कुछ रह तो नहीं गया ?*

*कुछ रह तो नहीं गया ?*

3 महीने के बच्चे को दाई के पास रखकर जॉब पर जानेवाली माँ को, दाईने पूछा... कुछ रह तो नहीं गया ?
पर्स, चाबी सब ले लिया ना ?

अब वो कैसे हाँ कहे ?
पैसे के पीछे भागते भागते... सब कुछ पाने की ख्वाईश में वो जिसके लिये सब कुछ कर रही है, वह ही रह गया है.....*

शादी में दुल्हन को बिदा करते ही शादी का हॉल खाली करते हुए दुल्हन की बुआ ने पूछा..."भैया, कुछ रह तो नहीं गया ना ?
चेक करो ठीक से ।
.. बाप चेक करने गया तो दुल्हन के रूम में कुछ फूल सूखे पड़े थे।
सब कुछ तो पीछे रह गया... 25 साल जो नाम लेकर जिसको आवाज देता था लाड से...
वो नाम पीछे रह गया और उस नाम के आगे गर्व से जो नाम लगाता था, वो नाम भी पीछे रह गया अब ...

"भैया, देखा ?
कुछ पीछे तो नहीं रह गया ?"
बुआ के इस सवाल पर आँखों में आये आंसू छुपाते बाप जुबाँ से तो नहीं बोला....
पर दिल में एक ही आवाज थी...

सब कुछ तो यही रह गया...*

बडी तमन्नाओ के साथ बेटे को पढ़ाई के लिए विदेश भेजा था और वह पढ़कर वही सैटल हो गया,
पौत्र जन्म पर बमुश्किल 3 माह का वीजा मिला था और चलते वक्त बेटे ने प्रश्न किया सब कुछ चैक कर लिया कुछ रह तो नही गया ?
क्या जबाब देते कि
अब छूटने को बचा ही क्या है ....*

60 वर्ष पूर्ण कर सेवा निवृत्ति की शाम पी ए ने याद दिलाया चेक कर ले सर कुछ रह तो नही गया,
थोडा रूका और सोचा पूरी जिन्दगी तो यही आने- जाने मे बीत गई !
अब और क्या रह गया होगा ?*

😑 *"कुछ रह तो नहीं गया ?*

" शमशान से लौटते वक्त किसी ने पूछा, नहीं कहते हुए वो आगे बढ़ा...
पर नजर फेर ली,
एक बार पीछे देखने के लिए....पिता की चिता की सुलगती आग देखकर मन भर आया ।
भागते हुए गया , पिता के चेहरे की झलक तलाशने की असफल कोशिश की और वापिस लौट आया ।

दोस्त ने पूछा... कुछ रह गया था क्या?

भरी आँखों से बोला...
*नहीं कुछ भी नहीं रहा अब...*
और जो कुछ भी रह गया है वह सदा मेरे साथ रहेगा* ।।

एक बार समय निकालकर सोचे , शायद पुराना समय याद आ जाए, आंखें भर आएं और *आज को जी भर जीने का मकसद मिल जाए*।

मैं अपने सभी दोस्तों से ये ही बोलना चाहता हूँ.......

यारों क्या पता कब*
इस जीवन की शाम हो जाये.......*

इससे पहले ऐसा हो सब को गले लगा लो, दो प्यार भरी बातें कर लो.....

ताकि कुछ छूट न जाये .....*

🌹🌹

ઝઘડા-કંકાસની અસર બાળકો પર

ઘરમાં થતાં ઝઘડા-કંકાસની અસર બાળકો પર થાય?
મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

‘આ શું બનાવ્યું છે ?’
‘ઓહ….મમ્મી….. આ કઢી તો બહુ ખરાબ છે.’ દીકરો મોટેથી બરાડી ઊઠયો.
‘સોરી… આઈ એમ. સોરી… બેટા….’ મમ્મીએ દિલગીરીપૂર્વક કહ્યું.
‘ના….. મારે નથી ખાવું.’ બાળકે તોફન શરૂ કર્યું.
‘બેટા… પ્લીઝ… આજે હું…. !’ આટલું બોલતાં તો મમ્મીની આંખો ભીની થઈ ગઈ.

મમ્મી આજે ખૂબ થાકી ગઈ હતી. આજે સવારથી જ તબિયત પણ સારી નહોતી. નોકરી પરથી ઘરે આવતાં ખૂબ મોડું થઈ ગયું હતું. તેમ છતાં ઝડપથી હાથ-પગ ધોઈ રસોઈ બનાવવા મંડી પડી હતી. પપ્પા પણ આજે ઘરે મોડા આવ્યા હતા.

