આ વાદળોને મીઠો ઠપકો...
આમ રોજ રોજ આવીને શું કરશો ?
આમ ખાલી ખાલી દોડીને શું કરશો ?
વરસવું જ જો હોય તો પડોને વરસી ,
આમ ખોટા વાયદા કરીને શું કરશો ?
ગાજવાની છે આદત તમોને ખબર છે ,
આમ ખોટી ધમાલ પાડીને શું કરશો ?
કેવી આતુરતાથી રાહ જોવાય છે તમારી ,
આમ સાવ પથ્થરદિલ બનીને શું કરશો ?
ન વરસવું હોય તમારે તો વાંધો નહિ ,
આમ ખાલી હાથતાળી આપીને શું કરશો ?