..
હાય-હોયની બળતરામાં
સંધ્યા થઈ જાય છે..
ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે..
   *.....જીવન નીકળતું જાય છે.*

તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં..
ઠંડો પવન લહેરાય છે તો પણ..
દિલમાં કોઈનાં કયાં ઠંડક થાય છે.. ?
અધુરાં સપનાઓ સાથે
આંખ બંધ થાય છે....
*.....જીવન નીકળતું જાય છે.*

*ચાલો..*
*સૌ દિલથી જીવી લઈએ..*

*જીવનનીકળતું જાય છે*.

આપણે ક્યાંક મોટા થઇ ગયા...

*આપણે મોટા થઇ ગયા*

"ધ્યાન દોરવા જોરથી રોવું" અને "ધ્યાન ન પડે તે માટે છાને ખૂણે રોવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"કટ્ટી" અને "બ્લોક્ડ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"૧ રૂપિયાની ૭ પાણીપુરી" અને "૭ રૂપિયાની ૧ પાણીપુરી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મેદાન પર આવીજા" અને "ઓનલાઈન આવીજા" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હોટલમાં ખાવા ઝંખવું" અને "ઘરનું ખાવા ઝંખવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ખાધુ પીધુ ને રાજ કર્યુ" અને "દુનિયાદારી સ્વીકારવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"બહેનની પારલે ચોકલેટ ચોરવી" અને "બહેન માટે સિલ્ક લાવવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે" અને "snooze બટન દબાવવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"તૂટેલી પેન્સિલ" અને "તૂટેલા દિલ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"જીંદગીભરના દોસ્ત" અને "કાંઇજ કાયમી નથી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હું મોટો થવા માંગુ છું" અને "હું ફરીથી બાળક બનવા માંગુ છું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ચાલો મળીને પ્લાન કરીએ" અને "ચાલો પ્લાન કરીને મળીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

"મા બાપ આપણી ઇચ્છા પુરી કરે" અને "આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા... 🙋‍♂🙏