........તરત
નહી પણ ત્રણ દિવસે તો.......!!
મિત્ર :- ''માસી ..બાકી કહેવું પડે
હો..!
આ તમારો દીકરો અને મારો મિત્ર ગજબનું
નોલેજ ધરાવે છે..હો...
મિત્ર :-ક્યાં છે એ ?
માસી ;- એ રૂમ માં કઈ ઈન્ટરનેટ પર
એનું કામ કરે છે ,
મિત્ર : ઓફિસમાં પણ સીનીયર મેનેજર
અને ક્યારેક હેડ ઓફિસમાંથી પણ એની પાસેથી માહિતી માંગતા હોય છે.દુનિયાના ક્યાં
ખૂણામાં શું નવીન બન્યું એ બધી માહિતી ઈન્ટરનેટ પરથી આની પાસે આવી ગયેલી જ હોય
...! મને પણ આશીર્વાદ આપો થોડોક તો એના જેવો થાઉં..."
માસી ;- '' તારું શરીર હજી એવું ને
એવું સુકલકડી છે તે એ સારું થાય એવા આશીર્વાદ આપું.. બાકી મારા દીકરા જેવા થવાના તો ન જ
આપું.."
''હહાહા..તમે
પણ શું માસી...!
હશે ચાલો એવા આશીર્વાદ આપો બસ.!
(થોડીવાર
પછી).ચાલો ત્યારે હવે રજા લઉં છું .
આજે ઘણી વાતો કરી,જમ્યા..મઝા આવી..
હવે તમે બધા સૌ અમારા ઘરે આવો..એવું
ગોઠવવાનું છે..
હું ફોન કરીશ ..અત્યારે જાઉં
છું..આવજો..માસી .''
(માસી
પોતાના દીકરા પાસે રૂમ માં આવીને)
''
બેટા.. આજે ત્રણ દિવસ થયા તારા બાપુજી જમ્યા નથી એને..
બે દિવસથી દેશી ઓસડીયા કરું છું કાઈ
ફેર નથી પડતો .
આખી રાત જાગીને કાઢી છે ..
તમે બે ય માણસ તમારી ઓફિસેથી આવીને
ક્યારેક તો એના રૂમમાં જઈને પૂછો તો ખરા પપ્પા કેમ છે..? જમ્યા કે નહી..?
તમને શું થાય છે..?''
બેટા .તારો મિત્ર કેતો હતો કે
દુનિયાના ક્યાં ખૂણામાં શું બન્યું છે એ બધું તું જાણે છે,તો તારી પાસે એવું કાઈ નથી કે ઘરના
ખૂણામાં શું બન્યું છે તેની ભલે તરત નહી પણ ત્રણ દિવસે તો ખબર પડે ? ''
ભાઈ એ જરા ક્ષણ માટે નજર ઉંચી કરી ને
બોલ્યો ,
"હા , સોરી મોમ , તું કઈ બોલી ?"