શબ્દ ગુંજતો એ ‘માં’


દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ ‘માં’
મારા શોણિતની સરીતા એ જ મારી ‘માં’
શૈશવમાં કાખમાં તેડી મને
મારા સ્વપ્નો સજાવતી એ જ મારી ‘માં’


ઉમરાથી આંગળીએ ઝાલી મને,
સૃષ્ટિ દેખાડતી એ જ મારી ‘માં’

પોઢણીયે પરીઓની વાર્તા કહી મને,
પલ્લુમાં પોઢાડતી એ જ મારી ‘માં’

સ્નેહના આલિંગનમાં છોડી મને,
પ્રેમપાશમાં ડૂબાડતી એ જ મારી ‘માં’

ટાઢના ઠંડા ભીના સ્પર્શે,
હૈયાની હુંફ અર્પતી એ જ મારી ‘માં’

સૂર્યના અગ્નિ સમ તાપે,
શીતળ શબ્દો વરસાવતી એ જ મારી ‘માં’

મોતી સમ પડતા વરસાદે,
તેના હૈયા હર્ષિત અશ્રુએ પલળતી એ જ મારી ‘માં’ 

*************************************

બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો " માં",
,
સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો " ઓય માં "
,
સ્કૂલે જતા જતા રોજ કેહતો "બાઇ બાઇ માં '
,
મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો " આ તો મારી માં"
,
ભાઈ બેહનો ને જગડી ને કેહતો" મારી એકલાની માં "
,
કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો " પ્લીઝ , માં "
,
પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો " જો ને, માં "
,
ફોરેન ગયો તો યાદ આવતી " હમેશાં , માં"
,
સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું " હવે શું થશે માં ?"
,
પણ
,
તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું " ખમ્માં ખમ્માં"
,
આજે દિલ ખોલીને કેહવા માંગું છું "ઓરે માં "
,
ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યું હોય તો " માફકરજે માં"
,
ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ મા બને " તૂજ મારી માં"