વધુ પડતી ઊંઘ પણ..

વધુ પડતી ઊંઘ પણ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુક્શાન પહોંચાડતી હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સાતથી આઠ કલાકથી વધારે ઊંઘવુ ના જોઈએ. જો કે વધારે ઊંઘવાથી બોડી ક્લોક ડિસ્ટર્બ થઈ જાય છે અને સુસ્તી પણ આવી જાય છે. તો જાણી લો વધારે ઊંઘવાથી કઇ બિમારીઓ થાય છે…

હદય રોગનો ભય
અમેરિકી રિસર્ચના જણાવ્યા અનુસાર 8 કલાકથી વધારે ઊંઘવાવાળા લોકોને હાર્ટ ડિસીઝનો ભય બમણો થઈ જાય છે.

બેકપેઈન
વધારે ઊંઘવાથી મસલ્સ જકડાઈ જાય છે, જેનાથી બેકપેઈન થઈ શકે છે.

મગજ પર અસર
એક અભ્યાસ પ્રમાણે 8 કલાકથી વધારે સુવાથી દિમાગ જલ્દી ઘરડું થઈ જાય છે.

ડાયાબીટીઝ
વધારે ઊંઘ લેવાથી ટાઈપ 2 ડાયાબીટીઝનો ભય બમણો થઇ જાય છે.

માથાનો દુખાવો
વધારે ઊંઘ લેવાથી તેની અસર બ્રેઈન ટ્રાન્સમીટર પર પડે છે. આનાથી એકાગ્રતા ઘટે છે અને માથાનો દુખાવો થાય છે.

ડિપ્રેશન
2014માં થયેલા એક રિસર્ચ પ્રમાણે જે લોકો 8 કલાક અથવા તેનાથી વધારે ઊંઘે છે, તેમનામાં ડિપ્રેશન થવાનો ભય 49 ટકા વધારે હોય છે.