આપણું પણ કંઈ તેવું તો નથીને ?

_*આપણે વાસી ખાઇને*_
_*ઉપવાસી રહીએ છીએ?*_                                
પહેલાના સમયમાં એક બહેન લગ્ન થયા સાસરે ગયા. થોડા દિવસ પછી એક સંબંધી તેના ગામમાં આવ્યા. મળ્યા.
જતી વખતે પૂછે છે કે પિયરમાં કંઈ કહેવું છે ?                               
બહેન કહે કે ઘરે કહેજો કે "દિકરી મજામાં છે. વાસી ખાય છે ને ઉપવાસી રહે છે."                    
પેલા ભાઈ કહે - સારું.                      
તેમના ગયા પછી સાસુ પૂછે છે કે..."વહુ, તમને અહીં આવ્યા પછી ક્યારે વાસી ખવડાવ્યું ? ક્યારે ઉપવાસ કરવો પડ્યો ?"
વહુ કહે - હું અહીં આવી ત્યારથી જોઉં છું કે બધા ખાઇ-પીને મજા કરે છે.પણ કોઈ ભગવાનને યાદ કરતું નથી. કે સત્ કર્મ કરતું નથી. ગયા જન્મે કંઈ સારા કર્મો કર્યા હશે તેથી આ જન્મમાં ભગવાને ઘણી સંપત્તિ આપી છે. તેથી એવું કહ્યું.                                 
સાસુ કહે-બેટા, સમજાવો કેવી રીતે?                                         
વહુ કહે-બા,આ જન્મમાં જે પણ સુખ ભોગવીએ છીએ તે ગયા જન્મના સત્ કર્મનું પરિણામ છે તે અર્થમાં આપણે વાસી (ગયા જન્મનું) ખાઇએ છીએ.                 અને (આવતા જન્મને માટે) આ જન્મમાં કંઈ સત્ કર્મ કરીને જમા કરાવતા નથી તે અર્થમાં ઉપવાસી રહીએ છીએ. એટલે કહ્યું કે "વાસી ખાઇએ છીએ અને ઉપવાસી રહીએ છીએ "                        
આપણું પણ કંઈ તેવું તો નથીને ?
આંતર અવલોકન કરીએ અને સત્(પ્રભુ)ને ગમે,
તેની નજીક જવાય તેવા થોડાઘણા પણ સત્ કર્મ કરીને આ જન્મ તથા આવતો જન્મ સફળ બનાવીએ.
  અસ્તુ. 