સંસારના કામોમાંથી સમય કાઢીને આત્મકલ્યાણ કરી લેવું.
એક આરબ.ઉંટો સાચવવા એક માણસ રાખ્યો. રાત્રે બધા ઉંટ સુઇ જાય પછી તેને સુવાનું.
પહેલી જ રાત્રીની નોકરી .ઉભેલા ઉંટને બેસાડવા લાગ્યો.થોડા ઉંટ બેસાડ્યા ત્યાં એક ખુણામાં બેઠેલા બે ઉંટ ઉભા થયા.તેમને બેસાડવા ગયો ત્યાં બીજા ખુણામાં ઉંટ ઉભા થયાં.!
આમ, ઉંટને બેસાડતો ગયો ને સાથે સાથે, બીજા છેડે બીજા ઉંટ ઉભા થતાં ગયાં.આખી રાત પસાર થઇ પણ બધા જ ઉંટ ન જ બેઠાં. સુઇ ન શક્યો. ઉજાગરો થયો.
બે- ત્રણ રાત્રીઓ આમ જ,ઉટોને બેસાડવામાં જ અને ઉજાગરો કરવામાં ચાલી ગઇ. કંટાળ્યો.
પછી એની પહેલાં જે ભાઇ અહીં ઉંટ સાચવતો હતો તેને મળ્યો.ને પૂછ્યું કે તમે આખી રાત ઉંટ કેવી રીતે સાચવતા હતા? બધા ઉંટ બેસતા જ નથી.!!
પેલો જુનો નોકર કહે-ભાઇ બધા ઉંટ બેસી જાય ને પછી તું નિરાંતે સુઇ જાય તે શક્ય જ નથી બનવાનું.ઉંટ ઉભા થયા જ કરશે.
તો શું કરવું?
પેલો ભાઇ કહે-આરબ શેઠ સુઇ જાય એટલે ઉંટનો વાડો બંધ કરી દેવો અને શેઠની રુમમાં જ, શેઠની પાસે જઇ સુઇ જવાનું. જેથી ઉંટોના ગળે બાંધેલી ઘંટડીઓનો અવાજ સંભળાશે નહીં તેથી ઉંઘ પણ સરસ આવશે અને ઉંટ બંધ વાડામાં હોવાથી ભાગી જશે નહીં!!
જીવનમાં પણ વિવિધ કામો- જવાબદારીઓ રહેવાના જ છે. બધાં જ કામોમાંથી નિવૃત્ત થઇ શાંતિથી ભગવાનનું નામ લઇશું- એ શક્ય નથી.ઉંટ ઉભા થયા જ કરશે!!
આત્મકલ્યાણ માટે જીવનભર સમય-શાંતિ વ. મળવાની જ નથી.
સંસારના કામો કરવામાં જીવનનો અમુલ્ય સમય ક્યાં પસાર થઇ જશે તે ખબર જ નહીં પડે!!
અમુલ્ય માનવજીવન પણ પેલા ભાઇની જેમ સંસારમાં ઉભા થતાં વિવિધ પ્રકારનાં ઉંટોને બેસાડવામાં જ ચાલી જશે!!!
ત્યારે, પેલા જુના નોકરની જેમ,બધું છોડીને,સમય કાઢીને,પ્રભુની પાસે-સાન્નિધ્યમાં જઇને સુઇ જવાની કળા કેળવી લેવાની.
આત્મકલ્યાણને માટે સમય કાઢવો જ રહ્યો.