ઘર વાપસી..

જાગ્યાં અમે ચારેય.. આખી રાત...
ઘડિયાળ, છત, પંખો અને હું...

Facebook ના વળગણમાં..!
Whats App ની પળોજણમાં...!!

Internet ની માયાજાળમાં
ને hardware/software ની ઝંઝાળમાં.

ખોવાઇ છે માણસ જાત તમને મારે શું કરવી એની વાત?

એ Whats App ના ‘Last seen…’માં જોવા મળે છે...
Twitter પર પણ ટોળે વળે છે.
ને Facebook પર on-line મળે છે.
એ જે ખાય, પીયે એ બધું જ સ્ટેટસમાં લખે છે,
ને થોડીક likes, થોડીક comments માટે વલખે છે.
Facebook પર feeling share કરે છે,

એકલો એકલો લીલા-લહેર કરે છે.
એ શ્વાસ પણ Chat box માં લે છે.
ને કપડાં બદલે એમ DP બદલે છે.
પતિ-પત્ની એકબીજાના ચહેરા જોયા કરે છે,
ને એક બીજાના mobile માં કશુંક ફંફોસ્યા કરે છે.

મિત્રોને શેરી નાકે મળવાનું ભુલી ગયો છે.
કોઇક કહે છે કે એને ફેસબુક-વા થયો છે!
એ બસ દર કલાકે selfie પાડી લે છે
એ ઘરમાં નહીં virtual world માં રહે છે.
ક્યાંય અસલ સ્વરૂપે એ જોવા મળે તો કહેજો
એના જ હિતની થોડીક વાતો એને કહેજો

એને કહેજો

સાંજ પડે સમયસર ધરે આવે
થોડોક સમય બાળકો સાથે પણ વિતાવે
Chat box માં ગપ્પાં મારવાનું ટાળે,

થોડોક સમય મા-બાપ સાથે પણ ગાળે.
Facebook ની બધી પોસ્ટ ભલે like કરે,
પત્નીના પણ કોઇક્વાર વખાણ કરે.

એના વિષે કોઇને કશુંજ કહ્યું નથી,
‘ઘર વાપસી’ કરો, હજું મોડું થયું નથી.