વોટ્સ-એપ ના કંટાળાજનક મેસેજ .. થાકી જવાય છે .. Funny Message

મિત્રો, જે અનુભવ મારો છે એવો કદાચ તમારો પણ આવો જ હશે , 
અને કેવા ની ઈચ્છા પણ થતી હશે કે ...

ભાઈ છેલ્લા પાંચ વરસથી એકના એક મેસેજો મોકલવા બદલ આભાર. 
એમના કારણે આજે મારા જીવનમાં ધરખમ ફેરફારો થઈ ચૂક્યા છે. ....

જેમકે...


- મેં કુરકુરે ખાવાનું બંધ કર્યું છે કારણકે એમાં પ્લાસ્ટિક હોય છે.


- મેં ફ્રુટી પીવાનું પણ બંધ કર્યું છે કારણ કે દર છ મહિને ફ્રુડીની ફેક્ટરીમાં કામ કરતો એઈડઝનો 

દરદી મરી જાય છે અને તેનું લોહી ફ્રુટીમાં મિક્સ થઈ જાય છે.

- મેં પેપ્સી પીવાની પણ બંધ કરી છે કારણકે દર ચાર મહિને એમાંથી એકનો એક કોક્રોચ નીકળે છે.


- મારા શરીરમાંથી પરસેવા ની વાસ આવે છે કારણકે મેં ડિઓ વાપરવાના બંધ કર્યા છે 

  કેમકે તેનાથી કેન્સર થાય છે.

- મેં સાત વરસની એક છોકરીની જિંદગી બચાવવા માટે ૭૦ વાર મારી બચતમાંથી દાન કર્યું છે 

  પણ બિચારી હજી બચતી નથી. હજી દાન માટે અપીલો આવતી રહે છે.

- ગઈકાલે જ આપણા રાષ્ટ્રગીતને દુનિયાનું શ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું છે. 

આપણને એનો હંમેશા ગર્વ હોવો જોઈએ. અને હા હોય જ , 
 પણ તે બે વરસથી એ 'ગઈકાલે' જ જાહેર થાય છે.

- અમુક મેસેજો ૧૦ જણાને ફોરવર્ડ કરવાથી ફ્રી બેલેન્સ મળે છે,

   એમ માનીને લોકો એ હજારો મેસેજ ફોરવર્ડ કર્યા છે, 
   પણ હજી ફ્રી બેલેન્સ આવ્યું નથી. ( કે છે ,કદાચ માલ્યા લઈને ભાગી ગયો હશે. )

- હું હજી ફોન ચાર્જિંગમાં હોય ત્યારે કોલ પર વાત નથી કરતો,  કારણ કે દર બે મહિને 

એમ કરવા જતાં ફોન ની બેટરી ફાટી જાય છે અને કોઈને કોઈ મરી જાય છે.

- છેલ્લા પાંચ વરસથી પહેલગાંવનો એક પાંચ વરસનો બાબો ખોવાઈ ગયો છે 

   તે હજી પાછો નથી પહોંચ્યો. એ તો ઠીક, પાંચ વરસથી બિચારો પાંચ વરસનો જ રહી ગયો છે.

- જો તમે આ મેસેજ તમારા ૧૦ મિત્રોને ફોરવર્ડ નહિ કરો તો તમારા માથે નાળિયેર પડશે, ભલે તમે કચ્છના રણમાં કેમ ના હો !


- અને હા, વોટ્સ-એપ તમને પાંચ કિલો ચોખા અને બે લિટર દૂધ આપી રહ્યું છે.

આ મેસેજ પાંચ ગ્રુપમાં મોકલ્યા પછી દસ મિનીટ રહીને તમારા કીચનમાં ચેક કરો !
 હા .. હા ..
માન્યામાં નથી આવતું ને ?

બટ ઈટ ઈઝ ટ્રુ !