ગૂરૂ પૂર્ણિમા...એવા ગૂરૂવરને કોટી કોટી પ્રણામ..



.................... ગૂરૂ  પૂર્ણિમા ....................

"गुरुः ब्रम्हा गुरुः विष्णु गुरुः देवो महेश्वरः 
गुरुः शाक्षात परमब्रम्ह तस्मैश्री गुरवे नमः"   

જેમ કુંભાર માટીના પિંડને, સુવર્ણકાર સોનાની લગડીને અને રત્નકલાકાર હીરાનાં કાચા પથ્થરને અથાગ મહેનત અને અનેરી જહેમતથી યોગ્ય 'આકાર' આપી એક અનન્ય ઓળખ ઉભી કરી એને મૂલ્યવાન બનાવે છે, તેવી જ રીતે ગુરૂ, શિક્ષક, ટીચર, માસ્તર (માં ના સ્તર સુધી જઈને કેળવણી આપે એ માસ્તર..), સર કે પ્રોફેસર જેવા અનેકવિધ સર્વનામ સ્વરૂપે એ પરમ  વંદનીય અને "પૂજનીય ગુરુજી" ને આજના ગૂરૂ પૂર્ણિમાનાં પાવન દિવસે કોટી કોટી વંદન...,
      
ઉપર્યુક્ત સિવાયનાં સર્વનામ સ્વરૂપે પણ કોઈપણ વ્યક્તિવિશેષ "ગૂરૂ" હોઈ શકે, તે રાહબર બની આપણાં જીવનનું સાચા અર્થમાં  ઘડતર કરે છે
...એવા ગૂરૂવરને  કોટી  કોટી પ્રણામ..,    

આજના "ગૂરૂ પૂર્ણિમા"નાં અવસરે આપણામાં વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક અને આધ્યાત્મિક સંસ્કાર અને સમજણનું પાથેય આપી,આપણાં વ્યક્તિત્વને અનેરો આકાર આપી આપણે સમગ્ર સમાજને તેઓ દ્વારા મેળવેલ કેળવણીનો બૃહદ લાભ આપી શકીએ એ યોગ્ય બનાવવા બદલ આજનાં "ગૂરૂ પૂર્ણિમા"નાં અવસરે હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરીએ.., દિલની ઊર્મીઓથી યાદ કરી કહીએ કે " આજે હું જે પણ કાંઈ છું,
જ્યાં પણ છું તે તમે મારા જીવનઘડતરમાં કરેલ  સંસ્કારસિંચનને કારણે થઇ શક્યું...",     
  


આવો કૃતજ્ઞભાવ વ્યક્ત કરી એ વ્યક્તિવિશેષ જે કોઈ પણ સ્વરૂપે હોય પણ તેઓએ આપણાં જીવનપથને યોગ્ય દિશા અર્પી  એ બદલ આજનો 'ગૂરૂ પૂર્ણિમા' નો અવસર ઉજવીએ...

****************

જીવનના ''ગુરુ'' શિખડાવે તે ગુરુ.
શિષ્યની જીવનરૃપી નૈયાને જે તારે તે ગુરૃ.
જીવના મોક્ષનો માર્ગ સરળ બનાવે, મોકળો બનાવે તે ગુરૃ.
શિષ્યને અંધકાર (અજ્ઞાાન)થી પ્રકાશ (જ્ઞાાન) તરફ દોરી જાય તે ગુરુ.

ભારતીય સંસ્કૃતિમાં ગુરુ- શિષ્યનો સંબંધ, તેનો મહિમા અપાર છે.
આમ યોગ્ય રીતે જ ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે.......

જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધવા માટે ગુરુની અવશ્ય જરૃર પડે છે.
આધ્યાત્મિક વિદ્યા સંપન્ન કરવા માટે ગુરુ વિના કેવી રીતે ચાલી શકે?

ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોદ્યત
ક્ષુરસ્યધારા નિશિતા દુરત્યયયા
દુર્ગ પથસ્તત્ કવયો વદન્તિ ।।

ભગવાનને માર્ગે પોતાને મેળે ચાલવું તે અસ્ત્રાની ધાર ઉપર ચાલવા બરાબર છે, માટે ઉઠો, જાગો, ગુરુને પામી આત્મા-પરમાત્માનું જ્ઞાન મેળવો.

શ્રી કબીરદાસજીનું પોતાના ગુરૃ માટેનું સમર્પણ તે આ જગત માટે દિશાચિહ્ન છે. કબીરજીએ દોહા દ્વારા આ દિનનું મહત્ત્વ બતાવ્યું છે.

''ગુરૃ ગોવિન્દ દોહુ ખડે, કાકે લાગુ પાય...
બલિહારી ગુરૃ આપને, ગોવિન્દ દિયો બતાય...''

એકવાર રામાનંદજી ગંગામાં સ્નાન કરવા જતાં હતા. તેમના પગ સીડી ઉપરથી ઉતરતાં કબીરજીનાં ઉપર પડયો ને રામાનંદજી પોતાના મુખેથી પરમાત્માનું નામ બોલ્યા. શ્રી કબીરજીએ મનમાં વિચારી લીધું કે તે જ મંત્ર મારા માટે દિશા મંત્ર છે અને તેમ માનીને રામાનંદજીને પોતાના ગુરૃ તરીકે માની લીધાં. કબીરજી કહે છે કે હું ભલે કાશીમાં જનમ્યો પણ મારામાં ભક્તિ તો રામાનંદજીએ જગાડી છે. ગુરૃનું સ્થાન પરમાત્માથી પણ ઉંચુ હોય છે.

ગુરૃ બ્રહ્મા, ગુરૃ વિષ્ણુ છે, ગુરૃ મહેશ્વર દેવ,
પરબ્રહ્મ શ્રી ગુરૃ નકી જાણી કરવી સેવ.

ગુરૃ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના કાર્ય જેવા કે સર્જન, પાલનપોષણ અને સંહાર કરનાર હોઇ ગુરૃ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. ગુરૃ શિષ્યનો જીવભાવ નિવારીને તેને બ્રહ્મ સ્વરૃપ બનાવે છે. એટલે કે શિષ્યનું નવસર્જન કરે છે માટે તે બ્રહ્મા છે. શિષ્યનું અજ્ઞાાન દૂર કરી તેનું પાલન કરે છે માટે ગુરૃ વિષ્ણુ છે. ગુરૃ ભવસંહાર કરી આવાગમનથી મુક્ત કરે છે માટે શિવ સ્વરૃપ છે.