તો લાવ ને

ફૂલ બનીશ તો કચડાઈ જઈશ ,કાંટો બનીશ તો બળી જઈશ ,
તો લાવ ને ફોરમ  જ બની જાઉં ,ચારેકોર મહેકાઈ તો જઈશ .

ઢોલક બનીશ તો પીટાઈ જઈશ ,હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ ,
તો લાવ ને સૂર જ બની જાઉં ,
સૌ ના દિલ માં છવાઈ તો જઈશ .

ભૂત બનીશ તો ભૂલી જઈશ ,ભવિષ્ય બનીશ તો ભખાઈ જઈશ ,
તો ચાલ ને વર્તમાન જ બની જાઉં ,સૌ ની સાથે તો રહીશ .

દૈત્ય બનીશ તો મરાઇ જઈશ ,
દેવ બનીશ તો પૂજાઈ જઈશ ,
તો લાવ ને માનવ જ બની જાઉં
સૌ ની વચ્ચે તો રહીશ .

વાંસળી બનીશ તો ફૂંકાઈ જઈશ ,સુદર્શન બનીશ તો ફેંકાઇ જઈશ,
તો લાવ ને મોરપિચ્છ જ બની જાઉં ,
’શ્યામ’ ના મસ્તકે તો રહીશ .