આની જગ્યાએ હોત તો તમે શુ કરતા ?..

ધ્યાનથી વાંચજો અને Comment માં તમારો અભિપ્રાય જરૂરથી આપજો .. !!

 એક છોકરાની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેસે છે.
તરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી.
હૉલ મા પ્રવેસતા તે છોકરાની માતા તેમની રાહ દિઠતી નજરે પડે છે. ..

ડૉક્ટરને જોઇ છોકરાની માતા ગુસ્સેથી બોલીઃ
"કેમ આવવામાં આટલુ મોડુ કર્યુ ?
તમને ખબર નથી કે મારા પુત્રની હાલત ખુબ ગંભીર છે ?
તમને તમારી જવાબદારીનું ભાન છે કે નહી ?"

.. ડૉક્ટર મંદ હાસ્ય સાથે બોલે છે કેઃ "મારી ભુલ બદલ માફી માંગુ છુ,
ફોન આવ્યો ત્યારે હું હૉસ્પિટલમાં હાજર નહોતો,
જેવી ખબર પડી કે તરત આવવા નિકળી ગયો,
રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોચતા થોડુ મોડુ થઇ ગયુ.
હવે તમે નિશ્ચિંત રહો હું આવી ગયો છુ અલ્લાહની મરજીથી સૌ સારુ થઈ જશે,
હવે વિલાપ કરવાનુ છોડી દો."
.. છોકરાની માતા વધારે આક્રંદ સાથેઃ
 "વિલાપ કરવાનુ છોડી દો એટલે ?
તમારો કહેવાનો મતલબ શુ છે ?
 મારા છોકરાને કંઇક થઇ ગયુ હોત તો ?
 આની જગ્યાએ તમારો છોકરો હોત તો તમે શુ કરતા ?

" ડૉક્ટર ફરી મંદ હાસ્ય સાથેઃ "શાંત થાવ બહેન, જીવન અને મરણ એતો અલ્લાહના હાથમાં છે,
હું તો ફક્ત એક માણસ છુ,
તેમ છતા હું મારાથી બનતા પ્રયાસ કરીશ,
બાકી આગળતો તમારી દુઆ અને અલ્લાહની મરજી...!
લ્યો હવે મને ઑપરેશન રૂમ માં જવા દેશો..?"

ત્યાર બાદ નર્સને થોડા સલાહસુચન આપીને ડૉક્ટર ઑપરેશન રૂમમાં જતા રહે છે. ..
થોડા કલાકો પછી ડૉક્ટર આનંદિત ચહેરે ઑપરેશન રૂમ માથી બહાર આવી
છોકરાની માતાને કહે છે કેઃ
અલ્લાહનો લાખ-લાખ શુક્રિયા કે તમારો દિકરો સહીસલામત છે,
તે હવે જલ્દિથી સારો થઈ જશે અને વધારે જાણકારી આ મારો સાથી ડૉક્ટર તમને આપશે."

તેમ કહી ડૉક્ટર ત્યાથી તરત જતા રહે છે. ..
 ત્યાર બાદ છોકરાની માતા નર્સનેઃ
"આ ડૉક્ટરને આટલી તો શેની ઊતાવળ હતી?
મારો દિકરો ભાનમાં આવે ત્યા સુધી રોકાત તો તેમનુ શું લુટાઇ જવાનુ હતુ?
ડૉક્ટર તો ખુબ ઘમંડી લાગે છે"
 .. આ સાંભળીને નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યુઃ
 "મેડમ !
આ એજ ડૉક્ટર છે જેમનો એકનોએક દિકરો આજે તમારા
દિકરાના બેફામ કાર ડ્રાઇવિંગમાં માર્યો ગયો છે.
તેમને ખબર હતી કે તમારા દિકરાને કારણે તેમના છોકરાનો જીવ ગયો છે ને
છતા તેમણે તમારા દિકરાનો જીવ બચાવ્યો.

એ એટલા માટે જતા રહ્યા કે તેમના દિકરાની દફનવિધી અધુરી મુકી ને આવ્યા હતા"