સૂર્ય મુદ્રા..........

સૂર્ય મુદ્રા..........
સૂર્ય મુદ્રાના અભ્યાસથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થૂળતા ઘટવા લાગે છે.
વિધિ.....
પદ્માસનમાં બેસો અથવા સિદ્ધાસનમાં બેસો.
અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સૂર્ય મુદ્રા બને છે.
અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું વહન થવા લાગે છે.
સમય.....
સુર્ય મુદ્રાનો પ્રયોગ સવારે ઉનાળામાં ૮ મિનિટ કરી શકાય
શિયાળાની ઋતુમાં ૨૪ મિનિટ સુધી કરવામાં વાંધો નથી.
દુબળા શરીરવાળાએ આ પ્રયોગ કરવો નહી.
લાભ.....
શરીરનું વજન અને જાડાપણું ઘટે છે
શક્તિનો વિકાસ થાય છે
શરીરનું સંતુલન જળવાય છે
તનાવ ઘટે છે
શિયાળામાં આ પ્રયોગથી ઠંડીથી બચી શકાય છે.