દીકરાને ખૂબ ભૂખ લાગી હતી. પપ્પા સાથે જમવા બેઠો હતો. મમ્મીએ બંનેને થાળી પીરસી હતી અને ગરમ -ગરમ રોટલી બનાવીને બંનેને જમાડતી હતી અને દીકરો મોટેથી બરાડી ઊઠયો, ‘કઢી બહુ ખરાબ છે મારાથી ખવાશે નહિ.’

પપ્પાએ બાળક તરફ્ જોયું ને શાંતિથી કહ્યું, ‘જો, બેટા બૂમો પાડવાની જરૂર નથી. હું પણ કઢી ખાઈ રહ્યો છું. જો તને કંઈક ઓછું વત્તું જણાય તો તેમાં મીઠું-મરચું-લીંબુ નાખીને તને ભાવે તેવી બનાવી લે.’

પપ્પાના કહેવાની બાળક પર અસર થઈ. તેણે શાંતિપૂર્વક કઢી ખાઈ લીધી. હવે પત્ની જમવા બેઠી તેને ખબર પડી કે કઢીમાં મીઠું કે મરચું નાંખવાનું પોતે ખરેખર ભૂલી જ ગયેલી. તેણીએ પતિને પૂછયું કે, ‘ખરેખર કઢી સ્વાદહીન છે. તો તમે કેમ કંઈ ન બોલ્યાં ?’ ત્યારે પતિએ કહ્યું કે, ‘દીકરો મોટો થશે ત્યારે તેને કઢીના સ્વાદ વિશે કંઈ યાદ નહીં હોય, પરંતુ તેને મારા શબ્દો અને વર્તન હંમેશાં યાદ રહેશે.’

*બાળકની સૌથી મોટી ટેકસબુક મા-બાપનું તેની સામેનું વર્તન છે. પોતાના કુટુંબ પાસેથી બાળક જેટલું અને જેવું શીખે છે તેવું બીજે કયાંયથી શીખતું નથી!*

*વિનય અને સંસ્કારનું શિક્ષણ તેને પોતાના ઘરમાંથી જ મળે છે. જે ઘરમાં અસંસ્કારીતા અને કલુષિત વાતાવરણ હોય ત્યાં ઘડતરના મોટા પ્રશ્નો સર્જાતા હોય છે. મોટે ભાગે મા-બાપ પોતાનું આદર્શ વર્તન બાળકો સમક્ષ મૂકવામાં સદંતર નિષ્ફ્ળ જતા હોય છે. મા-બાપ માટે, નાની લાગતી વાત કે ઘટના બાળક માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. બાળપણમાં બનેલી કોઈપણ ઘટનાની સારી-નરસી અસર મન ઉપર આજીવન રહે છે. બાળકના નિર્દોષ અને નિર્મળ મનમાં સારી ઘટનાઓ, સારા બનાવો અને તેના વ્યકિતત્વને પોષક બને તેવાં ઉદાહરણો પૂરા પાડવાની પેરેન્ટ્સની મોટી જવાબદારી છે. બાળકને એવા પ્રસંગોમાં કયારેય ન મૂકવું કે જેમાં તેને ખોટું બોલવાથી ફયદો થતો હોય ! સાચંુ બોલવાથી તત્પૂરતંુ નુકસાન થશે, પરંતુ લાંબેગાળે ફયદો છે તે વાત બાળકને સમજાવવામાં મોટે ભાગે પેરેન્ટ્સ નિષ્ફ્ળ જતા હોય છે. પરિણામે બાળકને નાનપણથી જ ખોટું બોલવાની આદત પડી જાય છે. ખોટું બોલવું ને સુ-ઘડતરને બારમો રાહુ છે.*

*આ ઘટના માત્ર કઢી પૂરતી મર્યાદિત ન રહેતા બાળકના ઘડતરમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. દરેક વખતે રસોઈ સારી જ બને એવું નથી. રસોઈ છે કયારેક બગડે પણ ખરી, તેમાં મોં બગાડવાને બદલે મીઠું-મરચંુ-લીંબુ ઉમેરીને પોતાને ગમતો ટેસ્ટ મેળવી શકાય છે. જો પપ્પાએ તેના દીકરા જેવું વર્તન કર્યું હોત તો તેની પત્ની તો દુઃખી થાત જ, પરંતુ તેનો દીકરો આવું વર્તન કાયમ માટે શીખી જાત.*

