ખુબ રસપ્રદ અને સમજવા જેવું :
=====================
એક શહેરના મધ્યભાગમાં બેકરીની એક દુકાન હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરુર પડતી હતી.આ માખણ બાજુમાં આવેલા ગામડામાંથી એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.
એકદિવસ બેકરીના માલિકને એવુ લાગ્યુ કે માખણ જેટલુ મંગાવ્યુ એના કરતા થોડું ઓછુ છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન કરવાની સુચના આપી. નોકર માખણનું વજન કરીને લાવ્યો. માખણનું વજન 900ગ્રામ હતું. એકકીલો માખણ ખરીદવામાં આવેલું પણ તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.
વેપારીએ નક્કી કર્યુ કે આવુ કેટલા દિવસ ચાલે છે તે જોવુ છે એણે ભરવાડને માખણ ઓછુ હોવા વિષે કોઇ વાત ન કરી. રોજ માખણ ઓછુ જ આવતુ હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.
કોર્ટ દ્વારા કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ , " તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ?"
ભરવાડે હાથ જોડીને કહ્યુ , " જજ સાહેબ, હું તો ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનીયા નથી. અમે ગામડાના માણસો નાના પથ્થરના વજનીયા બનાવીને જ વસ્તુ આપીએ. પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે."
જજે સામે પ્રશ્ન પુછ્યો , " તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? "
ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે. કારણ કે હું રોજ એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું અને એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું."
મિત્રો , જીવનમાં બીજા કરતા ઓછું મળે ત્યારે રાડારાડી કરવાને બદલે જરા વિચાર કરવાની જરુર છે કે
મેં બીજાને શું આપ્યુ છે ?
આપણે જે બીજાને આપીએ એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે.
એટલે જ કહેવાય છે કે કુદરતે જયારે તમને કઈ આપ્યું ત્યારે તમે વિચાર ના કર્યો કે
"મને જ કેમ ?"
તો જયારે કુદરત તમારી પાસેથી લઇ લે છે ત્યારે તમને ફરિયાદ કરવાનો કઈ અધિકાર નથી !