એજ મારી પ્રેમાળ પુત્ર વધુ કે પછી..

હોસ્પિટલ અને  ઘર વચ્ચે દોડતી.. મારી પુત્રવધુ ને
આજે હું  પ્રેમ થી જોઈ રહયો હતો....
ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો...
તો પહણ હસ્તા..હસ્તા..
રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પાપા સારું થઈ જશે....

સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘર મા મસ્તી થી ફરતી મારી પુત્રવધુ ને જોઈ  હું વિચારતો હતો... કે આ ઘર ની જવાબદારી કઈ રીતે સંભાળ સે...

પહણ...આજે હોસ્પિટલ મા મને દાખલ કરે પંદર દિવશ થયા... સવાર સાંજ...ચા..નાસ્તો.. અને જમવાનું બનાવી...મને પ્રેમ થી હસ્તા હસ્તા જમાડતી....

સર્વિસ કરતી હોવા છતાં....તેને પેહલા મને પ્રાધાન્ય આપ્યું...
સ્વજનો ની ખરી કસોટી ઘરે થી સ્મશાન સુધી પોહચાડવા ની નથી..હોતી.
પહણ હોસ્પિટલ થી ઘરે પ્રેમ થી પોહચાડવાની હોય છે....
તે કાવ્યા એ સાબિત કરી બતાવ્યું..

આજે હોસ્પિટલ મા થી રજા આપતી વખતે મારી આંખો...રૂમ ના  દરવાજા તરફ હતી....સાચું કહું છું....મારી આંખો મારી દીકરી  જમાઇ ની રાહ જોઈ
રહી હતી...રજા ના દિવશ સિવાય દેખાયા નથી....
પહણ આશા ઠગારી નીકળી....

બારણું  ખુલ્યું...એજ મારી પ્રેમાળ પુત્ર વધુ...કાવ્યા
અને મારો પુત્ર..પિન્ટુ...બુકે લઈ રૂમ મા પ્રવેશ્યા...હાઈ.. પાપા...જય શ્રી ક્રિષ્ના "ગેટ વેલ સૂન "...
ચલો આપણા ઘરે....આપણું ઘર તમારી રાહ જોવે છે....

આ પંદર દિવશ ની હોસ્પિટલ ની મુલાકાત દરમ્યાન...
હું મારી પુત્ર વધુ કાવ્યા ના પ્રેમ મા પડી ગયો...
એક દીકરી ને સરમાવે તેવો પ્રેમ અને સેવા તેને  મારી કરી હતી....

ઘણી વખત. આપણે કહીયે છીયે....દીકરા વહુ ની ફરજ છે.....પહણ...આપણે આપણી ફરજ ભૂલી જતા હોય છે..
દીકરી જમાઇ ની હાજરી મા કટાક્ષો કરી....આપણે ઘણી વખત ગૃહ લક્ષ્મી અને આપણા પુત્ર નું અપમાન કરતા હોઈએ છીયે.....

દીકરી ના લગ્નઃ પછી ની તેની મુલાકાત એક મહેમાન જેવી હોય છે...એટલે એ વહાલી  લાગે છે....જયારે મારી જેમ સસરો પ્રેમ મા પડે ત્યરે સમજી જવું....એક પૂત્રવધુ તરીકે પાત્ર તેને દીકરી તરીકે યોગ્ય ભજવ્યું હશે...

ઘર મા  દીકરા ના માઁ બાપ ને અપમાનિત કરી પોતાના માઁ બાપ ની પગ ચંપી કરતી દીકરીઓ કદી સાસરા મા સુખી થતી કે નથી પિયર મા થતી...

હું ગાડી મા બેઠો...બેઠો...આંખ.. બંધ કરી... કાવ્યા ની સાશુ  ને યાદ કરી...રહયો હતો
તારા ગયા પછી ..તારી પુત્રવધુ એ ઘર સંભાળી લીધુ છે...

પહણ તને એકવાત કહેવાની ઈચ્છા થાય છે..
દીકરી ની મહિમા ગાવા મા ઘણી વખત પુત્ર અને પુત્રવધુ નું જાણે અજાણે આપણે અપમાન અથવા તો દિલ દુભાવી દેતા હોય છે....તેવો મને એહસાસ આજે થયો....
દીકરી વહાલ નો દરિયો છે....પહણ ખારો છે....તેવો એહસાસ થઈ ગયો..
પુત્રવધુ તો મીઠા પાણી નું ઝરણું છે.... અને આ તારો પુત્ર પહણ મીઠા પાણી નો કૂવો છે....તું ચિંતા ના કરતી.....
મારે મારો વ્યવહાર પુત્રવધુ તરફ બદલવો પડશે....
આજે તેને વહું થઈ... દીકરી નું પાત્ર ભજવ્યું..છે.
હવે હું આખી જીંદગી......તેનો સસરો થઈ ને નહીં પહણ તેનો બાપ બની ને રહીશ...

ગાડી ની બ્રેક વાગી...મારી આંખ જીંદગી પ્રત્યે ખુલી ગઇ હતી....સારા ખરાબ નો ભેદ હું સમજી ગયો હતો....

ચાલો પાપા ઘર આવી ગયું...કાવ્યા નો મીઠો ટહુકા એ
મારો દવાખાના નો થાક ઉતારી દીધો..

ઘર મા પ્રેવેશ કરતા પેહલા મેં કાવ્યા ના માથે હાથ ફેરવી  બોલ્યો... બેટા...દીકરી અને પુત્રવધુ વચ્ચે નો તફાવત તે મને સમજાવી દીધો.... છે
સદા...સુખી થાવ...આનંદ મા રહો...
આ તારો બાપ બેઠો છે..ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડે તે મારુ વચન છે..