*ઘર બને છે ગૃહિણી થકી. તેના ગમા-અણગમા અને ટેન્શનનો વિચાર કરી તેની કાળજી લેવાની દરેક સંસ્કારી કુટુંબના સભ્યોની ફ્રજ બને છે.*

*ઘરમાં બનતી દરેક ઘટના અને પ્રસંગની બાળકનાં મન ઉપર શી અસર પડશે? તેની મા-બાપે આગોત્તરી કાળજી રાખવી પડે. બાળકને એક વ્યકિત તરીકે સ્વીકારવાથી અને તેના ગમા-અણગમાને ધ્યાને લેવાથી કેટલીક રુચિકર બાબતોને નીવારી શકાય છે. બાળક ભલે નાનું છે પણ તેનું સન્માન પુખ્ત છે આ બાબતનું ધ્યાન રાખવાથી બાળકના ઘડતરમાં ધાર્યો ઘાટ આપી શકાય છે.*

એટલું કામ આજે જ કરવાનું છે,

એટલું કામ આજે જ કરવાનું છે,
એ ન આવે તો સામેથી મળવાનું છે;

છો ને ખારો હો સાગર, નદીએ છતાં-
જીદ છોડી, જઈ એમાં ભળવાનું છે;

ખૂબ ઊંચે ચડી ગ્યા એ જોયું અમે;
લ્યો, હવે જાળવીને ઊતરવાનું છે!

કાંઈ સૂરજ બધાએ થવાનું નથી,
એક દીવો થઈને સળગવાનું છે;

તું કરે એમ થાવાનું હોયે પ્રભુ!
તો અહીં મારે શાને રઝળવાનું છે?

શ્વાસને જાણ કેવી? કે અંદર જઈ,
એક આંટો દઈને નીકળવાનું છે!

મજા કંઈક ઔર છે

*મજા કંઈક ઔર છે*

કોઈના આંસુ લૂછવાની
*મજા કંઈક ઔર છે,*

બા ને ઓછું સંભળાય છે,
પણ કેમછો પૂછવાની
*મજા કંઈક ઔર છે.*

ભલે પડખા ફેરવી ને સુતા હોઇએ વ્યવસ્થિત ઝગડા પછી,
અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની
*મજા કંઈક ઔર છે.*

હા , વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો,
પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની
*મજા કંઈક ઔર છે.*

બાકી ભલે ભડભાદર થઇ ફરતા હો આખા ગામમાં,
ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડુસકા સાથે રડવાની
*મજા કંઈક ઔર છે.*

નહીં ગળે મળી શકો હવે કે
નહીં એને વઢેલા શબ્દો પાછા લઇ શકો,
બસ ભીની આંખે બેનની રાખડીને ચૂમવાની
*મજા કંઈક ઔર છે.*

કાયમ કંઈ ભેગો નથી રહેવાનો, એને પણ એની જવાબદારીઓ છે,
દોસ્ત જયારે પણ મળે, બે ગાળ દઈ દેવાની
*મજા કંઈક ઔર છે.*

હા, દોસ્તોએ કાયમ મારા આંસુઓને ખભો ધર્યો છે,
આમ તો બધી અંગત વાતો છે પણ કહી દેવાની
*મજા કંઈક ઔર છે.*

जीने की असली उम्र तो साठ है ,

जीने की असली उम्र तो साठ है ,
बुढ़ापे में ही असली ठाठ है,
ना बचपन का होमवर्क ,
ना जवानी का संघर्ष ,
ना 40 की परेशानियां,
बेफिक्रे दिन और सुहानी रात है,
जीने की असली उम्र तो साठ है ,
बुढ़ापे में ही असली ठाठ है,
ना स्कूल की जल्दी,
ना ऑफिस की किट किट,
ना बस की लाइन ,
ना ट्रैफिक का झमेला,
सुबह रामदेव का योगा,
दिनभर खुली धूप ,
दोस्तों यारों के साथ राजनीति पर चर्चा आम है,
जीने की असली उम्र तो साठ है ,
बुढ़ापे में ही असली ठाठ है,
ना मम्मी डैडी की डांट ,
ना ऑफिस में बॉस की फटकार,
पोते-पोतियों के खेल,
बेटे-बहू का प्यार,
इज्जत से झुकते सर ,
सब के लिए आशीर्वाद और दुआओं की भरमार है,
जीने की असली उम्र तो साठ है ,
बुढ़ापे में ही असली ठाठ है,
ना स्कूल का डिसिप्लिन,
ना ऑफिस में बोलने की कोई पाबंदी,
ना घर पर बुजुर्गों की रोक टोक,
खुली हवा में हंसी के ठहाके,
बेफिक्र बातें,
किसी को कुछ भी कहने के लिए आज़ाद हैं,
जीने की असली उम्र तो साठ है ,
बुढ़ापे में ही असली ठाठ है।

