આજની પેઢી પાસે શું નથી ?

આજની પેઢી પાસે શું નથી ?

એમની બુદ્ધિ...
ભલભલાને પાણી પીવડાવે એવી !

એમને મળતી સગવડો...
કેટલી બધી !

જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ...
ઢગલાબંધ !

ફેમિલીનો સહકાર...
સતત !

અરે !
એમ કહું તો ચાલે કે -
માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે...
અને,
પછી જ પોતાનો કોઈ પ્રોગ્રામ બનાવે !!

સુખ સગવડના સાધનો ?
એના વગર તો જીવાય જ કેમ !

ખુદ માતા કે પિતા જુનો ફોન વાપરે,

સ્કૂટર જુનું થયું હોય તો ચલાવી લે...
પણ,
દીકરાને બાઈક કે દીકરીને સ્કૂટી તો નવું જ અપાવે !!

ટ્યુશન...
સ્કુલની મોટી ફી દેવું કરીને પણ અરેન્જ કરી આપે !

અને,
છતાં આજની પેઢી,
આજનો યુવાન કે યુવતીના ચહેરા પર કોઈ ખુશી કેમ નથી ?
આ પેઢી ઉદાસ કેમ છે ??

૪૦-૫૦ વર્ષ કે એથી મોટી વયના લોકોને યાદ હશે કે -
માતા-પિતાને ખબર પણ ના હોય કે... પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે !

અરે,
આજે સ્કુલમાં સાહેબે તમને બોલાવ્યા છે, એવું પિતાજીને કહેવામાં પણ ડર લાગતો !

કારણકે -
આપને જ કોઈ ભૂલ કરી હશે...
અને,
ફરિયાદ કરવી હશે...
- એમ માની પપ્પાના હાથનો લાફો પહેલાં પડી જતો !

અને,
“ભણે છે તો શું થયું ?
બજારનાં નાનાં-મોટાં કામ તો તારે જ કરવાના..”

અથવા,

દીકરી હોય તો ઘરનાં કામ, !
-આવો સંવાદ દરેકના જીવનમાં થયો હશે...

અરે ભલું હોય તો -
પપ્પાની દુકાન સંભાળવા પણ જવું પડતું.

લેસન કરવાની જવાબદારી તો આપણી જ !

એના માટે કોઈ સ્પેશિયલ સમય નહોતો ફાળવાતો...

અને ટ્યુશન ?

એ શું વળી ?

“સ્કુલમાં ઢોર ચારે છે...
તો તારે ટ્યુશન રખાવવું પડે ?”
-આ ડાયલોગ પણ ઘણાં બધાએ સાંભળ્યો હશે !

અને,
ટ્યુશન રખાવનાર બાળક સહુથી ડફોળ ગણાતો...

એટલે જો શિક્ષક બાળકને ટ્યુશન રખાવવાનું કહે...
તો -
બાળકને અને વાલીને ડૂબી મરવા જેવું લાગતું  !!

છતાં ચહેરા પર ખુશી કેટલી હતી !

કોઈ બોર્નવીટા કે હોર્લીક્સ વાળું દૂધ નહોતું મળતું...

અને,
છતાં એ વખતે પણ હાઈટ વધતી હતી...
અને,
શક્તિ અત્યારના બાળક કરતાં વધુ રહેતી ! 

સ્કુલેથી આવી દૂધ પીને સીધા ગલીમાં કે પો