ડો. અબ્દુલ કલામની એક સરસ અને વિચારતા કરી દે તેવી વાત



ડો. અબ્દુલ કલામના શબ્દો માં,

“જયારે હું બાળક હતો, મારી માતા અમારા માટે રાંધતી.
એક રાત્રે આખો દિવસ બહુ સખત કામ કરીને આવી પછી જમવાનું બનાવ્યું, એક થાળીમાં શાક અને બહુ જ દાજી ગયેલી રોટલી મારા પિતા સામે મૂકી.

હું રાહ જોઈ રહ્યો હતો કે કોઈ એ દાજી ગયેલી રોટલી જોઈ કે નહિ, પરંતુ મારા પિતાએ રોટલી ખાઈ લીધી અને મને મારા સ્કુલમાં કેવો દિવસ ગયો એ પૂછવા લાગ્યા.

મને એ તો યાદ નથી મેં તે રાતે એમને શું કીધું, પરંતુ એ જરૂર યાદ છે કે મેં મારી માતાને દાજી ગયેલી રોટલી માટે માફી માંગતા સાંભળેલી.

અને મને એ ક્યારેય નહિ ભૂલાય કે તે દિવસે મારા પિતા એ કીધેલું.
“મને દાજી ગયેલી રોટલી ખાવાની બહુ જ ગમે છે.”

મોડી રાત્રે મેં મારા પિતાને પૂછ્યું કે ખરેખર તમને દાજી ગયેલી રોટલી ખાવાની મજા આવે છે?
તેમણે મને એમની બાહોમાં પાસે લીધો અને કહ્યું,
“તારી મમ્મી એ આજે આખો દિવસ બહુ સખત પરિશ્રમ કર્યો છે
અને એ ખુબ જ થાકી ગયેલી હતી.
અને હા દાજી ગયેલી રોટલી કોઈ દિવસ નુકશાન નથી કરતી
.......પરંતુ કઠોર શબ્દો જરૂર કરે છે.

તું જાણે છે દીકરા કે જિંદગી અપૂર્ણ વસ્તુઓ અને લોકો થી ભરેલી છે.
બધી વસ્તુઓ ક્યારેય સંપૂર્ણ નથી હોઈ શકતી.

હું સંપૂર્ણ કે બેસ્ટ નથી પરંતુ બહુ મુશ્કેલીથી કોઈક વાતમાં ફક્ત સારો છુ.
હું પણ બીજાની જેમ જ જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ ભૂલી જાવ છુ.

હું આટલા વર્ષોમાં એટલું શીખ્યો છુ કે એકબીજાના દોષને સ્વીકારો
અને સંબંધો ની ઉજવણી કરો..
કારણ, દરેક વ્યક્તિનો માનસિક વિકાસ અલગ જ રહેવાનો.
આ દુનિયાને એક બગીચાની જેમ લેજે જેમાં ગુલાબ પણ મળશે અને કાંટા પણ..

જીંદગી બહુ નાની છે, રોજ રોજ ખેદ વ્યક્ત કરીને ઉઠવા માટે.
એ લોકો ને હમેશા પ્રેમ કરજે જે તને યોગ્ય માર્ગ દર્શાવે
...અને એ લોકો પર દયા કરજે જે ના બતાવે.”