ફરી એક વાર બોલીએ,

મારી સાથે બોલે છે ને ? એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા,

રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા.

કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા,

એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ.

ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા’તા,

કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા’તા.

એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું’તું,

નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું’તું.

હાંસિયામાં જે દોરેલા, એવા સપનાઓના ઘર હશે,

દોસ્ત, મારી નોટબુકમાં આજે પણ તારા અક્ષર હશે.

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતું’તું,

એકલા ઉભા રહીને શું વાત કરો છો ? એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું’તું ?

ખાનગી વાત કરવા માટે સાવ નજીક આવી, એક બીજાના કાનમાં કશુંક કહેતા’તા

ત્યારે ખાનગી કશું જ નહોતું અને છતાં ખાનગીમાં કહેતા’તા.

હવે, બધું જ ખાનગી છે પણ કોની સાથે શેર કરું ? નજીકમાં કોઈ કાન નથી,

દોસ્ત, તું કયા દેશમાં છે ? કયા શહેરમાં છે ? મને તો એનું પણ ભાન નથી.

બાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ,

ચાલ ને યાર, ફરી થી એક જૂની નોટબુક ખોલીએ...

परमात्मा कहा है

एक 6 साल का छोटा सा बच्चा अक्सर परमात्मा से मिलने की जिद किया करता था। उसकी चाहत थी की एक समय की रोटी वो परमात्मा के साथ खाये।

1 दिन उसने 1 थैले में 5, 6 रोटियां रखीं और परमात्मा को ढूंढने निकल पड़ा।
चलते चलते वो बहुत दूर निकल आया संध्या का समय हो गया।

उसने देखा नदी के तट पर 1 बुजुर्ग बूढ़ा बैठा हैं, और ऐसा लग रहा था जैसे उसी के इन्तजार में वहां बैठा उसका रास्ता देख रहा हों।

वो 6 साल का मासूम बालक,बुजुर्ग बूढ़े के पास जा कर बैठ गया,।अपने थैले में से रोटी निकाली और खाने लग गया।और उसने अपना रोटी वाला हाँथ बूढे की ओर बढ़ाया और मुस्कुरा के देखने लगा,बूढे ने रोटी ले ली,। बूढ़े के झुर्रियों वाले चेहरे पर अजीब सी ख़ुशी आ गई आँखों में ख़ुशी के आंसू भी थे,,,,

बच्चा बुढ़े को देखे जा रहा था, जब बुढ़े ने रोटी खा ली बच्चे ने एक और रोटी बूढ़े को दी।

बूढ़ा अब बहुत खुश था। बच्चा भी बहुत खुश था। दोनों ने आपस में बहुत प्यार और स्नेह केे पल बिताये।
जब रात घिरने लगी तो बच्चा इजाज़त ले घर की ओर चलने लगा।

वो बार बार पीछे मुड़ कर देखता , तो पाता बुजुर्ग बूढ़ा उसी की ओर देख रहा था।
बच्चा घर पहुंचा तो माँ ने अपने बेटे को आया देख जोर से गले से लगा लिया और चूमने लगी,बच्चा बहूत खुश था।

माँ ने अपने बच्चे को इतना खुश पहली बार देखा तो ख़ुशी का कारण पूछा, तो बच्चे ने बताया !
माँ,....आज मैंने परमात्मा के सांथ बैठ कर रोटी खाई,आपको पता है उन्होंने भी मेरी रोटी खाई,,,माँ परमात्मा् बहुत बूढ़े हो गये हैं,,,मैं आज बहुत खुश हूँ माँ

उस तरफ बुजुर्ग बूढ़ा भी जब अपने गाँव पहूँचा तो गाव वालों ने देखा बूढ़ा बहुत खुश हैं,तो किसी ने उनके इतने खुश होने का कारण पूछा????
बूढ़ा बोलां,,,,मैं 2 दिन से नदी के तट पर अकेला भूखा बैठा था,,मुझे पता था परमात्मा आएंगे और मुझे खाना खिलाएंगे।

