હા , ..મારી નઝર માં થી પણ

આમ તો વાત થોડી જૂની છે પણ તો ય આજે વાત કરવી છે
થોડા વર્ષો પહેલા જ્યારે હું રોજ સવારે વૉકિંગ માટે જતો મારા પત્ની સાથે
ત્યારે એક ક્રમ હતો કે ચાલવા નું પુરુ કરી આગળ ની
રેંકડી પર નાળિયેર પાણી પીવું. એવા સમયે,
એક જાણીતા લાગતા વડિલ પણ પોતાની સાઇકલ પર ત્યાં આવ્યા. ખૂબ સુખી અને સમૃદ્ધ ધર ના દેખાતા વડિલ ને સાઇકલ પર જોઇ થોડુ આશ્ચર્ય થયું. પત્ની એ ઓળખાણ તાજી કરાવી કે એ વડિલ કરોડપતિ છે,
પણ...કેટલા સાદાઈથી જીવે છે.
કોઈ દેખાડો કે દંભ નહીં અને સાંભળ્યું છે કે જુદાં જુદાં મંદિરો અને સંસ્થાઓ માં નાનું મોટું દાન પણ કરે છે.
નાળિયેર પાણી પીતાં હતા ત્યાં અનાયાસે જ એક નાની માંગણ છોકરી આવી ચડી ..મેં મારી ટેવ મુજબ એને પણ નાળિયેર પાણી અપાવ્યું.
એ સમયે પેલા વડિલ પાસે એક બીજો નાનો છોકરો આવી કહે સાહેબ મને પણ..... અને એ આ શું ? આ દાનવીર વડિલ એ નાના બાળક ને નજર અંદાજ કરતાં નારિયલ પાણી પી ગયા , જોઇ મન વિચારે ચડી ગયું.
ખેર પૈસા આપવાના સમયે એ વડીલ જાણીતા હતા તેના હિસાબે...
(પેલા વડિલ અને માંગણ ટેણીયા સહિત)
....પાંચ નાળિયેર ના પૈસા પત્ની એ ચુકવ્યા .
વાત અહીં પુરી ન થઈ. ...
બીજા દિવસે પેલા નાળિયેર વાળા એ કહ્યું કે તમે જે વડિલ ના
પૈસા ચુકવ્યા એણે જતાં જતાં શું કહ્યું ખબર છે ?
વડીલ કે'તા હતા કે ..
"આ ભાઈ પણ મારો જાણીતો છે. એને હજુ ખબર નથી કે
કરોડપતિ આમ ન થવાય."
હજુ વાત ચાલુ જ હતી ને ત્યાં થી વડીલ ની સાઇકલ સવારી નીકળી ,
હાથ ઉંચો કરી મને કીધું બે જ મીનીટ માં દર્શન કરી ને આવું છુ ,,
“ રાહ જો જો પાછા ..”
એટલા માં રસ્તા માં પત્થર આવ્યો ને વડીલ પડી ગયા....

લારી વાળો હસી ને બોલ્યો જો પાછા વડીલ સાયકલ પર થી પડ્યા ....
અને હું મન માં ને મન માં બોલી ગયો કે “હા ,મારી નઝર માં થી પણ .."

-- વિપુલ