જ્ઞાન મુદ્રા..........

જ્ઞાન મુદ્રા..........
સફળતા મળવાનો ગુરૂ મંત્ર છે સ્મૃતિ શક્તિ અને જ્ઞાન મુદ્રા સ્મૃતિ શક્તિનો ગુણ વિકસાવે છે.



વિધિ.....
પદ્માસનમાં કે વ્રજાસન કે સુખાસનમાં બેસો.
બન્ને હાથ ઘુંટણ પર ગોઠવો.
અંગુઠા પાસેની તર્જની આંગળીનો છેડો અંગુઠાના છેડા સાથે જોડો.
હળવું દબાણ આપો.
બાકીની ત્રણેય આંગળીઓ સીધી અને જોડાયેલી રાખો.
સમય.....
સામાન્ય રીતે જ્ઞાન મુદ્રાનો સમય ૪૮ મિનિટનો છે.
જો સાથે સમય ના હોય તો ૧૬-૧૬ મિનિટ ત્રણ વખત કરી શકાય.
સવારે અભ્યાસ કરવાથી વધુ ફાયદો થાય છે
ફાયદા.....
સ્મૃતિ-સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારે છે.
જીદ્દીપણું, ક્રોધ, રઘવાટ, વ્યાકુળતા દુર થાય છે.
મન શાંત ,પ્રફુલિત બને છે.
મસ્તિષ્કના સ્નાયુઓ શક્તિશાળી બને છે.