आज भगवान् आए थे, उन्होंने मेरे साथ बैठ कर रोटी खाई मुझे भी बहुत प्यार से खिलाई,बहुत प्यार से मेरी और देखते थे, जाते समय मुझे गले भी लगाया,,परमात्मा बहुत ही मासूम हैं बच्चे की तरह दिखते हैं।

✔ सीख:*

इस कहानी का अर्थ बहुत गहराई वाला है। असल में बात सिर्फ इतनी है की दोनों के दिलों में परमात्मा के लिए प्यार बहुत सच्चा है। और परमात्मा ने दोनों को,दोनों के लिये, दोनों में ही (परमात्मा) खुद को भेज दिया। *जब मन परमात्मा भक्ति में रम जाता है तो हमे हर एक में वो ही नजर आने लग जाते है

હું પણ રિસાયો, અને તું પણ

Husband and wife

હું પણ રિસાયો, અને તું પણ
રિસાયેલી હોઇસ તો મનાવસે કોણ ?

આજે તિરાડ છે,
કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ?

હું પણ ચુપ ને તું પણ ચુપ,
તો આ ખામોશી તોડસે કોણ ?

દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું,
તો આ સબંધ નિભાવશે કોણ ?

દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી,
તો પહેલો હાથ આગળ વધારશે કોણ ?

તું પણ રાજી નથી કે હું પણ નહિ,
તો એક બીજાને માફ કરીને આગળ વધશે કોણ ?

એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં,
તો આ અહંમ ને હરાવશે કોણ ?

કોને જીવન મળ્યું છે સદા માટે, 
તો આ પળમાં એકલા રહેશે કોણ ?

કોઈક દિવસ બેમાં થી એક ની આંખો
હંમેશા માંટે બંધ થઇ ગઈ,
તો પછી પસ્તાવો કરશે કોણ ?

આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ,
ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ ...

એકબીજાની સાથે 
એકબીજાના પ્રેમમાં 
એકબીજાની યાદમાં..

કોણ કહે છે આજે મન મનમાં વેર છે,
સંબંધોની સુવાસ ઠેર ઠેર છે .

સંબંધો તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે.

હાફ સેન્ચુરી

હાફ સેન્ચુરી

——————  

 ડીફેન્સીવ રમી પચાસ પુરા કર્યા,

  હવે ખભા ઉંચકવા છે,

  ચોક્કા છક્કા મારવા છે, 

  હવે જ ખરી મજા છે.

  તનથી થાક્યો છુ જરા,

  મનથી હાર્યો જરાય નથી,

  હવે બમણા ઉમંગથી રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,

  કેટલુ બધુ સહન કર્યુ !

  હવે આ બધુ ગણકારવુ નથી,

  હવે જ ખરી મજા છે.

  આઉઽ થવુ મંજુર છે,

  રીટાર્યડ હર્ટ થવુ નથી,

  ખુમારીથી રમ્યો છુ,ખુમારીથી રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  સેન્ચુરી ભલે ના થાય,

  60,70, કે 80 માં આઉટ ભલે થવાય,

  બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,

  હવે જ ખરી મજા છે.

  ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,

  બાકીનુ હવે ટીમ પર છોડી,

  મારે મારી રીતે રમવુ છે,

  હવે જ ખરી મજા છે.

  સામે ઉભેલો પાર્ટનર,

  છેલ્લે સુધી સાથ આપે.....

  તો એક યાદગાર ઈનીંગ રમવી છે,

  હવે જ ખરી મજા છે.

બરકત નો પૈસો

બરકત💰 ,
નવલભાઈ શાહ

મહેશ બી.કોમ થઈ ગયો તેની ખુશાલી ઘરમાં સૌનાં મોં પર રમતી હતી. મહેશના મનમાં હતું કે હવે શહેરમાં સારી નોકરી મળી જશે; બૅન્કમાં નહિ તો સારી ખાનગી પેઢીમાં. તેને તેના વિષયના જ્ઞાન માટે ગૌરવ હતું. તે આખી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં (economics) સૌથી વધારે ગુણ મેળવી ઉત્તીર્ણ થયો હતો. મહેશના પિતા કાપડના વેપારી હતા. જીનમાં પણ ભાગીદારી હતી. પૈસેટકે સુખી હતા. મહેશ મોહનલાલ શેઠનો એકનો-એક દીકરો હતો, તેમની એવી ઈચ્છા કે મહેશ વેપારનું ભણ્યો છે તો ઘરનો ધંધો વિકસાવે. એ ભાવથી મોહનલાલ મહેશને વેકેશનમાં દુકાને લઈ જતા.

