આ "હેપી ગોઇંગ મેરેજ" નું સિક્રેટ જાણવા..


છેલ્લે સુધી વાંચજો.... !!
=============================

કોઈ પણ કજીયો, કંકાસ વગર પ્રેમથી આ કપલ સાથે રહેતું હતું. આજે તેઓની ૨૫ મી એનીવર્સરી હતી. આખા, શહેરમાં આ કપલના ચર્ચા હતા કે કોઈ પણ ગેરસમજ વગર ૨૫-૨૫ વર્ષ કેવી રીતે પસાર કર્યા ?

લોકલ ન્યુઝ પેપર અને ટી.વી ચેનલ વાળા તેના આ "હેપી ગોઇંગ મેરેજ" નું સિક્રેટ જાણવા માટે તલપાપડ હતા.

એડિટર : સર, આ કોઈને માનવામાં ન આવે એવી અદભૂત વાત છે. ૨૫-૨૫ વર્ષ આ રીતે સાથે રહેવું અને કોઈ પણ ઝગડો કે સંઘર્ષ નહિ ! એવું તો શું છે તમારી પાસે જેથી આપ આ કરી શક્યા ?

પતિ એના હનીમૂનના જુના અને રોમેન્ટિક દિવસોને યાદ કરતા કહે છે,
"અમારા લગ્ન થયા અને ૩ દિવસ બાદ અમે હનીમૂન માટે શિમલા ગયેલા.
અમે બંને ઘોડેસવારીના બહુ જ શોખીન,
એક દિવસ અમને ઘોડેસવારી કરવાનો ચાન્સ મળી ગયો.
અમે બંને અલગ અલગ ઘોડા પર બેઠા.
મારા વાળો ઘોડો સીધો અને સરળ હતો પણ મારી પત્નીનો ઘોડો થોડો અળવીતરો હતો.
મને શંકા હતી અને એવું જ થયું, આગળ જતા રસ્તામાં પેલા એ છલાંગ મારી
અને મારી પત્ની ઘોડા પરથી નીચે પડી.
તેણી સ્વભાવથી બહાદૂર ખરી,
તે ફરી ઉભી થઇ અને ઘોડાની પીઠ થાબડી ને બોલી,
"This is your first time”

તેણી ફરી ઘોડા પર સવાર થઇ અને પેલો આગળ ચાલ્યો.
થોડા સમય બાદ ફરી એવું જ થયું. આ વખતે તેણી ફરી મૌન રહી અને બોલી,
“This is your second time” અને ફરી ઘોડે સવારી ચાલુ કરી.

ઘોડાએ ત્રીજી વખત અળવીતરાઈ કરી અને એને નીચે પાડી.
આ વખતે તેણીએ ધીમેથી તેના પર્સમાંથી રિવોલ્વર કાઢી
અને પેલાનું ત્યાં જ ઢીમ ઢાળી દીધું !

આ જોતા જ મેં એને ગુસ્સામાં જોર થી કહ્યું,
 "એલી, ગાંડા જેવી તે આ શું કર્યું ? સાઈકો થઇ ગઈ કે શું ?
અબોલ પ્રાણી ને તે મારી નાખ્યું ? મગજ છે કે નહિ ?

તે મારા સામે જોતી રહી અને આટલું બોલી,

“This is your first time!

પતિ : બસ, એ ઘડી અને આજનો દિવસ ! અમે સુખી અને ખુશ જ છીએ !