વરુણ મુદ્રા..........

વરુણ મુદ્રા..........

કનિષ્કા અથવા ટચલી આંગળી જળતત્વોનું પ્રતિક છે.
જળ તત્વોના અભાવથી શરીરમાં રૂક્ષતા આવે છે.
વિધિ.....
ટચલી આંગળીના અગ્ર ભાગને અંગુઠાના અગ્રભાગ સાથે જોડવાથી વરુણ મુદ્રા બને છે.
અન્ય આંગળીઓ સીધી રહેવી જોઈએ.
સુખાસન અથવા સ્વસ્તિકાસનમાં આ મુદ્રાનો અભ્યાસ કરી શકાય છે.
સમય.....
આ મુદ્રા સવારે સામાન્ય રીતે એક સાથે ૨૪ મિનિટ કરી શકાય શિયાળામાં આ મુદ્રાનો અભ્યાસ બહુ જ મર્યાદિત કરવો.
લાભ.....
ચામડી ચમકદાર બને છે
શરીરની કાંતિવાન બને છે, સ્નિગ્ધતા વધે છે
રક્તવિકાર દુર થાય છે
યૌવન લાંબા સમય સુધી ટકે છે.
સાવધાની.....
શરદી અથવા કફ પ્રકૃતિવાળા લોકોએ વરુણ મુદ્રાનો અભ્યાસ વધુ પ્રમાણમાં કરવો નહી.