કાપડની જાતો અને ભાવ કેમ કરવો તે પણ સમજાવતા. આવેલ છાપા પર નજર ફેરવી રહ્યો હતો, ત્યાં એક ઘોડાગાડી આવીને ઊભી રહી.
મહેશનું ધ્યાન એ સુંદર શણગારેલી ગાડી ને રુઆબદાર ઘોડામાં રોકાયેલું હતું, ત્યાં જ એને કાને શબ્દ પડ્યો :
‘શેઠ, લ્યો આ વ્યાજ….’
મહેશે બાજુ પર જોયું. આવનારે મોહનલાલના હાથમાં એક પડીકું મૂકયું હતું. ‘વ્યાજ !’ મહેશ ચોંકી ઊઠ્યો.
શેઠ, આ કોણ ? તમારો મહેશ તો નહિ ? ઘણો મોટો થઈ ગયો….’
‘હા, બી.કોમ થઈ ગયો.’
‘ભાઈ, મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે. વાણિયાના દીકરા ભણવામાં પાછા ન પડે. ’ મુસાભાઈ સ્ફૂર્તિથી નીચે ઊતર્યા. ઘોડાગાડીમાં બેસતાં જ લગામ હાથમાં લીધી. ઘોડા પણ જાણે માલિકનો હાથ પારખી ન ગયા હોય એમ હણહણી ઊઠ્યા. આખું બજાર ઘોડા, ગાડી અને હાંકનાર મુસા શેઠનો રુઆબ જોઈ જ રહ્યું.

મહેશના મનમાં એક જ વિચાર ઘોળાતો હતો. આટલો સુખી માણસ પણ વ્યાજ ભરે ! મોહનલાલ મહેશના મનની મૂંઝવણ કળી ગયા હોય તેમ કહ્યું :
‘મહેશ, આ મુસા શેઠ અને આપણે ત્રણ પેઢીનો નાતો છે. એનો પણ ઈતિહાસ છે. આપણું મૂળ વતન ચાંચવેલ. લગભગ બધી વસ્તી મુસલમાનોની. આપણું એકલું જ વેપારીનું ઘર. ખેતીની સાથે થોડી ધીરધાર પણ કરીએ. મુસાના દાદાનું નામ કરીમ. આમ ગરીબ પણ ખૂબ ખાનદાન અને નેક. સુખી ખેડૂતને ત્યાં સાથી તરીકે રહે. એટલી પ્રમાણિકતાથી મજૂરી કરે કે કરીમને સાથી રાખવા પડાપડી થાય.

કરીમે મહેનત કરી સાદું જીવન જીવી થોડા પૈસા બચાવ્યા. એક દિવસ આપણા દાદા પાસે આવી કહે : ‘શેઠ, આખી જિંદગી પારકા ખેતરમાં મે’નત કરી છે. મારી પાસે થોડા રૂપિયા છે. થોડા તમે ધીરો તો એક ખેતર મળે એમ છે. વ્યાજ જે લેવું હોય તે લેજો પણ આટલો ખપ કાઢો.’ દાદા આમ સ્વભાવે ભલા. કોઈનું કામ હોય તો કાઢે. 
‘કરીમ, તું પહેલી વાર આવ્યો છે. પૈસા તો આપીશ…’
‘શેઠ, વ્યાજ જોઈએ તે લેજો… ખુદાને દેવું હશે તો ખૂણામાં ઢગલો દઈ દેશે.’ કરીમે કહ્યું.
‘જો કરીમ, નવ ટકાથી વધારે વ્યાજ લઈએ તો ભગવાન પૂછે. માંદેસાજે પાંચ-પચ્ચીસ લઈ જાય તો તેનું વ્યાજ ના હોય. પણ ધંધો કરવા લઈ જાય ત્યારે તો વહેવારે જે લેવાતું હોય તે જ લેવાય. આ વ્યાજનો પૈસો તો કાચો પારો. કોઈનો નિસાસાનો પૈસો આવે તો આપણને ખેદાનમેદાન કરી નાખે.’

ખેતરમાં પહેલે જ વરસે એટલું પાક્યું કે આખું ગામ બોલી ઊઠ્યું : ‘આ કરીમમિયાં છે નસીબદાર. આ ખેતરમાં કોઈ દી ઘઉંની બે ઝાલ નીકળી નથી. મિયાંને સો મણ ઘઉં પાકશે. ખુદાને દેવું હોય તો પથ્થર ફાડીને પણ આપે…..’ તો બીજાએ કહ્યું : ‘એના જેટલો પ્રમાણિક સાથી તો બતાવો ગામમાં બીજો. ભાઈ, ખુદાને ઘેર પણ ન્યાય છે.’ ખળામાંથી ઘઉંનાં ગાડાં સીધાં આપણે ઘેર આવ્યાં. ત્યારે ઘઉંનો ભાવ મણનો રૂપિયો સવા રૂપિયો. દાદાએ વ્યાજના પૈસા ગણ્યા, મૂળ રકમ ઉમેરી. અને બાકીના પાછા આપ્યા : ‘કરીમ, ઘઉં જોઈએ તો ઘઉં ને પૈસા જોઈએ તો પૈસા લઈ જા.’
‘શેઠ ! હમણાં તમારી પાસે જ રાખો. પણ તમારે મારું ખાતું ઊભું રાખવાનું છે. જિંદગીમાં પહેલી વાર શેઠ કર્યા છે.’
‘કરીમ, તું માગીશ તેટલા આપીશ.’
‘બધુંય સમજું છું. ખેતર ખરીદવા તમે જે રૂપિયા આપ્યા છે તે મારે ત્યાં રહેશે. ઘઉંના મારા પૈસા ભલે તમારે ત્યાં પડ્યા.’ કરીમે કહ્યું. જે પૈસા બચ્યા તેમાંથી બીજે વરસે બીજું ખેતર ખરીદ્યું અને સાત વરસમાં તો તે
વરસેમજૂરમાંથી ખેડૂત થઈ ગયો. એક સાંતીની જમીન; બે બળદ; ઘરનું ગાડું…. ઘર પણ સારાં કર્યાં. કરીમ માંદો પડ્યો. મૃત્યુ નજીક દેખાયું. તેનો દીકરો અનવર અને તેની પત્ની ખાટલા પાસે જ ઊભાં હતાં.
‘બેટા, શેઠને બોલાવ.’
અનવર દોડ્યો. શેઠ આવ્યા. ‘કરીમમિયાં તમે તો ખુદાને ઘેર જવાના. જિંદગીમાં કશું ખોટું કર્યું નથી. બાવડાંને બળે જીવી દીકરા માટે ખેતર મૂકતા જાવ છો…. હવે શાની ચિંતા ?’
‘શેઠ ! તમારા જેવા માથે શેઠ છે, પછી મને શી ચિંતા. આ અનવરને તમારો દીકરો જ માનજો. જો બેટા ! આજે આપણે જે કંઈ છીએ તે આ શેઠનાં બરકતવાળાં નાણાંનો પરતાપ. પૂછા આ તારી દાદીને. શેઠનાં નાણાં આવ્યાં ને દી ફર્યો. જો બેટા ! શેઠને ચોપડે ખાતું બંધ ન કરતો. દર અખાતરીએ સવાશેર ચોખ્ખા ઘીની સુખડી અને વ્યાજ આપ્યા પછી જ સાંતી જોડજે.’

આપણે તો મહેશ, વતન છોડી અહીં શહેરમાં આવ્યા, પણ મુસાશેઠ સાથેનો સંબંધ ઘર જેવો જ રહ્યો છે. પ્રસંગે એમને ત્યાં જઈએ ત્યારે પૂરા ભાવથી બ્રાહ્મણને બોલાવી રસોઈ કરાવે. મુસાની વહુ પણ એવી. એને હું ભાભી કહું… આ મુસો અનવરનો દીકરો. હવે તો એ લક્ષાધિપતિ થઈ ગયો છે. રૂના આપણા વેપારમાં પચીસ હજાર તો કાયમના જમાજ છે, પણ જ્યારે જોઈએ ત્યારે જોઈએ એટલા મોકલી આપે. કહે :
‘શેઠ, અહીં પડ્યા જ રહ્યા છે ને… આ બધું તમારું જ છે ને…’
‘પણ આટલી રકમ જમા હોય તો પછી આ વ્યાજ શા માટે…..’ મહેશે પૂછ્યું.
‘મને પણ એવો જ પ્રશ્ન થયેલો. એક દિવસ હું તેમને ત્યાં ગયો. જમ્યો. રાતે વાત કરતાં મેં પૂછ્યું
‘મુસાભાઈ, હવે આ વ્યાજ ભરવાની શી જરૂર છે ?’
ત્યાં તો મુસાની વહુ બોલી ઊઠી : ‘મોહનશેઠ, આજે તો આ વેણ કાઢ્યું તે કાઢ્યું. પણ હવે ફરીથી ન કાઢશો… દાદા કહેતા ગયાં છે કે આ શેઠના રૂપિયાને ચાંદીના રૂપિયા ન ગણશો. એ તો બરકત છે. એ રૂપિયા તમારા દાદાએ એટલા ભાવથી આપ્યા કે ઉભડ મજૂરમાંથી અમે ખેડૂત થયા. જુઓ શેઠ ! આ રૂપિયાનો કે વ્યાજનો પ્રશ્ન નથી. તમારા ચોપડેથી જે દિવસે કરીમમિયાંનું ખાતું નીકળી જશે તે દિવસે ઘરમાંથી બરકત જશે…’ બોલતાં બોલતાં ભાભીની આંખ ભીની થઈ.

‘મહેશ, આ તને નહિ સમજાય. ત્યારથી હું એ વાત જ નથી કરતો. મુસાને મન આ રૂપિયા નથી. એક દિવસ મુસાએ જ કહ્યું : ‘મોહન શેઠ, રૂપિયા ધીરનાર તો હજાર મળે, પણ બરકતવાળો પૈસો છે ક્યાં ?’ આ વાત કરતાં મોહનલાલ અને મહેશ બંનેની આંખ ભીની થઈ. અર્થશાસ્ત્રમાં તેણે સૌથી વધારે ગુણ મેળવ્યા હતા. કોઈ પુસ્તકમાં આ વાત આવી નો’તી. તે તો એટલું જ સમજતો હતો કે જેનાથી બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકાય તે નાણું. પૈસાને ફરતો રાખો, કમાવ અને ખર્ચો…. ભોગવો એનું નામ વિકાસ.

સમય જતાં મહેશ મોટો થયો. તે આગળ ભણ્યો. પરદેશ જઈને અર્થશાસ્ત્રની ઊંચી ડિગ્રી મેળવી પાછો આવ્યો. તેને રસ હતો અર્થશાસ્ત્રના શિક્ષણમાં. શહેરની એક ઘણી સારી ગણાતી કૉલેજમાં તે પ્રિન્સિપાલ થયો. વર્ષ પૂરું થયું. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગોઠવાયો. વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો કહ્યાં. છેલ્લે પ્રિન્સિપાલ મહેશ ઊભા થયા :
‘તમે ચાર વર્ષ સુધી આ કૉલેજમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ભણ્યા. હું નાણાંને એક શક્તિ માનું છું. જગતના અર્થશાસ્ત્રીઓ પણ એમ જ માને છે. નાણાં જડ છે. એને બુદ્ધિપૂર્વક રોકી અનેકગણા કરી શકાય છે, પણ મારા બાપુની કાપડની દુકાને એક વાત સમજાઈ. મારા હૃદયમાં સોંસરી ઊતરી ગઈ.’ મહેશે મુસાની વાત કરી. એકાગ્ર ચિત્તે સૌ સાંભળી રહ્યા. એ વાત કહેતાં કહેતાં મહેશની આંખ સામે મૃત્યુપથારીએ સૂતેલા કરીમમિયાં આવ્યા. નાણાં પણ બરકતવાળાં હોય છે. એક પૈસો આવે તો કુળ અમે કુટુંબનું ખેદાનમેદાન કરે, જ્યારે બરકતવાળો પૈસો આવે તો કુળ ઉજાળે. અર્થશાસ્ત્રનું ઘણું વાંચ્યું છે; ઘણા યુવાનોને ભણાવ્યું છે. પણ તમે જે કદી સાંભળ્યું નથી; મેં જે કોઈ પુસ્તકમાં વાંચ્યું નથી; તે છે અનુભવ…. નાણાં પણ બરકતવાળાં હોય…

અને છેલ્લે ગળગળે અવાજે કહ્યું : ‘બસ, જીવનમાં જાવ ત્યારે કેટલા પૈસા એકઠા થયા તેનો વિચાર ન કરશો. બરકતવાળા કેટલા આવ્યા  એટલું જ વિચારજો.’